શરીરમાંથી ઝેર કાઢવા તેમજ કાંટો, કાચ કે ખીલી જેવું ચામડીમાં ઉતરી ગયેલું હોય તો ફાયદાકારક છે આૈસધી

ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને ….. આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને કરવા અહીં આ ઔષધીઓનો પરીચય તેમજ ઉપાય મુકવાનો હેતુ માત્ર માહિતીનો છે

(૧૨૭) રાઈ: રાઈ (અંગ્રેજી: Mustard; વૈજ્ઞાનિક નામ: Brassica juncea) તેલીબીયાં આપતી એક બારમાસી વનસ્પતિ છે, જે પોતાના નાના કદથી માંડીને લગભગ ૧૨૦ સે.મી.ની ઊંચાઈ સુધી વધી જાય છે, પરંતુ એનું બંધારણ કમજોર હોય છે. રાયડાનાં પાનનો રંગ લીલો અને ફૂલ પીળા હોય છે. રાઈના મુખ્ય ત્રણ પ્રકાર છે, કાળી, સફેદ અને લાલ. રાયતા, અથાણાં વગેરેમાં રાઈનો ઉપયોગ થાય છે, જે ખુબ જ શાસ્ત્રીય અને આરોગ્યપ્રદ છે.

બધી રાઈ તીક્ષ્ણ (પરંતુ કાળી અત્યંત તીક્ષ્ણ), ગરમ, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, રક્તપીત્ત કરનાર, કંઈક રુક્ષ, કફ અને પીત્તનો નાશ કરનાર, પેટના કૃમી, ખંજવાળ તથા કોઢ મટાડનાર છે. રાઈ ઘણી તીક્ષ્ણ અને ગરમ હોવાથી તેનો યોગ્ય પ્રમાણમાં જ ઉપયોગ કરવો જોઈએ. વધારે પડતી રાઈ જઠર, આંતરડાં વગેરે સમગ્ર પાચનતંત્રના અવયવો માટે હીતકારી નથી. યોગ્ય માત્રામાં લેવામાં આવે તો પાચનતંત્રને સક્રીય બનાવે છે.

પેટમાં ઝેર ગયાને થોડોક જ વખત થયો હોય તો ૧૦ ગ્રામ રાઈ ઠંડા પાણીમાં સારી રીતે લસોટી ૪૦૦ ગ્રામ પાણીમાં મેળવી પીવડાવવાથી, પ્રવાહી પેટમાં જતાંની સાથે જ ઉલટી થઈ અંદર ગયેલું વીષ બહાર નીકળી જશે.રાઈનું ચુર્ણ ઘી અને મધ સાથે મેળવી લગાડવાથી કાંટો, કાચ કે ખીલી જેવું ચામડીમાં ઉતરી ગયેલું હોય તે ઉપર આવી નીકળી જાય છે.

શરીરમાંથી ઝેર કાઢવા તેમજ કાંટો, કાચ કે ખીલી જેવું ચામડીમાં ઉતરી ગયેલું હોય તો ફાયદાકારક છે આૈસધી

Leave a Comment