ઉધરસ, તાવ, બાળકને ભુખ ન લાગતી હોય તો ઉત્તમ પરવરના બીજા અનેકગણા ફાયદા

0

ઘી ની ગરજ સારતાં પરવળ… પરવળનો આકાર-દેખાવ ટીંડોળા જેવો હોય છે. અન્ય ફળો કરતાં પરવળનું શાક વિશેષ તથ્ય છે, તેથી તેનું વધારે મહત્વ અંકાયું છે. ગુજરાતમાં મોટે ભાગે જુલાઈ-ઑગસ્ટમાં તેના નર અને માદા વેલા જુદા જુદા થાય છે. ચાર-પાંચ માદાના વેલા વચ્ચે એક નરનો વેલો રોપવો પડે છે.

પરવળ ના ફાયદા | પરવળ નો ઉપયોગ કેવી રીતે કરવો | પરવળ નું શાક બનાવવાની રીત | પરવળ રેસીપી

પરવળ ના ફાયદા અને ઘરગથ્થુ ઉપચાર | પરવળ આયુર્વેદિક ઉપયોગ

પરવળ માં વિટામિન A, B 1 અને B 2 વિટામિન C સારી માત્રામાં રહેલા હોય છે. જે આપના શરીરની ઇમ્યૂનિટી વધારે છે અને બિમારીઓ સામે લડવામાં મદદ કરે છે, પરવળ માં એન્ટ્રીઓક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં રહેલું હોય છે. પરવળના સ્વાસ્થ્ય લાભ આર્યુવેદમાં પણ ઉપલબ્ધ છે પરવળ પિત્તપ્રધાન રોગોમાં વિરેચન માટે અપાય છે. પિત્તજ્વર, જીર્ણજ્વર, કમળો, સોજો અને ઉદરરોગમાં તેનાથી વિરેચન થઈ પાચનક્રિયા સુધરે છે.

કૃમિરોગમાં અતિહિતકર તેમજ બળવર્ધક અને કામવર્ધક છે.પરવળનું શાક ખાવાથી પાચનશક્તિ વધે છે તેમજ ઉધરસ, તાવ અને લોહીના વિકારો મટે છે. માંદા માણસ માટે તે ખૂબ ગુણકારી છે. ઘીમાં તળીને બનાવેલું શાક વધારે પૌષ્ટિક હોય છે.

પરવળ ખાવાથી પેટનો સોજો દૂર થાય છે, પેટમાં પાણી ભરાતું હોય તો પરવળ ખુબ ફાયદાકારક છે ગંભીર સમસ્યાને ઓછી કરે છે. પરવળના પત્તાથી ત્વચા સંબંધિત અન્ય રોગોને દૂર કરવામાં મદદ મળે છે. પરવળ હાડકાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

પરવળ પાચક, હ્રદયને હિતકારી, વીર્ય વધારનાર, હલકું, અગ્નિને પ્રદીપ્ત કરનાર, સ્નિગ્ધ અને ગરમ છે. એ ઉધરસ, લોહીવિકાર, તાવ, ત્રિદોષ અને કૃમિને મટાડનાર છે

ઉપચારો યોગ્ય આરોગ્ય ચિકિત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુસર આપવામાં આવે છે.

રસોઈ બનાવતા રસોઈનો સ્વાદ બગળી જાય તો ગભારસો નહિ આ રહી રસોઈને સુધારવા માટેની ટીપ્સ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here