Homeકિચન ટીપ્સમહિલાઓને કામમાં આવે તેવી રસોઈ ટીપ્સ અને કિચન ટીપ્સ અજમાવી જુઓ

મહિલાઓને કામમાં આવે તેવી રસોઈ ટીપ્સ અને કિચન ટીપ્સ અજમાવી જુઓ

કડવા લીમડાનો પાનનાં રસના પાંચ – છ ટીપાં દૂધમાં ભેળવી પીવાથી વારંવાર થતી ઉલટીઓ બંધ થઈ જાય છે , કડવા લીમડાના રસમાં પાંચ – છ ટીપાં દૂધ અને પાણી સાથે મેળવીને પીવાથી અકાળે ધૂંધળી થતી આંખોની દૃષ્ટિ સુધરે છે .

સરગવાની સીંગનાં પાંદડાને વાટી ઘા પર લગાડવાથી જુનો જખમ પણ રૂઝાઈ જાય છે . સરગવાના પાનનો રસ માથામાં લગાડવાથી ખોડાનો નાશ થાય છે . ચોખા ધોયેલા પાણીથી સ્ટીલના વાસણ ધોવાથી વાસણ ચકચકિત થશે .

મહેમાનને ગરમગરમ રોટલી પીરસીને જમાડવા હોય તો પહેલા રોટલીને કાચી પાકી શેકી સ્વચ્છ કપડામાં વીંટાળીને મૂકી દો . જમવાના સમયે ફરીથી તવી ઉપર શેકી ગરમાગરમ પીરસો .

ભીના કપડા પર થોડો બેંકિંગ પાઉડર લઈ માઈક્રોવેવ ઓવન તેનાથી લુછવાથી સરળતાથી સાફ થશે અને લીસોટા નહીં પડે. રૂના પુમડા પર થોડું યુડી કોલોન લઈ ટેપ રેકોર્ડનું હેડ સાફ કરી શકશો . વાસણ પરથી સ્ટીકર સરળતાથી કાઢવા સળગતી મીણબત્તી સ્ટીકરની કીનારીએ લગાડવી .

ઈસ્ત્રી કરતી વખતે પાણીમાં થોડું યુડી કોલન કે પરફ્યુમ ભેળવવાથી વસ્ત્રો મઘમઘી ઊઠશે.

મોરનાં પીછાં રૂમમાં રાખવાથી ગરોળીનો ત્રાસ દૂર થશે .  ઊનના કપડામાં કપુર અથવા લવિંગ મૂકવાથી જીવાત થશે નહીં . રસોડામાંથી કીડીનો ઉપદ્રવ દૂર કરવા તેના પર ચમચી હળદર ભભરાવવી. લીમડાના પાનનો ધૂમાડો મચ્છર દૂર કરશે .

ચણાના લોટના લાડુ બનાવતી વખતે લોટમાં થોડું કાચું ઘી મેળવી ૧૫-૨૦ મિનિટ રહેવા દેવું . ત્યાર બાદ ધીના માપનો ચોથો ભાગ ગરમ કરી તેમાં નાંખવું અને અડધો કલાક પછી ચણાનો લોટ શેકી લાડુ બનાવવાથી દાણેદાર બનશે .

પૂરી બનાવતી વખતે લોટમાં થોડો રવો તથા મીઠાના પ્રમાણ જેટલી સાકર ઉમેરવાથી પૂરી કરકરી થશે ઉપરાંત ફૂલશે. કોઈ પણ દાળ – શાકમાં મરીનો ભૂક્કો ઉમેરવામાં આવે તો વાનગી સ્વાદિષ્ટ બનશે. કોફતા બનાવતી વખતે તેમાં થોડો કોન ફ્લોર ભેળવવો અથવા બ્રેડ વાટીને નાખવાથી મુલાયમ તથા કરકરા બનશે

સિગરેટની રાખ અને પાણી મેળવી તેની પેસ્ટ બનાવી લાકડાના ફર્નિચર પર લગાડી મુલાયમ કપડાથી અડવાથી ફર્નિચર ચમકી ઊઠશે . શાહીના ડાઘ દૂર કરવા ડાઘાની બંને બાજુ ટૂથપેસ્ટ લગાડી થોડીવાર રહેવા દઈ પછી ધોવું .

ફૂદીનો કે કોથમીરની ચટણી બનાવતી વખતે તેમાં લીંબુ નિચોવી વાટવાથી રંગ તથા સુગંધ જળવાઈ રહેશે . કેકમાં ભેળવવાનું માખણ કે ઘી સખત હોવું જરૂરી છે . તેથી ઘી માખણને થોડો વખત ફ્રિજમાં રાખવું કેકનું મિશ્રણ ફીણતી વખતે એલ્યુમિનિયમને બદલે સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો. એલ્યુમિનિયમમાં મિશ્રણ કાળું પડી જવાની શક્યતા રહે છે. કેક બનાવવાના મેદાને થોડીવાર તડકામાં સૂકવી ઉપયોગમાં લેવાથી કેક સારી બનશે

હાથ – પગનાં સાંધામાં કે પગની એડીમાં દુખાવો થતો હોય તો બરફના ચોસલા ઘસવાથી રાહત થશે. માથાના દુખાવાથી રાહત પામવા ઠંડા પાણીના પોતા કપાળ , ગરદન તથા વાળની મધ્યમાં રાખવા તુલસીના પાનના રસને કોપરાના તેલમાં ભેળવી દાઝ્યા પર લગાડવાથી ઠંડક થાય છે અને ફોલ્લા થતાં નથી , કડવો લીમડો અને બોરડીનાં પાંદડ પાણીમાં ઉકાળી આ દ્રાવણ  વાળ ધોવાથી વાળ ખરતા નથી અને અકાળે સફેદ થતા અટક છે , કડવા લીમડાના પાનનો રસ કાઢી ધાધર ખરજવા પર લગાડવાથી ફાયદો થાય છે.

مقالات ذات صلة

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

الأكثر شهرة

احدث التعليقات

અમારી આ પોસ્ટ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર મિત્રો કેવી લાગી તમને આ અમારી પોસ્ટ તમારા અભિપ્રાય અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી અવનવી રેસિપી, કિચન ટીપ્સ, સૌંદર્ય ટીપ્સ, હેલ્થ ટીપ્સ, રસોઈ ટીપ્સ વાંચવા તેમજ  નવીન નવીન  રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં facebook  Page” ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworldને Like & share કરો.  ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworld તેમજ તમારા મિત્રોને પણ શેર કરજો