આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવા ભરેલા મારચાનું અથાણું બનાવવાની રેસીપી

0

દરેલ લોકોને લાલ મરચાની સીઝન આવે ત્યારે તજે તાજું  મરચાનું અથાણું બનાવીને ખાતા હોય છે પરંતુ તમારે સીઝન વગર મરચાનું અથાણું બનાવીને ખાવું હોય તો આ રીતે આખા મરચાનું અથાણું બનાવીને સ્ટોર કરી રાખો તો ચાલો આજે આપણે આખા ભરેલા મરચાનું અથાણું બનાવવાની રેસીપી જાણીશું. અથાણું બનાવવા જરૂરી સામગ્રી:

  • 250 ગ્રામ લાલ મરચા
  • 4 ચમચા રાઈ ના કુરિયા
  • ૧ ચમચો મેથી ના કુરિયા
  • ૧ ચમચો વરીયાળી
  • 10-15 આખા.મરીદાણા
  • ૨ચમચા આમચૂર પાઉડર
  • 1 ચમચો હળદર
  • 1 ચમચી હિંગ
  • 1 ચમચી સંચળ પાઉડર
  • 2 ચમચા મીઠું
  • 1 ચમચો હળદર
  • 2 લીંબુ ના ટુકડા નો રસ
  • 1/2 કપ સરસવનું તેલ

ભરેલા મારચાનું અથાણું બનાવવાની રીત: સૌ પ્રથમ સારા પાણીમાં  મરચાંને ધોઈ લેવા , અને કપડાથી લૂછી સૂકા કરી લેવા. તેમાં ચીરી કરીને વચ્ચેથી રગ અને બી કાઢી લેવા.. પછી સાફ કરેલા મરચામાં મીઠું,હળદર, અને લીંબુ,મિક્સ કરીને થોડું થોડું મરચામાં ભરી લેવુ.મીઠું વધારે ભરવું નહી. નહીંતર મરચાં ખારા થશે. એક દિવસ અને રાત રાખીને સવારે કાણાવાળા ચારણા માં રાખી દેવા.જેથી જે પાણી હશે,તે નીકળી જશે. પાંચથી છ કલાક તડકામાં સુકાવી દેવા. જેથી તેનું પાણી સુકાઈ જશે.અને પછી બધો મસાલો ભેગો કરી લેવો. પછી સરસવનું તેલ ગરમ કરીને આ મસાલામાં એડ કરવું. અને પછી બધા મરચા આખા મસાલા થી ભરી લેવા. આ તૈયાર થયેલા મરચાને કાચની બરણીમાં ભરી લેવા. સાથે લીંબુના ટુકડા, અને વધેલું તેલ,એડ કરી દેવુ. અને મરચા જરા દબાવી દેવા.મરચા તડકમાં સુકાવીને મસાલો ભરવાથી,લાંબા સમય સુધી સારા રહે છે. આપણા ટેસ્ટી રાજસ્થાની મરચા તૈયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here