પશ્ચિમોત્તાનાસન આસન કરવાના ફાયદા અને રીત

0

પશ્ચિમોત્તાનાસન આસન કરવાથી તમારા શરીમાં અનેકગણા ફાયદા થાય છે આ અઆસ્ન કરતા પહેલા તેના ફાયદા જાણવા જરૂરી છે : આ પશ્ચિમોત્તાનાસ આસનથી સ્નાયુ ઓ અને માસંપેશીઓ કસાઈને મજબૂત અને નીરોગી બને છે . તમારી દરરોજ ચાલવાની શક્તિ આવે છે. પેટની અંદરના અવયવો જેવાં કે જઠર, , પીઠ, મૂત્રપિંડ આંતરડાં, કાળજું વગેરે સુદ્ઠ બને છે અને તેના રોગ થવાથી બચી શકાય છે . પાચનશ ક્તિમાં વધારો થાય છે, પેટના સ્નાયુઓ મજબૂત બને છે. પેટ અને કમરની ચરબી દૂર કરે છે આ આસન . જાતીય નબળાઈ દૂર થાય છે. સાયટિકા ના દર્દમાં આ આસનથી ફાયદો થાય છે. હાઈટ વધારવા માટે પણ આસન ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.

આ આસનકરવાની અન્ય વિવિધતા: 1. આ આસન ઊભા ઊભા કરવામાં આવે તો તેને હસ્તપાદાસન પણ કહે છે. તેના લાભો પશ્ચિમોતાનાસન જેવા છે. પણ ઊભી સ્થિતિમાં કરવાનું હોઈ દેહની સમતુલા જાળવવાનું તેમાં વિ શેષ છે.  2. આ સિવાય એક પગ સીધો અને એક પગનો પંજો બીજા પગના સાથળ સાથે લગાવીને કરવામાં આવે તો કોઈ તેને અર્ધપશ્ચિમોત્તાનાસન અગર જાનુશિરાસન કહે છે. ઉપરોક્ત બંને આસનો પશ્ચિમોત્તાનાસનની પૂર્વ તૈયારીરૂપ ગણી શકાય. પશ્ચિમોત્તાનાસન વધારે સારું કરવા માટે આ બંને આસનનો અભ્યાસ કરવો લાભકારક છે.

હવે આપને આ આસન કરવાના ફાયદા વિષે જાણીશું : (1) કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને.  2. આ આસન કરતાં ઉરૂની પાછળના ભાગના સ્નાયુઓ બરડાના અને ઉદરની પાછલી દિવાલના સ્નાયુઓ સંકોચ પામે છે. સાથે સાથે પગથી તે માથા સુધીના પીઠ પાછળની માંસપેશીઓ (muscles) તણાય છે. આને લીધે સ્નાયુઓ અને માસંપેશીઓ કસાઈને મજબૂત અને નીરોગી બને. ચાલવાની અપૂર્વ શક્તિ આવે છે.  3. કરોડરજ્જુ પર ખેંચાણ આવતા એ પ્રદેશમાં રૂધિરાભિસરણ થઈ નિર્બ લ અને શિથિલ બનતા જ્ઞાનતંતુઓ ચેતનવંતા બની કાર્યશીલ થાય છે. નાડીઓમાં કફ અને આમ દૂર થઈ નાડીઓ મળરહિત, મૃદુ અને પુષ્ટ બને છે. આથી વાતવિકારને લીધે થતો બરડાનો દુઃખાવો અને કટિવાયુ મટે છે.

4. કરોડ અને બસ્તીપ્રદેશના જ્ઞાનતંતુઓની નાડીઓ નીરોગી અને કાર્યક્ષમ બને. 5. ઉદરની આગલી દિવાલના સ્નાયુઓ સંકોચાવાથી ઉદર પ્રદેશમાં આવેલ પેટની અંદરના અવયવો જેવાં કે જઠર, આંતરડાં, કલેજુ, બરોળ, મૂત્રપિંડ વગેરે સબળ બને.  6. પાચક રસોનો સ્ત્રાવ ઝડપથી થવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત બને છે. પાચનશક્તિ વધે છે. કફ, આમ અને મેદ નાશ પામે છે. પેટના સ્નાયુઓ પણ સબળ બને. પેટ ને કમર પરનું મેદ ઓછું થાય. ઉદર કૃશ બને છે તથા નૌલીકર્મ કરવામાં સહાયતા મળે છે.  7. મંદાગ્નિ, કબજિયાત, અજીર્ણ, ઉદર રોગ, કૃમિ, વિકાર, સળેખમ વગેરે રોગો મટે છે. જાતીય નબળાઈ દૂર થાય છે. સાયટિકા ના દર્દમાં આ આસનથી ફાયદો થાય છે.

