તમારા નખનો રંગ પીળો, સફેદ કે વાદળી થઈ જાય તો સમજવું કે તમને આ રોગ છે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી

0

કહેવત છે કે મને તો નખ માય રોગ નથી આ કહેવત પરથી ખબર પડે છે રોગ નખ પરથી પણ જાની શકાય છે નખના અલગ અલગ રંગ પરથી શરીરનો રોગ જાની શકાય છે

નખનું પીળાપણું થવું એ આનુવંશિક પણ હોઈ શકે છે કે પછી વધતી ઉંમર પણ એનું કારણ બની શકે છે. જે લોકો વધારે પ્રમાણમાં ધૂમ્રપાન કરતા હોય એમના નખનો રંગ પણ સિગારેટના સીધા સંપર્કના કારણે પીળો થવા લાગે છે. ફંગલ ઇન્ફેક્શનનું કારણ હોય છે અને સારવાર બંધ કર્યા પછી તે ફરીથી થઈ શકે છે. નિષ્ણાતો કહેવા અનુસાર, કોઈ કેમિકલ પ્રોડક્ટના સંપર્કમાં આવવાના લીધે નખ તૂટવા કે ખરી જવાની સમસ્યા બને છે અને નખ સુકાઈ જવાની પણ સમસ્યા બને છે.

નખની સંભાળ રાખવી ખુબ જરૂરી છે તમે બ્યુટી પાર્લરમાં જીને બધી સારવાર કરવો છે એટલીજ તમારા નખની સંભાળ રાખવી જરૂરી છે શરીરનો આ ભાગ તમારી તબિયત અને ઘણી બધી સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓનો સમય કરતાં વહેલો સંકેત આપે છે.

તેથી નખના રંગ અને એમાં થતા ફેરફારો પર ધ્યાન રાખવું ખુબ જરૂરી બને છે. નખ પર ડાઘ કે ચકતાં થવાં કે બીજું કશુંક થવું તે આવનારી બીમારીની ચેતવણી હોઈ શકે છે. જ્યારે પણ આવું થાય ત્યારે કોઈ ચામડીના રોગના નિષ્ણાતને બતાવવાની સલાહ આપવામાં આવે છે, જેથી લોહીની તપાસ અને અન્ય રીતે ડૉક્ટર પોતાના દર્દીની સ્થિતિ સમજી શકે.

અને જ્યારે વિષય ગંભીર હોવા અંગેની શંકા પડે તો સ્પેશિયાલિસ્ટ બાયોપ્સી કરાવવા માટે કહી શકે. એવા રોગ પણ હોય છે જે આપણા શરીરના એક કે વધારે અંગોને અસર કરે છે, ભલે તે બીમારી હાથ પર હોય કે પછી પગ પર. સ્વાસ્થ્યની મોટા ભાગની સમસ્યાઓ કિડની, ત્વચા (ચામડી/સ્કિન), લીવર, ઇંડોસ્રીન (અંતઃસ્રાવી-ગ્રંથિ), પોષણ અને રોગપ્રતિકારકતંત્ર સાથે સંકળાયેલી હોય છે.

સારી વાત તો એ છે કે, એ નિશ્ચિત નથી કે નખમાં થતો કોઈ પ્રકારનો ફેરફાર હંમેશાં કોઈ ગંભીર સ્વાસ્થ્ય-સમસ્યા જ દર્શાવે. ક્યારેક ક્યારેક આવું રૂટીન રીતે પણ થતું હોય છે. ચામડીના રોગનાં નિષ્ણાત વલેરિયા ઝાનેલા ફ્રૅઝને કહ્યું કે, “પગના નખની સંભાળ ઓછી રાખવામાં આવે છે અને ઘણી વાર એમાં સમસ્યા વધારે હોય છે. ઉદાહરણ તરીકે, તે પીળા પડવા લાગે છે અને જાડા થઈ જાય છે.”

નખનો પીળો રંગ : નખનો પીળો રંગ ફંગલ ઇન્ફેકશનની નિશાની બતાવે છે

નખમાં સફેદ ડાઘ : નખ પરના સફેદ ડાઘ હોર્મોન અસંતુલન ની નિશાની છે

નખનો કાળો રંગ: નખમાં કાળો રંગ થવો સ્કિન કેન્સરનું લક્ષણ બતાવે છે એટલે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here