ચીકુ જેવી દેખાતી આ ઔષધની છાલ સવાર સાંજ પીવાથી ખસી ગયેલી પીચોટી ઠેકાણે આવી જાય છે

0

જુના જમાનામાં આપણા દાદી નાની આયુર્વેદિક ઔષધી થઈ અનેક રોગોનો ઈલાજ કરતા હતા અને

આજનું આયુર્વેદીક ઔષધ – બહેડા | baheda vishe mahiti | બહેડા વિષે માહિતી | બહેડાના ફાયદા ઉપયોગો | બહેડાના આયુર્વેદ ફાયદા

એ ભારતીય ઉપખંડમાંનું એક જાણીતું અને ભારતીય પરંપરાગત વૈદક શાસ્ત્ર આયુર્વેદમાં ખુબ જ મહત્વ ધરાવતું એક વૃક્ષ છે. આ વૃક્ષ કદમાં ઉંચું અને મોટું હોય છે અને તે સામન્ય રીતે ઉંચાઇ ધરાવતી ભૂમિ પર થાય છે. તેનાં પર્ણો મહુડાનાં પર્ણો જેવાં હોય છે. બહેડાંનાં ફૂલ નાનાં તેમજ ફળ જાયફળ કરતાં સહેજ મોટાં હોય છે, જેનું વજન એક તોલા સુધીનું હોય છે. બહેદાને અંગ્રેજીમાં Terminalia bellirica તરીકે ઓળખાય છે

બહેડાંની દવાઓ સાંભળો. એક તો તમે જાણતા હશો કે આંબળા ને હરડાં સાથે બહેડાંને પલાળી તેનું પાણી આંખે છંટાય. બાકી બહેડું કફ ઉપર કામ આવે, ઉધરસ ઉપર કામ આવે, ઢોરોને વાગ્યું હોય તેના ઉપર આવે; એમ બહુ કામમાં આવે. કબજિયાત મટાડવા માટે બહેડાં ખૂબજ અસરકારક ગણાય છે, તે પાચનતંત્રને ઠીક કરી કબજિયાત મટાડે છે.

એમ ન સમજતા કે આંબળાનો જ મુરબ્બો થાય છે. બહેડાંનો પણ મુરબ્બો થાય છે ને તે આંબળાના મુરબ્બાની પેઠે જ

બહેડાની છાલનો બે ચમચી રસ સવાર- સાંજ પીવાથી ખસી ગયેલી પેચોટી ઠેકાણે આવી જાય છે. રસ ન મળે તો સૂકી છાલનો ઉકાળો પણ પીવાય. બહેડાના ચૂર્ણની મધમાં ગોળી કરી, તેને મોઢામાં રાખી ચૂસવાથી શ્વાસ અને કફમાં ફાયદો થાય છે. જો બહેડાની સૂકી છાલના ટુકડા, લીલી હળદરના ટુકડા સાથે ચૂસવામાં આવે તો સૂકી ઉધરસ તરત બંધ થાય છે. એક એક ચમચી બહેડાનો મુરબ્બો ધીમે ધીમે ચાટવાથી બેસી ગયેલો અવાજ ખૂલીને સૂરીલો બને છે.

વાળ માટે ફાયદાકારક બહેડો
બહેડાના ફળનું તેલ વાળ માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. તેનાથી વાળ સ્વસ્થ રહે છે. આયુર્વેદ વિશેષકની સલાહ અનુસાર, બહેડાના ચૂર્ણને આખી રાત પાણીમાં પલાળી તેને વાળના મૂળમાં લગાવી એક કલાક બાદ ધોવાથી વાળ ખરતા અટકે છે.

ધાધર માટે પણ ફાયદાકારક છે બહેડા : ધાધરના રોગમાં બહેડાના ફળનું ગર્ભનું તેલ ધાધરના રોગમાં લાભકારી છે. તે દાહ મટાડે છે. બહેડાની માલીશ ખંજવાળ અને જલન મટાડે છે. માટે ધાધર રોગ ઠીક કરવા માટે બહેડાની માલીશ ખુબ જ ઉપયોગી હોવાથી તેના તેલનો ખુબ જ ઉપયોગ કરવામાં આવે છે

આંખોની રોશની વધારે છે બહેડાં :
બહેડાનું ચૂર્ણ અને સાકરને બરાબર માત્રામાં ભેળવી સેવન કરવાથી આંખની રોશની વધે છે. એટલું જ નહીં. એટલું જ નહીં, બહેડાના ચૂર્ણને આયુર્વેદિક ડૉક્ટરની સલાહ અનુસાર, મધ સાથે મિક્સ કરીને કે કાજળ તરીકે ઉપયોગમાં લેવાથી આંખના રોગો મટાડમાં ઘણો ફાયદો મળે છે.

ખંજવાળ, ખરજવું, ખસ અને ધાધરમાં બહેડાના ફળનું તેલ લગાવવાથી રાહત મળે છે. એટલું જ નહીં, બહેડાનું તેલ સફેદ દાગ પણ મટાડે છે. જો તેલમાંથી રસી આવતી હોય તો, બહેડાનાં તેલનાં ટીંપાં કાનમાં પાડવાથી રસી બંધ થાય છે. જો માથામાં ખોડો અને ઊંદરીની સમસ્યા રહેતી હોય તો, બહેડાનું તેલ લગાવવાથી ઘણી રાહત મળે છે.

આ ઔષધ ખંજવાળ, ખરજવું, ખસ, ધાધર, માથામાં ખોડો અને ઊંદરીની સમસ્યા દુર કરે, ઝાડા મટાડે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here