બાળકોને ખવડાવો રાગીમાંથી બનતી અનેક વાનગીઓ રાગી ની ગોળપાપડી, રાગી અને કેળાની પેનકેક, રાગી ની રાબ, રાગીના બિસ્કીટ

0

હલ્કા ધાન્ય પાકો સૌથી જૂના અને જાણીતા પરંપરાગત ખોરાક છે. આ પાકોમા વિવિધ ધાન્ય જેમ કે બાજરી, જુવાર, બાવટો, ફોક્સટેલ બાજરી (કાંગ), લિટલ બાજરી (સામો), કોડો બાજરી (કોદરી), સામો (મોરૈયો) નો સમાવેશ થાય છે. આ ધાન્ય પાકો શુષ્ક ઝોનમાં તેમજ સીમાંત ઉત્પાદકતા વાળી જમીન માં સારી રીતે ઉછરે છે. હલ્કા ધાન્ય પાકો ટૂંકા સીઝન કારણે અનન્ય છે. તેઓનો વિકાસ વાવેતર બીજ થી માંડીને પરિપકવ થવો ૬૫ દીવસમાં છોડ લણણી માટે તૈયાર છે. ભારત હલ્કા ધાન્ય પાકોનુ સૌથી મોટું ઉત્પાદક છે. ભારતમા હલ્કા ધાન્ય કુલ ઉત્પાદન ૧૨૦૦ મીલીયન ટન જે ૮૫ મીલીયન હેક્ટર જમીનમા થાય છે.

રાગીની બિસ્કીટ બનાવવાની પધ્ધતિ નીચે મુજબ છે હલ્કા ધાન્ય પાકોનુ મુલ્યવર્ધન અને પ્રોસેસિગ ધ્વારા પોસ્ટ હાર્વેસ્ટ લોસીસ અટકાવી શકાય છે, ખેડુતો તેમજ ઉધૉગકારકોને આર્થિક વળતર વધુ મળે છે. જેથી ગ્રામ્ય સ્તરે સામાજીક અને આર્થિક ધોરણો સુધારી શકાય છે. આ ઉપરાંત પેદાશોની ગુણવત્તા અને સંગ્રહશક્તિમાં વધારો થાય છે. પેદાશો વધુ પોષણક્ષમ, સ્વાદિષ્ટ અને આકર્ષક બને છે. આ ઉધ્યોગ થકી રોજગારની તકો વધે છે તેમજ તેના નિકાસથી વિદેશી હુંડિંયામણ પણ કમાઇ શકાય છે

રાગીની બિસ્કીટ બનાવવાની: 1 કપ રાગી નો લોટ, 2 ચમચી ઘઉં નો લોટ, 1/2 કપ દળેલી ખાંડ, 1 ચમચી કોકો પાઉડર, 2 ચમચી દૂધ

સૌ પ્રથમ એક વાસણમાં રાગી નો લોટ, ઘઉંનો લોટ,દળેલી ખાંડ,કોકો પાઉડર ને ચાળી લો. હવે તેમાં ઓગાળેલું ઘી નાખો. બધું બરાબર મિક્ષ કરો. બરાબર મિક્ષ કર્યા બાદ તેમાં દૂધ નાખો અને લોટ બાંધો. હવે લોટ માંથી લુઆ કરો.લુઆ માંથી તમને ગમતાં આકાર આપો. મેં અહીં ચોરસ અને ગોળ આકાર આપ્યો છે.હવે કૂકર ને10 મિનિટ માટે પ્રિહીટ કરવા મૂકો. કૂકર ગરમ થાય એટલે ગ્રીસ કરેલી ટ્રે અથવા ધાતુ ના ડબ્બા માં બિસ્કિટ ને ગોઠવી ને બેક કરવા મુકો. 15 થી20 મિનિટ સુધી બિસ્કિટ ને બેક કરો. બિસ્કિટ બેક થઈ જાય એટલે તેને એર ટાઈટ ડબ્બા માં ભરી ને સ્ટોર કરો.

રાગી ની રાબ : રાગી ના લોટ ને એક જાડા વાસણ મા થોડુ ઘી નાખી ધીમા તાપે શેકી લો. પછી તેમા ગોળ નુ પાણી નાખી રાબ જેટલી જાડાઇ થાય ત્યા સુધી ઉકાળો.

રાગી માલ્ટ: રાગીને આઠ કલાક/ આખી રાત પાણીમા પલાણી, બીજા દિવસે પાણી નિતારીને ફળગાવવી. ત્યારબાદ તેને ટ્રે ડ્રાયરમાં ૬૦0સે. તાપમાને સુકવી, તેનો પાવડર બનાવીને રાગી માલ્ટ બનાવી શકાય છે, જે પોષક તત્વોથી ભરપુર અને પાચનમાં સરળ છે. આ રાગી માલ્ટ નાના બાળકો ને દુધમા તેમજ ગર્ભવતી મહિલાઓને આપી શકાય છે. તેમજ નીચે દર્શાવેલી વિવિધ પેદાશો બનાવવા ઉપયોગમા લઇ શકાય છે.

રાગી અને કેળાની પેનકેક : ગોળ અને ખાંડ લઇ તેને હુંફાળા દુધ મા ઓગાળો. હવે રાગી નો લોટ, ઘઉં નો લોટ અને ચોખાનો લોટ એક સરખા પ્રમાણ મા લઇ મીક્સ કરો. તથા કેળા ને છુંદી ને રાખો. હવે ગોળ અને ખાંડ ઓગળી જાય એટલે તેમા ધીમે ધીમે લોટ નુ મિશ્રણ ઉમેરો. રેડી શકાય તેવી જાડાઇ (pourable consistency) થાય એ પ્રમાણે ખીરુ તૈયાર કરવુ. હવે ખીરામા કેળાનો છુંદો અને એલચી પાવડર નાખી મીક્સ કરો. તવા ને ગરમ કરી ખીરા ને પાથરો. બન્ને બાજુ ઘી નાખી ગુલાબી શેકી લો.

રાગી ની ગોળપાપડી :રાગી ના લોટ ને એક જાડા વાસણ મા ઘી નાખી ધીમા તાપે શેકી લો. હવે તેમા સેકેલો અને વાટેલો ગુંદર, બદામ ની કતરણ, એલચી પાવડર તથા જાયફળ પાવડર નાખી બરાબર મીક્શ કરો. હવે ગેસ પરથી નીચે ઉતારી ગોળ ઉમેરો. મીશ્રણ ગરમ હોવાથી ગોળ ઓગળી જશે. તરત જ થાળી મા ઢાળી, ચોસલા પાડી લો.

રાગી ચીલા/પુડા એક વાસણમા રાગી નો લોટ, ઝીણા સમારેલા ડુંગળી, ટામેટા, મરચા તથા ધાણા, જીરુ અને મીઠું નાખી બરાબર મીક્સ કરો. હવે તેમા પાણી ઉમેરી સરળ (smooth)ખીરુ તૈયાર કરો. તવા ને ગરમ કરી ખીરા ને પાથરો. બન્ને બાજુ ઘી/તેલ નાખી ધીમા તાપે ગુલાબી શેકી લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here