ઉનાળામાં એ.સી વગર ઘરને ઠંડુ રાખવાની ટીપ્સ

0

સૂર્યના આકરા તાપને લીધે  પડતી ભરપુર ગરમી કોઈપણ માણસના શરીરમાંથી ઊર્જા અને  શક્તિ શોષી લે છે. આ ઉનાળામાં ખુબ ગરમી પડવા લાગી છે ત્યારે દરેક લોકો   એરકન્ડિશન્ડ અને એરકૂલરમાં રહેવાની અઆદ્ત પડી ગય છે તેના વગર  દિવસ અને રાત્રિ પસાર કરવા અશક્ય બની ગયા છે.આવિ ગરમીમાં તો પંખા  જાણે કોઈ અસર જ  નથી કરતા. જો કે  અમુક ટીપ્સ એવી છે જેને કારણે  અમુક અંશે ઘરમાં  ઠંડક રાખવી શક્ય બને એ પણ એ,સી વગર. જો અમુક તકેદારીઓ રાખવામાં આવે તો ઘરમાં ઠંડક શક્ય બની શકે છે અને તમે ઘરમાં એસી વગે રહેતા શીખી શકો છે.

ઉનાળામાં હાથ-પગને કાળા પડતા અટકાવવા આ રીતે કાળજી રાખો

સૌ પર્થમાં તો તમારા ઘરનું  છાપરું એ મુખ્ય સમસ્યા છે. છાપરું જ  ગરમીને શોષે છે અને આખા ઘરમાં ગરમી  ફેલાવે છે. જો છાપરુ સહેજ લીલુછમ રાખશો તો લીલોતરી તમારા ઘરમાં  ગરમી શોષી લે છે. આ ઉપરાંત જો તમે ઘરને  કલર કરાવવાનું વિચારી રહ્યા છો તો સફેદ રંગની જ  પસંદગી કરો. સફેદ રંગ સૂર્યના  કિરણોનું   પરાવર્તન કરે છે અને આને કારણે  દિવાલોમાં ગરમીનો સંગ્રહ  ઓછું થાય છે. અને ઘરમાં ઠંડક બની રહે છે.

આ  વાતનું ખાસ  ધ્યાન રાખવું   કે ઉનાળા દરમિયાન ઘરની  બારીના પડદા દિવસ દરમિયાન બંધ રાખવા.  શક્ય હોય તો બારી જ બંધ રાખો. બારી મારફતે ગરમીના મોજા ઘરમાં  પ્રવેશે છે. બારી ખુલી રાખશો તો તમારા ઘરમાં તડકો પ્રવેશશે એનાથી રાત્રે રૂમ ગરમ થશે આથી બને ત્યાં સુધી રૂમની બારી તેમજ પડદા બંધ રાખવા તમે બારી ખોલવા માગતા હો તો એ સૂરજ ઢળી જાય પછી જ ખોલવી. ઘરની બારીમાં જો કોઈક રીતે બાંબુની બનાવટનો  આડશ તરીકે ઉપયોગ કર્યો હશે તો એનાથી વધુ રાહતનો અનુભવ તમે કરશોે.  બાંબુ  ગરમીનો  પ્રતિકાર કરવાનો  શ્રેષ્ઠ વિકલ્પ છે.  બને ત્યાં સુધી તમારા ઘરમાં એક બામ્બુ નો રોપો વાવવો જોઈએ

આ પણ વાંચો: કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

જો  ઘરમાં  નાના છોકરાઓ ઠંડક મેળવવા માટે રેફ્રીજરેટરનું  બારણું  ખોલીને ેની પાસે ઉભા રહેતા હોય તો એમને આમ કરતા અટકાવો. હકીકતમાં  આમ કરવાથી થોડીક ક્ષણો માટે જ ઠંડક લાગશે. ત્યારબાદ  એકંદરે ઘરની અંદર ગરમીનું  પ્રમાણ વધશે અને  જો ફ્રીજનો દરવાજો લાંબા સમય સુધી ખુલ્લો રાખવામાં આવે તો ફ્રીજની મોટર વધુ ઝડપથી કામ કરે છે જેને કારણે રૂમના  તાપમાનમાં  અધિક વધારો થાય છે અને રૂમમાં ગરમી વધે છે.

