મત્યાસન આસન કરવાના ફાયદા વિષે વધુમાં જાણો અને શેર કરો

0

મત્યાસન આસન વિષે વધુમાં માહિતી જાણવા આગળ પૂરેપૂરું વાંચો : મત્સ્ય એટલે અર્થ માછલી. આ (મત્યાસ્ન)આસનમાં શરીરનો આકાર માછલી જેવો થતો હોવાથી તેને મત્સ્યાસન કહેવામાં આવે છે. આ આસન કરનાર વ્યક્તિ પ્લાવિની પ્રાણાયામની મદદથી પાણીમાં લાંબો સમય સુધી તરી શકે છે તેથી પણ એને મત્સ્યાસન કહેવામાં આવે છે.મૂળ સ્થિતિ : મૂલાયમ આસન અથવા ચટાઈ પાથરી પદ્માસનની સ્થિતિમાં સૌ પ્રથમ બેસવું.

મત્યાસન આસન કરવાની રીત : (1) સૌ પ્રથમ પદ્માસનની સ્થિતિમાં બેસવું. (2) પીઠ પર હાથની કોણીનો ટેકો લઈને ચત્તા સૂઈ જાવ (3) બન્ને હાથની હથેળી કાન પાસે ગોઠવી દો. (4) હાથની હઠેળી ના ટેકા વડે પીઠ અને છાતીને જમીનથી ઉપર તરફ ઉઠાવો. (5) આ સ્થિતિમાં તમારું માથું પીઠ તરફ આવશે એ રીતે રાખવું (6) હવે ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો પકડો અને જમણા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડવો . આ સમયે કોણીઓ જમીનને અડેલી રાખવી.(7) શ્વાસોચ્છવાસ સામાન્ય રાખો એટલે સ્વાસ ધીમે ધીમે રાખવો એકદમ શ્વાસ ન લેવો. (8) લગભગ અડધા થી એક મિનીટ સુધી આ સ્થિતિમાં રહ્યા પછી ધીમેથી ઉલટા ક્રમમાં આસન છોડી મૂળ સ્થિતિમાં આવવું . (9) આસનમાં થી પાછા ફરતી વખતે બન્ને હાથ ફરી કાન તરફ ગોઠવી ધીમેથી ગરદન સીધી કરવાની. (10) શરીર ઢીલું મૂકી દેવું ત્યારબાદ બન્ને પગને વારાફરતી પદ્માસનમાંથી છોડી સીધા કરવા આ રીતે આસન કરવું બને એટલે નિરાંત રાખવી આસન કરવામાં ઉતાવળ ન કરવી

આ આસન કરતી વખતે ધ્યાનમાં રાખવા ની બાબતો : હથેળીના કે કોણીના ટેકા વગર ગરદન ન વાળવી જોઈએ. આસનમાંથી પાછા ફરતી વખતે હાથનો ટેકો લેવો જોઈએ . શ્વાસોચ્છવાસ સામાન્ય રાખવા અને કોઈ ઉતાવળ કરવી નહિ શ્વાસ લેવામાં ખાસ ધ્યાન રાખવું. કરોડરજ્જુની તકલીફવાળા વ્યક્તિઓ એ નિષ્ણાતની સલાહ મુજબ આ આસન કરવું સલાહ વગર આ આસન ન કરવું જોઈએ . છાતી અને ગળામાં વધુ દુ:ખાવો કે બીજા કોઈ રોગ હોવાની સ્થિતિમા આ આસન કરવું યોગ્ય નથી ડોક્ટરની સલાહ લેવી . આ આસન ખૂબ જ સાવચેતી પૂર્વક કરવું કેમકે આ આસનમાં ગરદન મરડાઈ જવાની બીક રહે છેએટલે આ આસન કરતી વખતે ઓઈ ઉતાવળ ના કરવી જોઈએ.

