ઉપયોગમાં આવે તેવી કામની કિચન ટીપ્સ

ઊનનાં કપડાં પરથી તેલના ડાઘ દૂર કરવા ડાઘ પર દહી રગડી થોડી મિનિટ રહેવા દો પછી સાબુના પાણીથી ધોવું , હુંફાળા પાણીમાં લીંબુ નીચોવી અથવા વિનેગર નાંખી થર્મોસ ધોવાથી તેમાંથી ગંધ દૂર થશે .  મચ્છરના ત્રાસથી બચવા ‘ ગુડનાઈટ ’ પેટાવતી વખતે ટીકડી ખલાસ થઈ ગઈ હોય તો મુંઝાશો નહી . બે – ત્રણ લસણની કળી લઈ ગુડનાઈટ મશીનમાં મૂકી દો . અસરકારક પરિણામ આવશે ,

ચાકુ પરથી કાટના ડાઘ દૂર કરવા તેના પર કાંદા ,ફોટા પર ટેલકમ પાવડર લગાડી આલ્બમમાં ચોટાડવા જેથી પ્લાસ્ટિક ફોટા પર ચોટી ન જાય .

બાળકને માટી , ચોક ખાવાની આદત હોય તો પાઘસી સ્વચ્છ મુલાયમ ભીના કપડાંથી લૂછી નાંખવું .

કટિંગ બોર્ડ પરથી કાંદા – લસણની ગંધ દૂર કરવા કટિંગ બોર્ડ પર અડધા લીંબુનું ફાડિયું ઘસી દેવું .

રૂની વાટને વિનેગરમાં પલાળી પ્રગટાવવાથી લાંબો સમય સુધી પ્રગટશે

ગાજરના બારીક ટુકડા કરી પાણીમાં ઉકાળી તેને છૂંદી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચાનો રંગ નિખરશે .કેલું કેળું મધમાં મસળી દિવસમાં બે વાર ખવડાવવાથી આ આદત છૂટી જશે .

જીભ પર છાલાં પડ્યાં હોય તો કપૂર અને કાથો મેળવી છાલાં પર લગાવવાથી તે મટી જશે. 

સૂકા મેવાને પ્લાસ્ટિકની થેલીમાં ભરી ફ્રીજમાં રાખવાથી તે લાંબા સમય સુધી તાજાં રહેશે . 

નકલી આભૂષણોના ડબ્બામાં ચોકનો ટુકડો મૂકી દેવાથી આભૂષણો કાળાં નહીં પડે .

–> મેથીની શાકની કડવાશ હટાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો, ખૂબ વધુ પ્રમાણમાં ટામેટાંનો સંગ્રહ કરવો હોય વાંચવા અહી ક્લિક કરો, કાપેલા સફરજન કાળા ન પડે એ માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો,

મસાલાને લાંબા સમય સુધી જાળવી રાખવા બરણીમાં હિંગનો ટુકડો મૂકી દો . લવિંગ અને તુલસીવાળી ચા બનાવીને પીવાથી કાકડાનો સોજો દૂર થાય છે . 

પુસ્તકો તથા કાગળોમાં સૂકવેલાં લીમડાંના પાન મૂકી રાખવાથી પુસ્તકોમાં જીવડાં નહીં થાય .  મધની શીશીમાં મરીના બે – ત્રણ દાણાં નાંખી ઢાંકણું બરાબર બંધ કરવાથી મધની બોટલ પર કીડીઓ નહીં ચડે .

પાતળી ભ્રમર પર નિયમિત એરંડિયું લગાડવાથી વાળનો જથ્થો વધશે અને ભ્રમર ભરાવદાર બનશે .  મીઠાને ભેજ ન લાગે તે માટે મીઠાની બરણીમાં થોડા ચોખાના દાણા નાંખી દેવા . 

બટાટા બાફતી વખતે પાણીમાં થોડું દૂધ નાખવામાં આવે તો બટાટાનો રંગ અને સ્વાદ એકદમ સારો થાય છે 

નેઈલપોલીશનું ઢાંકણું ન ખૂલતું હોય તો તેને થોડીવાર ગરમ પાણીમાં રાખવાથી ઢાંકણું તરત ખૂલી જશે .

Leave a Comment