દરેક મહિલાઓને દરરોજ એક જ પ્રશ્ન હેરાન કરે છે શું રસોઈ બનાવવી દરેક મહિલાઓ એવું ઈચ્છે છે કે ઝટપટ રસોઈ બની જાય જો તમે પણ ઝટપટ રસોઈ બનાવવા માંગો છો તો નોંધી લો આ રેસીપી
વેજીટેબલ પુલાવ બનાવવા માટે જરૂરી સામગ્રી
- 1 બાઉલ પલાળેલા ચોખા
- 3 ચમચી ઘી
- સૂકા લાલ મરચા
- 1 નંગ ડુંગળી સ્લાઈસમાં કાપેલી
- 2-3 કળી લસણ
- 1 ટમેટું ઝીણું સમારેલું
- 2 ટેબલ સ્પૂન ઝીણું સમારેલું કેપ્સીકમ
- 5 (6 નંગ) કાજુ ના ફાડા
- 1 નંગ ગાજર
- 1 નંગ બટાકુ
- 1 વાટકી લીલા વટાણા
- 1 લીલા મરચા ના ટુકડા
- 5/6 મીઠા લીમડા ના પાન
- 1 વાટકી દહીં
- 1 ચમચી મીઠું
- 1/2 ટીસ્પૂન હળદર
- 1 ટીસ્પૂન જીરુ
- 2 ટુકડા તજ
- 2 લવિંગ
- 5-6 નંગ આખા મરી
- 1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
- 1 ચમચી ધાણાજીરું
- 1 ચમચી કિચન કિંગ મસાલો
- જરૂર મુજબ પાણી
- ગાર્નિશ કરવા માટે કોથમીર
વેજીટેબલ પુલાવ બનાવવા માટેની રીત: એક કુકરમાં ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં જીરું તજ લવિંગ મારી સુકા લાલ મરચા હિંગ નાખી ને સમારેલી ડુંગળી નાખી ને સાતડી લેવી. ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં જીણુ સમારેલુ લસણ સમારેલા કેપ્સીકમ લીલા મરચા ના ટુકડા, કાજુ ના ટુકડા નાખી ને બે ત્રણ મિનિટ સુધી સાતળી લેવું. હવે તેમાં સમારેલા ટામેટાં નાખી હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરૂ કિચન કિગ મસાલો મીઠું મીઠા લીમડાના પાન નાખી ટમેટાને ચડવા દેવા. હવે તેમાં દહીં નાખી ને મિક્સ કરી લેવુ ત્યારબાદ તેમા સમારેલા વેજીટેબલ નાખી દેવા ઘી છુટુ પડે ત્યા સુધી થવા દેવું. હવે તેમાં બે ગ્લાસ પાણી નાખી ઉકળવા દેવું ઉકળી જાય પછી તેમાં પલાળેલા ચોખા નાખી ને મિક્સ કરી લેવું એક બે મિનિટ ઉકળવા દેવું ઉકળવા જાય પછી કુકરનું ઢાંકણ ઢાંકી બે સીટી કરી લેવી. તો તૈયાર છે વેજીટેબલ પુલાવ સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરી ગરમ ગરમ પુલાવ સર્વ કરવા.
