તમારો ફોન પાણીમાં પડી જાય ત્યારે તરત કરો આ કામ ફોનને કઈ નહિ થાય

0

ઘરમાં કે બહાર અકસ્માતે તમારો મોંઘો સ્માર્ટફોન પાણીમાં પડવો ખરાબ છે. આ સમયે તમને ખુબ દુખ થતું હશે. કારણકે તમારા તમામ મહત્વની જાણકારી ફોન ખરાબ થવાના કારણે ગુમાવાનો ડર રહે છે. પરંતુ આવા સમયે ધીરજ રાખવી જોઈએ અને તરત જ કોઈ ખોટી એક્શન ન લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. 

ફોન પાણીમાં પડે કે તરત જ આ કામ કરો

  • સૌ પ્રથમવાર તમારા ફોનને સ્વિચ ઓફ કરી દો.
  • ફોનમાંથી સિમ કાર્ડ મેમરી કાર્ડ અને અન્ય કોઈ કવર હોય તો હટાવી દો.
  • ફોનની બેટરી પણ કાઢી નાખવી.
  • કોઈ પણ કપડાથી કે કાગળથી ફોનને સુકાવવાનો પ્રયત્ન કરો.
  • ફોન વધારે ભીનો થયો હોય તો વેક્યૂમ ક્લિનરનો પણ ઉપયોગ કરી શકાય છે.
  • સૂકા ચોખામાં ફોનને રાખી દો. ચોખા પાણીનું શોષણ કરવામાં સૌથી ઝડપી હોય છે.

તમારો સ્માર્ટ ફોન પાણીમા પડે ત્યારે આ પાંચ કામ ક્યારેય ન કરશો.

  • ફોનને ઉંધો ક્યારેય ન કરશો. ફોનનું કોઈ પણ બટન ન દબાવવું.
  • ફોનને ઝટકા ન મારવા જોઇએ .
  • તેને ખોલવા માટેનો પ્રયત્ન ન કરવો જોઇએ .
  • ફૂંક મારીને સૂકવવાનો પ્રયત્ન ન કરવો.
  • ફોનને ઠંડો કે ગરમ કરવા ફ્રીઝ કે માઈક્રોવેવમાં ન રાખવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here