સુતરાઉ  કાપડ ગરમીની સીઝનમાં પહેરવાનું આગ્રહ  રાખવો જોઈએ. તામ્રા રૂમની  બેડશીટ અને ગલેફમાં શક્ય હોય ત્યાં સુધી સુતરાઉ કાપડનો વપરાશ કરો. બને ત્યાં સુધી ઉન ના વસ્ત્રો ન પહેરવા જોઈએ  આકર્ષક રંગોમાં સોફ્ટ કોટનના કપડાને કારણે રૂમમાં દિવસ દરમિયાન સહેજે ઠંડક રહેશે અને આંખોને પણ ગમશે. સફેડ રંગ ખુબ ઠંડો માનવામાં આવે છે આથી સફેદ રંગના કપડાનો ઉપયોગ વધારે પડતો કરવો જોઈએ

દિવસ દરમિયાન  ઘરમાં  એક્ઝોસ્ટ ફેન ઓન કરી દેવાથી ગરમીમાં આંશિક રાહત મળશે અને ઘરની અંદરની ગરમ હવા બહાર ચાલી જશે અને રૂમ ઠંડો થઈ જશે . આ ઉપરાંત શક્ય હોય તો ઘરમાં વેન્ટીલેશન ક્રોસ રાખો. આને કારણે હવા એક દિશામાંથી હવા  અંદર આવશે અને બીજી દિશામાંથી બહાર ચાલી જશે.

હોમ  એપ્લાયન્સનો  ઉપયોગ કર્યા બાદ આ ઉપકરણોની મેઈન સ્વીચ બંધ કરી દેવી જોઈએ આ ઉપકરણમાંથી નીકળતા વિકિરણો અને વિદ્યુતચુંબકીય મોજા ઓરડાની ગરમીમાં  વધારો  કરે છે.  એલઈડી  બલ્બનો ઉપયોગ કરવો. પરંપરાગત યેલ્લો બલ્બને બદલે એલઈડી બલ્બના વપરાશથી ઘરમાં  ઠંડક જાળવી રાખે  છે.

આયુર્વેદની રીતે ઠંડા અને ગરમ પદાર્થ વીશે માહિતી વાંચો

ઘરની  અંદર શક્ય હોય એટલા પ્રમાણમાં વધુમાં વધુ  ફૂલો વાવવા જોઈએ. ફૂલના કારણે ઘરમાં  ગરમીમાં  અને આંખોને પણ  ઠંડક મળશે. આને  કારણે ઘરની અંદરની  સુંદરતા પણ વધશે અને ઘર ખીલી ઉઠશે.

ઘરને ઠંડું કરવા માટે,દીવાલ ઠંડી રાખો. સવારે અથવા સાંજે ઘરની દીવાલ ઉપર પાણીનો છંટકાવ કરવો, અથવા દીવાલ ઉપર ટાટ રાખો. તેનાથી ઘરની દિવાલોનું તાપમાન ઓછું થાય છે. ઠંડક માટે ખસની ટાટના ટુકડાને પાણીમાં પલાળીને લટકાવવાથી ઘરમાં ઠંડક જળવાઈ રહે છે. આ સિવાય ટપ અથવા ડોલમાં પાણી ભરીને રાખવાથી પાણી સાથે પંખાની હવા અથડાઈને ઘરને ઠંડક આપે છે. તેમજ ઘરમાં જરૂર પુરતી જ લાઈટનો ઉપયોગ કરવો તેમજ તમારા ઘરની છત  ઠંડી રાખશો તો પણ ઘરમાં ઠંડક જળવાઈ રહેશે.

તો આ હતી ઘરને કુદરતી રીતે ઠંડક રાખવાની ટીપ્સ આવી જ અવનવી ટીપ્સ (કિચન ટીપ્સ, હોમ ટીપ્સ, રસોઈ ટીપ્સ, કુકિંગ ટીપ્સ, હેલ્થ ટીપ્સ, રસોઈ રેસીપી ) મેળવવા અમારા ફેસ્બુલ પેઝને અત્યારેજ લાઇક કરો અને આ પોસ્ટ બને એટલી વધુમાં વધુ શેર કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here