હું 23 વરસની યુવતી છું હું ઘરે ફેસિયલ કરવા માંગું છું

0

દરેક મહિલાઓ નાના મોટા પ્રસંગ માં પાર્લરમાં ફેસિયલ કરાવવાનું પસંદ કરતી હોય છે જો તમે ઘરે પાર્લર જેવું ફેસિયલ કરવા માંગતા હોય તો આ આર્ટીકલ જરૂર વાંચજો હું 23 વરસની યુવતી છું મને ઘરગથ્થુ ફેસિયલ કરવું છે. તો તેની યોગ્ય રીત જણાવશો.

હું ૧૯ વરસની યુવતી છું. મારા ચહેરાની ત્વચા ‘ટી ઝોન’ છે. મને એવો કોઇ ફેસપેક જણાવો  જેનાથી મારી ત્વચા સામાન્ય થઇ જાય. મારા વાળમાં ખોડો  થતો હોવાથી કારણે કપાળ પર ફોડલીઓ થાય છે તે જાણશો. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.

જવાબ: ‘ટી ઝોન’ એટલે કે મિશ્રિત ત્વચા જેમાં સામાન્ય રીતે કપાળ, નાક તથા હડપચીનો ભાગ તૈલીય અને ગાલનો ભાગ રૂક્ષ હોય છે. આ પ્રકારની ત્વચાની દેખભાળ બહુ સાવધાનીથી કરવી જોઇએ. તમારા વાળમાં પણ ખોડો છે અને ત્વચા પણ ‘ ટી ઝોન’ છે, જેથી કપાળ પર દાણા થવા સ્વાભાવિક છે. તૈલીય ભાગ પર મુલતાની માટી, અડધો ચમચો ચંદન પાવડર, એક ચમચો કપૂર  કાચલી (ન મળે તો અડધો ચમચો લીંબુનો રસ) કાકડી, ટામેટા અથવા સંતરાના રસમાં ભેળવી લગાડવું. રૂક્ષ ભાગ પર એક ચમચો ચંદન,  અડધો ચમચો મુલતાની માટીને કાચા દૂધ અથવા ઈંડાની પીળી જલદીમાં ભેળવીને લગાડવું. તૈલીય ભાગની સ્વચ્છતા માટે એસ્ટ્રીજન્ટ અથવા દૂધ, લીંબુ અને રૂક્ષ ભાગની ત્વચા માટે દૂધનો ઉપયોગ કરવો.

હું ૨૭ વરસની યુવતી છું. મારા વાળ સફેદ  થવાની શરૂઆત થવા લાગી છે. વાળમાં મહેંદી લગાડવાથી વાળ સખત થઇ જાય છે તેમજ હેર ડાઇ લગાડવાથી વાળમાં ખંજવાળ આવે છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.

જવાબ: અકાળે વાળ સફેદ થવાની સમસ્યા સામાન્ય થઇ ગઇ છે. ડાઇના ઉપયોગથી શક્ય હોય ત્યાં સુધી દૂર જ રહેશો. વાળની વધતી સફેદી રોકવા માટે ઘરગથ્થુ પેકનો ઉપયોગ કરશો. મહેંદી, એક ઇંડુ, આમળો, શિકાકાઇ,  બ્રાહ્મી  ભૃંગરાજ દરેક સામગ્રી એક-એક ચમચો લેવી સાથે થોડું ચાનું પાણી, કાથો, એક લવિંગ, એક કપ તાજું ઘટ્ટ દહીં ભેળવી વાળમાં લગાડવું સુકાઇ જાય બાદ વાળ ધોઇ નાખવા. અઠવાડિયામાં બે વાર કરવાથી ફાયદો થશે.

હું ૨૫ વરસની યુવતી છું. મને મેકઅપ ટિપ્સ આપશો.

જવાબ: સૌંદર્ય પ્રસાધનો હંમેશા ઉચ્ચ ગુણવત્તાયુક્ત  જ વાપરવા. મેકઅપ લગાડતા પહેલા બ્રશ અને સ્પંજ પણ સારી ગુણવત્તા ધરાવતા હોવા જોઇેએ. મેકઅપ કરતી વખતે કોઇ પણ સૌંદર્ય પ્રસાધન ચહેરા પર વધુ પ્રમાણમાં થોપવા નહીં.  શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવો.અને ત્વચા સાથે સારી રીતે એકસાર કરવું. જેથી મેકઅપ સ્વાભાવિક લાગે. લિપસ્ટિક દાંત પર ચોંટી જાય તો બન્ને હોઠની વચ્ચે તર્જની આંગળી રાખીને હળવેથી હોઠથી દબાવવી.

હું ૨૩ વરસની યુવતી છું. મને ઘરગથ્થુ ફેસિયલ કરવું છે. તો તેની યોગ્ય રીત જણાવશો.

જવાબ: ફેશિયલ  કરતા પહેલા ચહેરાની ત્વચા સાફ કરવીત્યાર બાદ ક્રીમથી હળવું માલિશ કરવું. ત્યાર બાદ ઉકળતા પાણીની વરાળ લેવી અને પછી નેપકિનથી નાક, ગાલ રગડવા. ત્યાર બાદ ચહેરા પર બરફ ઘસવો. અને મુલતાની માટીનો પેક લગાડવો. મહિનામાં એકવાર કરવું.  રીત ૨ : ફેસિયલ  બનાવવા માટે તમારે ત્રિફળા પાવડર લેવો પડશે. એક બાઉલમાં થોડો ત્રિફળા પાવડર લો અને તેમાં લીમડાના પાનનો પાવડર અને 2 ચમચી ચણાનો લોટ નાખો. પેસ્ટ બનાવવા માટે ગુલાબજળની મદદ લો. પેકને ચહેરા પર લગાવો અને તેને સુકાવા દો અને પછી તેને ઠંડા પાણીથી દૂર કરો. આ પછી, હર્બલ મોઇશ્ચરાઇઝર લગાવવા માટે નારિયેળ તેલની મદદ લો

હું ૩૦ વરસની મહિલા છું. મારા ચહેરા પર ઝાંય થઇ ગઇ છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.

જવાબ: સવાર-સાંજ ચહેરો ફેસ સ્ક્રબથી ધોવો અને તડકામાં જતા પહેલા સનસ્ક્રીન ક્રીમ લગાડવું. રાતના સૂતા પહેલા એએચએ યુક્ત ક્રીમ લગાડવું. ચોખાનો કરકરો લોટ, મસૂર દાળનો લોટ, ચંદન પાવડર, હળદર, મુલતાની માટી, સંતરાનો રસ ભેળવી પેસ્ટ બનાવી ઝાંય પર પાંચ-સાત મિનિટ  થપથપાવવું અને પાંચ મિનિટ પછી ધોઇ નાખવું. રોજ ૧૨-૧૫ ગ્લાસ પાણી પીવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here