September 28, 2021

રસોડું જ આપણું સાચું દવાખાનું છે દવાખાને જાવાની જરૂર નથી

રસોડું જ સાચું દવાખાનું છે રસોડામાં લોટ દાળની સાથે અનેક વ્યંજનો રાખવાનાં થતાં હોય છે જેના આપણા અનેક રોગોની દવા સમાયેલી હોય છે જે કોઈ આ ઔષધ વિષે નથી જાણતા હોતા આજે આપને આપણા રસોડામાં રહેલ અનેલ વ્યંજન વિષે જાણીશું જે ક્યાં રોગ માટે કેવી રીતે કામ કરે છે તેના વિષે વિસ્તૃતમાં માહિતી જાણીશું . ( ૧ ) સૌપ્રથમ પહેલું વ્યંજન એટલે મીઠું આના વગર દરેક વાનગી બે સ્વાદ લાગે છે મીઠું હંમેશા સિંધાલૂણનો ઉપયોગ કરો – સિંધવએ ઔષધ મીઠું છે. મીઠું વધારે પડતું નુકશાન પણ કરે છે. મીઠું દાંતમાં ઘસવાથી દાંત સડતા નથી ( ૨ ) આમલીઃ ઉનાળામાં ઉપયોગી છે . લૂ લાગે તો આમલી પાણીથી લૂ મટી જાય છે . માપમાં ખવાય -દૂધથી દૂર રખાય એટલે દૂધ સાથે અમલી ન લેવી જોઈએ એ નુકસાનકર્ક બને છે. આપણા દાદીમાં રોજ કહે છે ઉનાળામાં લુ થી બચવા આમલવારુ પીવું જોઈએ જેથી ભાર ઉનાળે ઓછી લુ લાગે છે ( ૩ ) તલ: તલ શરીરને બળ આપનાર છે. વાળ વધારનારા છે જે લોકોને વાળ ન વધતા હોય તેને તલનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. તેમજ દાંતના દુ : ખાવા દુર કરનાર છે . તેમાંથી શુદ્ધ લોહી બને છે . તેનાથી હાડકાં તથા સ્નાયુ મજબુત રહે છે . તેમાંથી ભરપુર કેલ્શિયમ મળે છે . ( ૪ ) સુવાદાણાઃ પેટની કોઈપણ તકલીફો માટે સુવાદાણા અકસીર ઈલાજ છે . સુવાદાણાનો પ્રયોગ છાશ તથા શાક , દાળના વઘારમાં કરાય છે . ( ૫ ) વરિયાળી : વરિયાળીના સેવનથી પિત શાંત રહે છે . તેનો મુખવાસ બને છે . સુખડીમાં પણ નખાય છે . તે પાચન કરનાર છે . ભુખ લગાડે છે અને મોંઢામાંથી દુર્ગધ દૂર કરે છે. આથી દરેક હોટલમાં જમ્યા પછી વરીયાળીનો જ મુખવાસ રાખવામાં આવે છે ( ૬ ) કોકમઃ આમ તો કોકમ – અમલીય છે . તે દાહ મટાડે છે પણ વધારે પડતો પ્રયોગ ખંજવાળ લાવે છે આમ વધારે પડતો પ્રયોગ ન કરવો જોઈએ માપસર કોકમનો ઉપયોગ કરવો જોઈએ . ( ૭ ) હિંગઃ રસોડાની રાણી કહેવાય છે . તેનાથી મધમઘાટ થાય છે . પેટના રોગો માટે અકસીર છે નાના બાળકોને પેટમાં વિટ આવતી હોય તો પણ હિંગનો ઉપયોગ કરવામાં આવે છે’.

( ૮ ) જીરું : જીરૂનો છાશમાં સૌથી શ્રેષ્ઠ પ્રયોગ થાય છે . જીરું મીઠું , મરચા , આદુ તેમજ શાક / દાળના વઘાર માટે તથા ચટણી માટે શ્રેષ્ઠ છે . તે તીખું, દીપન, ઠંડું અને લઘુ છે. તે એસિડિટી મટાડનાર, ભૂખ લગાડનાર, રુચિ જગાડનાર, મંદાગ્નિ પ્રદીપ્‍ત કરનાર, શરીરની ખોટી ગરમી દૂર કરનાર તેમજ ઝાડા અને અજીર્ણને રોકનાર છે. તે પેટનો આફરો અને વાયુગોળો દૂર કરે છે, ઊલટી અને મોળ અટકાવે છે, ભૂખ પ્રદીપ્‍ત કરે છે. બળ અને શકિત વધારે છે, તેમજ ચક્ષુષ્‍ય છે. આમ, સમગ્ર પાચનતંત્રના અવયવોને તે બળ આપે છે અને મજબૂત બનાવે છે. ( ૯ ) મીઠો લીમડો : આરોગ્ય વધારનાર છે . કઢી દાળમાં ઉત્તમ માનવામાં આવે છે છે . તે પેટના રોગોને શાંત કરનારો છે. ( ૧૦ ) હળદર જેટલાં કરીએ એટલાં ઓછા વખાણ . શરીરમાં તાવ , ઉધરસ , કળતર , દમ , અરૂચિ , ચામડીના રોગો વગેરે મટાડે છે. શરદી ઉધરસ માટે તો હળદર ને અકસીર ઈલાજ માનવામાં આવે છે

