ઉંડો શ્વાસ લેવાથી થાય છે ગજબના 5 ફાયદા

0

સારા બ્લડફ્લો , ગાઢ અને પૂરતી ઊંઘ તેમજ એકાગ્રતા માટે ઊંડા શ્વાસ લેવાની ટેવ પાડો

રોજ થોડા સમય માટે ઊંડા શ્વાસ લેવાથી તમારા સ્વાધ્યમાં સુધારો અને તંદુરસ્તીમાં વધારો થાય છે . જ્યારે આપણે ચિંતિત તકલીફમાં હોઈએ ત્યારે હૃદયના ધબકારા ઝડપી થઈ જાય છે . બ્લડફ્લો હદય અને મગજ તરફ ધસી જાય છે . તેનાથી બચવા માટે રોજ ઊંડા શ્વાસ લેવાનો અભ્યાસ કરવો જોઈએ ભલે સ્ટ્રેસ હોય કે ન હોય , પણ ઊંડા શ્વાસ લેવા જોઈએ . તેનાથી મન અને શરીરને આરામ મળે છે , ઊંઘ સારી આવે છે અને એકાગ્રતા વધે છે . • શરીરમાંથી ઝેરી તત્ત્વો ઘટે છે : ધીમા , ઊંડા અને લાંબા શ્વાસ લેવાથી સ્વભાવ શાંત બને છે . સારી અને ગાઢ ઊંઘ આવે છે . જો અનિદ્રાની તકલીફ હોય તો સૂતાં પહેલાં ઊંડા શ્વાસ લો . કાર્બન ડાયોક્સાઈડ પ્રાકૃતિક ઝેરી કચરો છે અને તે ઉચ્છવાસથી બહાર આવે છે ટૂંકા શ્વાસ દરમિયાન ફેફસાં ઓછા કામ કરે છે .

અન્ય અંગોને આ કચરાને બહાર ફેંકવા માટે વધારે મહેનત કરવી પડે છે . ઈમ્યુનિટી મજબૂત બને છે : ઊંડા શ્વાસ લેવાથી તાજો ઓક્સિજન મળે છે અને ઝેરી તત્ત્વો તથા કાર્બન ડાયોક્સાઈડ બહાર ફેંકાય છે . જ્યારે બ્લડ ઓક્સિજનેટેડ હોય છે ત્યારે શરીરની પ્રતિરક્ષા પ્રણાલી મજબૂત બને છે . શરીરનાં મહત્ત્વપૂર્ણ અંગો યોગ્ય કામ કરતા નથી . ક્લીન , ટોક્સિન – મુક્ત અને હેલ્થી બ્લડ સંક્રમણ ફેલાવતા તત્ત્વોનો નાશ કરે છે . પીડા ઓછી થાય છે : જ્યારે તમે ઊંડા શ્વાસ લો છો , ત્યારે શરીરમાં એન્ડોર્ફિન બને છે . આ ફીલ ગુડ હોર્મોન છે અને શરીર દ્વારા બનાવેલું એક પ્રાકૃતિક દર્દનિવારક છે . સ્ટ્રેસ ઓછો થાય છે ; ઊંડા શ્વાસ લેવાથી ચિંતાજનક વિચારો અને ગભરામણથી આરામ મળે છે . હાર્ટની ગતિ ધીમી પડે છે . આથી શરીર વધારે ઓક્સિજન લઇ શકે છે . હોર્મોન સંતુલિત રહે છે . કોર્ટિસોલનું લેવલ ઓછું થાય છે . આ એક સ્ટ્રેસ હોર્મોન છે . જ્યારે તેનું લેવલ શરીરમાં વધી જાય ત્યારે તે સૌથી વધુ નુકસાન પહોંચાડે છે . બ્લડફ્લો ઠીક થાય છે : ઊંડા શ્વાસ લેવાથી બ્લડફ્લોની ગતિ વધે છે . તેનાથી ઝેરી તત્ત્વો શરીર બહાર કાઢવામાં મદદ મળે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here