ફરાળી પાતરા, કેળાની ચિપ્સ, ઉપવાસ થાલીપીઠ, સાબુદાણાની ખીચળી બનાવવાની સરળ રીત

કેમ છો મિત્રો આજે આપને ફરાળી વાનગીની રેસીપી લઈને આવિયા છી જયારે કોઈને ઉપવાસ હોય ત્યારે ફરાળ શું કરશું તે પ્રશ્ન સતાવતો હોય આ ફરાળી વાનગી તમને જરૂર કામ લાગશે ઉપવાસના દિવસોમાં તો નીચે આપેલી તમામ વાનગીની રેસીપી જરૂર વાંચો અને ઘરે બનાવવાની કોશીસ કરશો રેસીપી સારી લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો

ફરાળી પાતરા: સૌ પ્રથમા આપણેફરાળી પાતરાબનાવવાની રેસીપી શીખીશું તો ફરાળી પાતરા બનાવવા માટે જરૂરી  સામગ્રી:

  • ૨૫૦ ગ્રામ અળવી ના પાન,
  • ૨૫૦ ગ્રામ શીંગોડાનો લોટ,
  • ૧ ટી સ્પુન મરચું,
  • ૧ ટી સ્પુન વાટેલા આદુ – મરચાં,
  • ૨ ટી સ્પુન ખાંડ,
  • ૧/૨ કપ ખાટું દહીં
  • તેલ પ્રમાણસર,
  • ૧ ટી સ્પુન તજ – લવિંગ નો ભૂકો,
  • ૧ ટી સ્પુન જીરું,
  • ૨ ટી સ્પુન તલ,
  • ૫૦ ગ્રામ કોપરાની છીણ,
  • મીઠું પ્રમાણસર

ફરાળી પાતરા બનાવવાની રીત: સૌ પ્રથમ પાંદડાની નસો કાઢી લેવી ત્યારબાદ પાનને સરસ રીતે સારા પાણીમાં સારી રીતે ધોઈને લૂછી નાખવા. ત્યારબાદ  શિંગોડાનો લોટ ચાળી તેમાં મીઠું, મરચું, આદ , મરચા, ખાંડ, દહી, ૧ ટેબલ સ્પુન તેલ , તજ – લવિંગ નો ભૂકો નાખી જાડું ખીરું બનાવીને તૈયાર કરવું. ત્યાર બાદ સાફ કરેલ પાંદડા ઉપર ખીરું પાથરવું પાનમાં સારી રીતે ખીરું પાથરવું ત્યારબાદ એક તપેલીમાં પાણી ગરમ કરવા મુકવું તપેલી પે ચારણી રાખી તેમાં પાતરાના રોલ  વરાળે બાફવા મુકવા. ૧૦ -૧૫ સુધી મીડીયમ તાપે ચડવા દેવા  બફાઈ જાય એટલે ઠંડા પડવા દેવા પછી તેના ૧-૧- ઇંચના ટુકડા કરી લેવા હવે વઘાર કરવા માટે ૪ ટેબલ સ્પન તેલ તેલ ગરમ કરવા મુકવું તેલ ગરમ થઇ જાય પછી તેમાં  માં જીરું , તલનો વઘાર કરી તેમાં બાફેલા પાતરા ને વઘારવા . તમે ઉપર કોપરાની છીણ નાખી શકો છો. તો તૈયાર છે ફરાળી પાતરા અને તમે આ પાતરા ઉપવાસમાં ખાય શકો છો

ઉપવાસ થાલીપીઠ: ઉપવાસ થાલીપીઠ બનાવવા જરૂરી સામગ્રી:

  • ૧/૨ કપ રાજગરાનો લોટ,
  • ૧/૪ કપ છોલીને ખમણેલા
  • કાચા બટાટા,
  • ૨ ટેબલ સ્પન સેકીને હલકો ભૂક્કો કરેલી મગફળી,
  • ૧ ટીસ્પન લીલા મરચાંની પેસ્ટ,
  • ૧/૨ ટીસ્યુન લીંબુનો રસ કે સિંધવ મીઠું સ્વાદાનુસાર,
  • ૨ ટેબલ સ્થૂન ઝીણી સમારેલી કોથમીર,
  • ઘી ચોપડવા અને રાંધવા માટે,
  • પીરસવા માટે લીલી ચટણી

ઉપવાસ થાલીપીઠ બનાવવાની રીત : એક ઊંડા બાઉલમાં ઉપર સામગ્રીમાં બતાવેલ બધી વસ્તુઓ ભેગી કરી તેમાં આશરે ૩ ટેબલસ્પન જેટલું પાણી મેળવી નરમ સુંવાળી કણિક તૈયાર કરો . હવે કણિકના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખી મુકો . એક નોન – સ્ટીક તવાને ગરમ કરવા મુકો  તેની પર થોડું ઘી ચોપડી લો . કે તે પછી તમારી હાથની આંગળીઓ પર પણ થોડું ઘી લગાડી કણિકનો એક ભાગ તવા પર મૂકી તમારી આંગળીઓ વડે તેને દબાવતા જતા  ગોળાકાર તૈયાર કરો. કે આ થાલીપીઠને થોડા ઘી વડે , તેની બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન ધબ્બા દેખાય ત્યાં સુધી શેકી લો . આજ રીતે વારાફરતી દરેક થાલીપીઠ તૈયાર કરો. અને ગોલ્ડન બ્રાઉન શેકો પછી ખાવા માટે સર્વ કરો