8. આ આસનથી ગર્ભાશયમાં રક્તાભિસરણ થવાથી એનાં છિદ્રો ખુલ્લાં થાય છે. ઓછા પ્રમાણમાં કે અનિયમિત આવતું માસિક સમયસર યોગ્ય પ્રમાણમાં અને વિના કષ્ટે આવે છે.  9. પશ્ચિમોત્તાનાસન કર્યા પછી શરીર હલકું લાગે છે. કુંડલિની શક્તિની જાગૃતિ માટે આ આસન શ્રેષ્ઠ છે. મનની શાંતિ તથા ચિત્તની સ્થિરતામાં આ આસનથી ખુબ મદદ મળે છે.  10. ઊંચાઈ વધારે છે.

પશ્ચિમોત્તાનાસન આસનની રીત : 1. આ આસનની શરૂઆત પગ લાંબા રાખી અથવા ચત્તા સૂઈને કરી શકાય છે. અંતિમ સ્થિતિ બંને રીતમાં એકસરખી જ થાય છે આ આર્ટીકલ માં ચત્તા સૂઈને આસન કેમ કરી શકાય તેનુ વિસ્તૃતમાં વર્ણન કરેલું છે. 2. સૌ પ્રથમ ચત્તા સૂઈ જાઓ. હાથ માથા તરફ લંબાવીને રાખવા . બંને પગ ભેગા રાખી લાંબા કરવા . 3. પછી માથા તરફથી બંને હાથ ઉઠાવીને ઊંચા કાટખૂણે ઊભા કરવા . અને તરત જ જમીનથી માથું ને ગરદન ઊઠાવી બંને હાથ બંને સાથળ ઉપર આવે તેમ કરો. ગોઠણમાંથી પગ વળે નહીં તેનું ધ્યાન રાખો. પછી પીઠ ઊંચકીને હાથને પગના પંજા તરફ લઈ જાઓ.  4. હવે કમર ઊઠાવી પગના કાંડા પકડી ધડને આગળ લંબાવો અને ગોઠણ તરફ માથું નીચું નમાવો. 5. અંતમાં ડાબા પગના અંગૂઠાને આંકડો ભરવો. તેવી જ રીતે જમણા પગના અંગૂઠાને આંકડો ભરવો. પછી બંને હાથની બંને કોણી બંને બાજુ જમીનને અડાડી દો. માથું નીચું નમાવીને બે પગ વચ્ચે મૂકી દો અગ ર નાક અડાડી દો. અહીં આ આસન પૂરું થયું. 6. આ આસનનો સમય 15 સેકન્ડ થી ક્રમે ક્રમે વધારીને ત્રણ મિનિટ સુધી કરી શકાય. શ્વાસોચ્છવાસ સ્વાભાવિક રીતે ચાલવા દેવો. પણ ધડને જ્યારે ગોઠણ તરફ નમાવવામાં આવે ત્યારે રેચક કરતાં કરતાં નમાવવું અને પછી શ્વાસોશ્વાસ સ્વાભાવિક રીતે ચાલુ રાખવો. 7. આ આસનની રીતમાં ભાગ 2-3 માં બતાવેલ ત્રણચાર આવર્તનો કરવાથી કરોડ સહેલાઈથી વાળી શકાય છે. તેથી થોડા દિવસ એનો મહાવરો કરવો જોઈએ. પછી સહેલાઈથી થઈ શકશે.

પશ્ચિમોત્તાનાસન આસન કરતી વખતે રાખવી પડતી સાવધાની : (1) કરોડ અક્કડ હોય તેનું માથું સામાન્ય રીતે ગોઠણને અડતું નથી. તેમ જ જેમનું પેટ મોટું હોય તેમને માટે પણ તે અશક્ય છે. પરંતુ શરૂઆતમાં કરોડ જેટલી વળે તેટલી વાળીને જ સંતોષ માનવો. પરાણે કે આંચકો મારીને વાળવાનો પ્રયત્ન હરગીજ ન કરવો.  (2) મોટી ઉંમરના હોય તેમની કરોડ અક્કડ થઈ ગઈ હોય છે એટલે તેમણે આ આસન ધીમે ધીમે ને કાળજીપૂર્વક કરોડની અક્કડતાનું ધ્યાન રાખીને કરવું અને આસન કર્યા પછી કરોડમાં દુઃખાવો ન થવો જોઈએ અથવા આ આસન કરવાને લીધે બેચેનીનો અનુભવ ન થવો જોઈએ.  (3 )ગર્ભ રહ્યાના ત્રણ મહિના થયા હોય તેણે આ આસન કરવું નહીં.  (4) સારણગાંઠ તથા એપેન્ડીસાઈટીસ વાળા દર્દીઓએ આ આસન કરવું નહીં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here