સમોસા ક્રિસ્પી બનાવવા માટે | tips in gujarati
tips in gujarati | સમોસા બનાવાના લોટમાં એક ટેબલ સ્પૂન સરકો નાખવાથી સમોસા ક્રિસ્પી બને છે તેમજ તેલ પણ ઓછું બળે છે. સમોસા માટેનો લોટ બાંધતી વખતે તેમાં એક અડધું લીબું નિચોવાથી સમોસા ક્રિસ્પી બને છે. ભટુરા બનાવાના મેંદાના લોટમાં સોડા વોટર નાખી લોટ બાંધવાથી ભટુરા મુલાયમ તેમજ સ્વાદિષ્ટ બને છે. કોફીની શીશીમાં ચોખાના દાણા નાખી દેવાથી કોફી જામી જતી નથી. લીલા મરચા સમારવાથી હાથમાં બળતરા થતી હોય તો તેને શાંત કરવા માટે સુકા લોટને હથેળી પર લઇ તેને જરા ભીનો કરી બન્ને હાથ એકબીજા સાથે ઘસવા. ઢોસા કડક અને ક્રિસ્પી બનાવા માટે તેના મિશ્રણમાં લીંબુનો રસ અને ૩-૪ ચમચા ચણાનો લોટ ભેળવવો.
ઇડલી-ઢોસાનો આથો ખાટો થઇ ગયો હોય તો | tips in gujarati
ઇડલી-ઢોસાનો આથો ખાટો થઇ ગયો હોય તો તેમાં નારિયેળનું દૂધ ઉમેરવાથી ખટાશ દૂર થાય છે. રાયતામાં પહેલાથી મીઠું નાખવું નહીં, આમ કરવાથી રાયતું ખાટું થઇ જતું હોય છે. રાયતું પીરસતી વખતે જ તેમાં મીઠું નાખવું. ઇડલીના આથામાં વાટેલા થોડા સાબુદાણા અને વાટેલી અડદની દાળ ભેળવી દેવાથી ઇડલી સ્પંજી અને મુલાયમ બને છે. ઘણી વખત ચણા, મગ અથવા તો મઠ વધુ વખથ પાણીમાં પલળી રહે છે,તો એમાંથી દુર્ગંધ વછૂટે છે.
લાલ મરચું પાવડરનો કલર લાલ જાળવી રાખવા | tips in gujarati
લાલ મરચું પાવડરનો કલર લાલ જાળવી રાખવા એવામાં આ કઠોળમાં ફણગા ફૂટે પછી તેને એક પાતળા કપડામાં બાંધી ફ્રીજમાં રાખવાથી બદબૂ દૂર થઇ જશે. લાલ મરચાની ભૂક્કીને ફ્રીજમાં રાખવાથી લાંબા સમયે પણ રંગ તેવો જ રહે છે. આલુ પરાઠા બનાવતી વખતે તેમાં ચપટી કસૂરી મેથી ભેળવી દેવાથી પરાઠા વધુ સ્વાદિષ્ટ લાગે છે. કારેલા,મેથીમાંની કડવાશ દૂર કરવા માટે થોડીવાર મીઠું ચોળીને રાખી દઇ પછીથી નીચોવીને ઉપયોગમાં લેવું.
પરોઠાને ટેસ્ટી બનાવા માટે
પરોઠાને ટેસ્ટી બનાવા માટે તેમાં બાફેલા બટાકાનો છૂંદો ભેળવવો. પકોડા બનાવતી વખતે તેમાં એક ચમચી આરાલોટ અથવા તો ચપટી સોડા નાખી થોડું પાતળું ખીરું કરીને તળવાથી પકોડામાં ગાંઠા નહીં થાય તેમજ પોચા થાય છે. પકોડા અથવા ભજિયાને પીરસતી વખતે તેના પર ચાટ મસાલો ભભરાવો વધુ સ્વાદિષ્ટ લાગે છે. ભીંડાને તાજા રાખવા માટે તેના પર સરસવનું તેલ લગાડવું. પૂરીને ક્રિસ્પી બનાવા માટે તેમાં એક ચમચો રવો અથવા ચોખાનો લોટ ભેળવવો. પૂરી બનાવાના લોટમાં એક નાની ચમચી સાકર ઉમેરવાથી પૂરી ફૂલેલી બને છે. સખત પનીરને નરમ-મુલાયમ કરવા માટે હુંફાળા પાણીમાં ચપટી મીઠું ભેળવી તેમાં પનીર ૧૦ મિનીટ માટે મુકવું, કાંદા સાંતળતી વખતે તેમાં ચપટી સાકર અથવા મીઠું નાખવાથી કાંદા જલદી સંતળાઇ જાય છે.
લીલી ચટણીનો કલર લીલો છમ જાળવી રાખવા માટે
તવા પુલાવ બનાવતી વખતે તેમાં પાંઉભાજીનો મસાલો સ્વાદાનુસાર નાખવાથી સ્વાદિષ્ટ થાય છે. ઇડલી-ઢોસાના સંભારમાં દૂધી, કોળું અને સરગવાની શીંગ નાખવાથી સંભાર સ્વાદિષ્ટ થવાની સાથેસાથે પોષક બને છે. પાણી પુરીનું પાણી બનાવતી વખતે તેમાં મીઠાના સ્થાને સંચળ તેમજ થોડો ગોળ અને ખટાશ નાખવાથી પાણી સ્વાદિષ્ટ થાય છે. લીલી ચટણી બનાવતી વખતે કોથમીર સાથે ચપટી પાલક ભેળવવાથી ચટણીનો રંગ લીલોછમ થાય છે. ઇડલી-ઢોસાની ચટણીમાં લીમડો, સુકા લાલ મરચા, રાઇ અને અડદની દાળનો વઘાર કરવાથી સ્વાદિષ્ટ થાય છે તેમજ સોડમ આવે છે.
- ઠંડીની સિઝનમાં ગરમા ગરમ ખીચડો બનાવવાની રેસીપી
- શિયાળામાં તુવેરના ટોઠા અને લીલા ચણાનું શાક ખાવાથી મજા
- આ ટીપ્સ અજમાવો, તમારી વાનગીઓ વધુ સ્વાદિષ્ટ અને પરફેક્ટ બનશે!
- શિયાળામાં સ્ફૂર્તિ આપે એવા ઓસડીયા ઘરે જરૂર બનાવજો
- રસોડાના 5 ખૂબ કામના ટીપ્સ જે દરેક લોકોને કામમાં આવશે અને દરેક મહિલાને કિચન કિંગ બનાવી દેશે
- વર્ષો જૂની કે ન મટતી ઉધરસ ને મટાડવા માટેનું રામબાણ ઈલાજ | udharas no ilaj
- ઉપવાસ માટે ઉપયોગી રસોઈ ટીપ્સ | ફરાળી વાનગી માટેની ખાસ ટીપ્સ
- રોજ સવારે કરશો આ કામ તો જીમમાં ગયા વગર ઘટશે પેટની ચરબી અને વજન ઘટશે
- રોજનો પ્રશ્ન રસોઈમાં શું બનાવવું આ રેસીપી રોજ વારાફરતી બનાવો
- ઘરના દરેક નાના મોટી સમસ્યા માટે સ્માર્ટ ટીપ્સ તરત અજમાવો અને ફરક જુઓ!
- ભારતના ખૂણા ખૂણામાં બનતી દાળની રેસીપી
- કંદોઈ જેવી મીઠાઈ ઘરે બનાવવાની રીત | કેસર પેંડા બનાવવાની રીત