તમને દરરોજ કામમાં આવે તેવી ક્યારેય ન સાંભળી હોય તેવી રસોઈ ટીપ્સ

0

ઘણી વખત રસોઈ બનાવતી વખતે રસોઈ બગડી જાય છે જેમ કે રસોઈ માં મીઠું વધી જાય છે, શાકમાં પાણી વધી જાય છે, શાકમાં ગ્રેવી પતલી બની જાય છે, શાકમાં ચટણી વધી જાય વગેરે સમસ્યા ઉભી થાય છે તો આવી સમસ્યા થઈ ડરવાની જરૂર નથી તમે બગડી ગયેલ રસોઈને સારી બનવી શકો છો

બરફને ફ્રીઝમાં ઝડપથી જમાવવા માટે : ઝડપથી બરફ જમાવવાની ટીપ્સ પાણી ગરમ કરીને એટલે કે હુંફાળું પાણી કરીને જમાવવા માં આવે તો પાણી નો ઝડપથી બરફ બની જાય છે

ખીર અથવા હલવામાં ખાંડ વધી ગય હોય તો મીઠાશ ઓછી કરવા માટે : ખીર કર હલવામાં ખાંડનું પ્રમાણ ઓછું હોય તો વધારે નાખી શકાય છે પરંતુ ખાંડનું પ્રમાણ વધી ગયું હોય તો શું કરવું ખીરમાં ખાંડનું પ્રમાણ વધી ગયું હોય તો એક બાઉલમાં દૂધ લો અને તેમાં કસ્ટર્ડ પાવડર અથવા કોર્ન ફ્લોર દુધમાં નાખી ગરમ કરવું અને ખીરમાં નાખવાથી ખીરની મીઠાશ ઓછી થઇ જશે અને હળવો મીઠો થઈ ગયો હોય તો મખાના પીસી પાવડર બનાવીને હલવામાં ઉમેરવાથી હલવાની મીઠાશ ઓછી થઇ જાય છે

રસોઈમાં વપરાયેલ તેલનો (દાઝીયું તેલ) ફરી ઉપયોગ કરવા માટે : તમે ભજીયા બનાવો છો કે બીજી કોઈ વાનગી તેલમાં તળો છો એટલે તેલ બળી જાય છે અને તેલમાં દાઝેલું બની જાય છે આજ તેલમાં બીજી વખત રસોઈ બનાવતી વખતે તેલમાં વાસ આવે છો પરંતુ તમે આ દાઝયા તેલનો ફરીવાર ઉપયોગ કરવા માંગતા હોય તો તેલ ગરમ કરીને તેમાં આદુનો ટુકડો નાખી દેશો તો તેલ ફરી તાજું બની જશે અને તેલમાંથી દાઝેલી વાસ નહિ આવે

આઈસ્ક્રીમને ઝડપથી જમાવવા માંગતા હોય તો : હવે ઉનાળાની સીઝન શરુ થવા જઈ રહી છે એટલે ઠંડા પીણા વધી જશે અને જો તમે ઘરે આઈસ્ક્રીમ બનાવો છો અને આઇસક્રીમ ને ઝડપથી જામી જવાની ઈચ્છા ધરાવો છો તો આઇસક્રીમ ફ્રીઝમાં મુકો છે તે વાસણ એલ્યુમીનીયમ નું રાખો અને તેને પ્લાસ્ટિક સિલ્વર પેપરથી ફોઈલ કરો એટલે ઘરે બનાવેલ અઈસ્ક્રીમાં બરફ પણ નહિ જામે અને આઇસક્રીમ ઝડપથી જામી જશે

દહીંવડાને સ્વાદિષ્ટ અને નરમ બનાવવા માટે : તમે દહીંવડાને ટેસ્ટી બનાવવા માંગતા હોય અને જ્યારે તમે દહીં વડાની દાળને પીસીને તેની પેસ્ટ બનાવો છો ત્યારે તેમાં બાફેલા બટાકા નાખવાથી દહીંવડા ખુબ જ સ્વાદિષ્ટ  અને નરમ બનશે.

ટામેટાનું સૂપ ઘરે બનાવતી વખતે સૂપ સ્વાદિષ્ટ બનાવવા માટે : જો તમે ઘરે ટામેટાનો સૂપ બનાવો છો ત્યારે સૂપ બનાવતી વખતે સૂપમાં જો ફુદીનાના પણ નાખવામાં આવે તો સૂપ ખુબ સ્વાદિષ્ટ બને છે

જયારે તમે સમોસા, પકોડા, પૂરી જેવી તળેલી વાનગી બનાવો છો ત્યારે તેમાં સાથે લોટમાં અજમો નાખી દેવો જેથી તળેલી વાનગી ખાવાથી ખોરાક જલ્દી પચી જશે જે સારા સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી છે

કુકરના ઢાંકણની રીંગ ઢીલી પડી ગય હોય આ કારણ થઈ કુકરની સીટી નથી વાગતી તો રસોઈ બનાવતી વખતે રીંગ ઠંડા પાણીમાં બોળી રાખો અથવા ફ્રીઝર ના ખાના મૂકી દેશો તો રીંગ બરાબર થઈ જશે અને સીટી વાગવાનું શરુ થઇ જશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here