આ આસન કરવાથી થતા ફાયદા વિષે જાણવું એટલું જ જરૂરી છે જેટલું આસન કરવું : આ આસનની શરૂઆત પદ્માસનથી થતી હોવાથી તેના પણ ફાયદા આ આસન કરનારને મળે છે એટલે કે પદ્માસન કરવાના ફાયદા પણ’ થાય છે . છાતીની આસપાસ જમા થતી બિનજરૂરી ચરબી અટકે છે એટલે કે જમા થતી નથી . ફેફસામાં ઑક્સિજન વધું પ્રમાણ માં પહોંચે છે. શુદ્ધ લોહીનું પરિભ્રમણ વધે છે. શરીરની પાંસળીઓ મજબૂત બને છે. ખભાના સ્નાયુઓ ઉલટી દિશામાં ખેંચાતા હોવાથી ગરદન અને ખભાના સ્નાયુઓનું અક્કડપણું દૂર થઈ માલીસ જેવો લાભ થાય છેશરીરમાંથી આળસ દુર થાય છે . ચેતાતંત્ર માટે આ આસન ખૂબજ લાભદાયક આસન છે કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને છે. પગ પદ્માસનમાં વળેલા હોવાથી પદ્માસનના લાભ ઉપરાંત નીચેના પેટ પાસેના સ્નાયુઓ ખેંચાવા થી આંતરડાને કસરત મળે છે. આંતરડામાં ભેગો થયેલ મળ નીચે ધકેલાય છે.

એથી મળ શુદ્ધિ માટે આ આસન ઉપયોગી છે. આ આસન પછી ઉડ્ડિયાન બંધ અને નૌલિ ક્રિયા કરવાથી મળની સંપૂર્ણ શુદ્ધિ થાય છે.  પાચનતંત્ર કાર્યક્ષમ બનવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત બને છે. ભૂખ લાગે છેમગજના કોષો ઉત્તિજિત થાય છે. આ આસનથી બુદ્ધિનો ખુબ વિકાસ થાય છે. કમરના દુઃખાવામાં આ આસનથી રાહત મળે છે સામાન્ય કમરનો દુખાવો દુર થય છે. દમના રોગીઓ માટે આ આસન ખૂબ જ ઉપયોગી બને છે . પેટ માટે આ આસન ખૂબ જ લાભકારક બને છે. આ આસનથી આંતરડાં વધુ સક્રીય ને છે અને કબજીયાત ની બીમારી દુર થાય છે. ગળામાંની ગ્રંથીઓ મજબુત થાય છે. ફેફસાં અને કાકડા જેવા ગળાના રોગોમાં ફાયદો થાય છે. મળ શુદ્ધિ માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે.  આ આસનથી દમ, ક્ષય, ક્રોનિક બ્રોનકાઈટીસ જેવા રોગોમાં અસાધારણ રાહત મળે છે.

સખત સળેખમ પણ કાલાંતરે આ આસનથી મટે છે આ આસનથી પાચન તંત્ર કાર્યક્ષમ બનવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત બને છે. ભૂખ લાગે છે. સ્ત્રીઓનાં માસિકનું દર્દ તથા માસિકની અનિયમિતતા આ આસનથી દૂર થાય છે આ આસન નિયમિત કરવાથી માસિક પણ નિયમિત થાય છેમાથાનો શિખાવાળો ભાગ જમીનને અડે છે ત્યારે ગુરુત્વાકર્ષણથી ગરદન, મુખ અને માથામાંથી લોહી ઉપર ધકેલાય છે. એમ થતાં મસ્તકના ભાગમાં લોહીનો સંચાર થાય છે. જેથી મસ્તકમાં આવેલ પીટ્યુટરી અને પીનીઅલ ગ્રંથિઓને પોષણ મળે છે. એથી બુદ્ધિનો વિકાસ થાય છે.  ખભાના સ્નાયુઓ ઉલટી રીતે ખેંચાવાથી છાતી અને ફેફસાં વિકસે છે. પ્રાણવાયુ વધુ પ્રમાણમાં અંદર જાય છે. શુદ્ધ લોહીનું પરિભ્રમણ વધે છે. ફેફસાં અને કાકડા જેવા ગળાના રોગોમાં ફાયદો થાય છે. સ્ત્રીઓનાં માસિક દર્દો તથા માસિકની અનિયમિતતા આ આસનથી દૂર થાય છે. અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવ  વા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here