કેળાની ચિપ્સ બનાવવાની રીત :  કેળાની ચિપ્સ  બનાવવા જરૂરી સામગ્રી કાચા કેળા, ૧ નાની ચમચી હળદર, એડધો કપ પાણી, મીઠું સ્વાદ મુજબ, તેલ તળવા માટે

કેળાની ચિપ્સ  બનાવવાની રીતનોંધી લો સૌ પ્રથમ એક વાસણમાં પાણી લઈ તેમાં મીઠું અને હળદર નાખીને સરખી રીતે મિકસ કરી દો . ધ્યાન રાખવું કે પાણી એટલું જ હોય જેટલી કેળાની વેફર ડુબી શકે વધારે પાણી ન લેવું  કેળાને સરખી રીતે ધોઈને છાલ ઉતારી લો. પછી વેફર કટરની મદદથી તેની વેફર કટ કરી લો . બધી વેફરને તૈયાર કરેલા પાણીમાં નાખીને ૫ મિનિટ રહેવા દો . ૫ મિનિટ પછી તેને કોઈ સૂતરાઉ કપડાંમાં કાઢી બધું જ પાણી શોષાઈ જવા દો . ટ્રેડિશનલી તો કેળાની વેફરને નારિયેળના તેલમાં તળવામાં આવે છે, પરંતુ તને તેને રિફાઈન્ડ તેલમાં પણ તળી શકો છો. વેફર તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી લો. વેફરને કરકરી થવા સુધી હલાવતા તળી લો અને બાકીની વેફરને પણ આ રીતે તળીને કાઢી લો. કેળાની સ્વાદિષ્ટ અને કરકરી વેફર તૈયાર છે. ગરમાગરમ ચાની સાથે વેફરની મજા લો. બાકીની વેફરને એરટાઈટ ડબ્બામાં ભરી લો. આ વેફર ૧ મહિના સુધી ખરાબ નથી થતી.

સાબુદાણાની ખીચડી બનાવવા માટે જરૂરી સામગ્રી :

  • ૦૦ ગ્રામ સાબુદાણા,
  • ૧-૧ / ૨ ટેબલ સ્પેન તેલ ,
  • ૧/૨ નાની ચમચી જીરુ,
  • ૨-૩ લીલાં મરચા બારીક સમારેલા છે ૧/૨ નાનો કપ સિંગ દાણા,
  • ૫૦ ગ્રામ પનીર ( જો તમને પસંદ હોય તો ),
  • નાનું – મધ્ય કદનું બટેટુ,
  • ૧/૪ નાની ચમચી મરીનો ભૂકો,
  • મીઠું સ્વાદ અનુસાર
  • બારીક સમારેલી લીલી કોથમીર જો ફરાળમાં ખાતા હોય તો જ )

સાબુદાણાની ખીચડી બનાવવાની રીત: સૌ પ્રથમ સાબુદાણાને સારા પાણીથી ધોઈને ૧ કલાક માટે પાણીમાં પલાળવા દેવા . સાબુદાણા પલાળી લીધા બાદ વધારાનું પાણી બહાર કાઢી લેવું . જો તમે મોટા સાબુદાણાનો ઉપયોગ કરતાં હોય તો , ૧ કલાકને બદલે ૮ કલાક પલાળવા . ત્યારબાદ બટેટાને ધોઈને તેની છાલ ઉતારવી અને તેને ચોરસ ( એક સરખા બનેતો ) નાના નાના ટુકડામાં સમારવા . આજ રીતે પનીરને પણ નાના ટુકડામાં સમારવું . ભારે તળિયાવાળી એટલે જાડા તળિયાવાળી કડાઈમાં ઘી અથવા તેલ નાંખી અને ગરમ કરવું. બટેટા જે સમારેલ તેને કડાઈમાં નાંખી આચા ગુલાબી ( બ્રાઉન થાય તેમ તળી લેવા અને બહાર કાઢી લેવા . બટેટા તળી લીધા બાદ , આજ રીતે પનીરના ટુકડા પણ તળી લેવા અને એક પ્લેટમાં અલગ કાઢી લેવા. સિંગદાણાનો કરકરો ભૂકો મશીનમાં કરી લેવો. લાસ્લો ન થાય તેનો ખ્યાલ રહે . બચી ગયેલ ઘી અથવા તેલમાં જીરુ નાખવું . ( ઘી / તેલ ખીચળી વઘારી શકાય તેટલું જ રાખવું વધારાનું કાઢી લેવું ) અને તે શેકાઈ ગયા બાદ , લીલાં બારીક સમારેલ મરચા નાંખી અને તેને ચમચાની મદદથી હલાવતા જવું અને સાંતળવા સીંગદાણાનો ભૂકો નાંખી અને એક મિનિટ સુધી ચમચાની મદદથી હલાવતા જઈને શેકવા. મીઠું અને મરી નાંખી અને બે મિનટ ફરી શેકવું . બે ચમચા પાણી નાંખી અને ધીમી આંચથી ( તાપથી ) ૭-૮ મિનટ સુધી પાકવા દેવી . ( કડાઈ ઉપર ઢાંકણ દેવું) તો તૈયાર છે સાબુદાણાની ચટપટી ખીચળી ફરાળમાં ખવાની ખુબ મજા પણ આવશે અને તમારું પેટ પણ સારું ભરાશે

મિત્રો કેવી લાગી આ બધી ફરાળી રેસીપી જો સારી લાગે તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે રેસીપી શેર કરજો જેથી વધુમાં વધુ લોકો આ ફરાળી રેસીપી ઘરે આસાનીથી બનાવી શકે.

Leave a Comment