( ૧૧ ) લસણ વાયુ શામક છે . આયુર્વેદમાં લસણનું ખુબ જ મહત્વ છે . લસણ વિના રસોડું અઘરું ગણાય છે . તે મેદ ઘટાડનાર છે. લસણનો ઉપયોગ કાનના રોગ માટે પણ કરવામાં આવે છે ( ૧૨ ) આદુઃ મહોષધિ છે . ભુખ લગાડનાર છે . ચટણી તથા દાળનું શ્રેષ્ઠ વ્યંજન છે . માંદા માણસ માટે શ્રેષ્ઠ છે . આડું વાળી ચા દરેક લોકોને ટેસ્ટી લાગે છે( ૧૩ ) લીંબુ: લીંબુ વિના રસોડું અધુરું જાણવું . લીંબુ – તમામદાળ શાકચટણી – અથાણા માટે ઉપરી માણસ સ્વાદ આપનારું છે . ત્રિદોષહર છે . પેટના રોગોને શાંત કરનાર છે. ઝાડો ન ઊતરે ત્‍યારે : લીંબુના રસમાં જાયફળનો ઘસારો પીવો ( ૧૪ ) ફૂદીનો : ગળ્યા પદાર્થોના પાચન માટે ફૂદીનો સર્વશ્રેષ્ઠ છે . ફૂદીનાની ચટણી સરસ અને સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક છે . ( ૧૫ ) રાઈઃ રાઈ વિના વઘાર જ ન થાય . તે વાઈને મટાડનાર છે . બગલમાં બામલાઈ થઈ હોયતો રાઈના લેપથી તે મટી જાય છે. ( ૧૬ ) મરી : મરી પણ રસોડા માટે શ્રેષ્ઠ છે. મરી – તેજાના મસાલો છે . પ્રત્યેક વ્યંજનમાં મરીનો વપરાશ છે . કફ , વાયુ મટાડનાર છે. ( ૧૭ ) ગોળ : મધ મીઠો દેશી ગોળ રસોડા માટે શ્રેષ્ઠ છે . દૂધ સિવાય તમામ પદાર્થો સાથે ખવાય . જે નિત્ય ગોળ ખાય તેને બહુ ઓછાં રોગ થાય છે .

( ૧૮ ) અજમો ભોજન પચાવા માટે અજમો શ્રેષ્ઠ મસાલો છે. કેટલાંક ફરસાણો અજમો નાખવાથી જ સ્‍વાદિષ્‍ટ બને છે. અજમો સર્વત્ર સહજતાથી મળી શકે છે. કેટલીક વાયુકર્તા વસ્‍તુઓની સાથે અજમાનું ચૂર્ણ ભેળવીને ખાવાથી વાયુદોષ નડતો નથી, ઉપરાંત એનાથી બીજા પણ લાભ થાય છે. પેટના દુખાવા ઉપર : અજમાના ચૂર્ણની એક નાની ચમચી દિવસમાં બે વખત પાણી સાથે લેવી. ( ૧૯ ) મેથીઃ મેદ ઘટાડે છે . વાયુના રોગને શાંત કરે છે . નાયુના દુ : ખાવા મટાડે છે . તાવને શાંત કરે છે . પેટમાટે – પગનાદુઃખાવા માટે શ્રેષ્ઠ છે . ( ૨૦ ) મરચા : મરચા લીલા હોય લાલ હોય તેના વિના તેના સંભાર વિના ભોજન ગણાય . માપસર ખવાય તો કબજીયાત મટાડે છે . વધુ ખવાય તો દાહ થાય છે . ( ૨૧ ) ખારોઃ ઘરમાં રખાય – ક્યારેક ઉપયોગ કરાય – પેટમાં આફરો થયો હોય ત્યારે તેનું પાણી પીવાય .

( ૨૨ ) તજ , લવીંગ , એલચી , તમાલપત્રઃ આ તમામ વ્યંજન ભારતીય શ્રેષ્ઠ ઔષધિ સ્વરૂપની રસોડાની વાનગીઓમાં વપરાતી મસાલા શૃંખલા છે . તેનાથી કફ , ઉધરસ , દમ , તાવ , વાયુ , તાવ , ગળાના દુઃખાવા , માથાનાદુઃખાવા , સ્નાયુના દુઃખાવા , અરૂચિ , મંદાગ્નિ વગેરે શાંત થાય છે . ( ૨૩ ) ગંઠોડાઃ ગંઠોડા – પીપરીમૂળ – પાચક છે . કફને મટાડનાર છે . કમરના રોગને શાંત કરનાર છે . ( ૨૪ ) જાયફળઃ કોઈપણ કારણસર ઝાડા થઈ જાય તો જામફળ અને સુંઠ લેવાથી ઝાડા મટી જાય છે . ( ૨૫ ) જાવંત્રી : ખોરાકને પચાવનાર મસાલા વર્ગની વનસ્પતિનું બીજ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *