શું તમે પણ એક વખત બનાવેલી ચા ને ફરી વખત ગરમ કરીને પીવો છો તો જરૂર વાંચજો

0

દરેક ભારતીયો ચા ન પીવે ત્યાં સુધી આંખ ન ઉઘડે દરેક ની સવારની શરૂઆત ગરમા ગરમ ચા થી જ થતી હોય છે ચા એક પ્રકારનો નશો અપાવે છે મગજ શાંત કરે છે તેમજ કામમાં સ્ફ્રુતી લાવે છે. ઘણા બધા એવા લોકો હોય છે જે આખા દિવસમાં બે- ત્રણ વાર ચા પિતા હોય છે અને જો ચા ન મળે તો માથું દુધે છે. શું તમે પણ એક વખત બનાવેલી ચાને ફરી વખત ગરમ કરો છે તો આ પૂરે પૂરી માહિતી જરૂર વાંચજો ઘરમાં કોઈ મહેમાન આવે, વરસાદ, હોય, ઠંડી હોય, થાક લાગ્યો હો , માથું દુઃખતું હોય કે પછી આળસ આવી રહી હોય , આ બધા માટે આપણને એકજ વિકલ્પ આવે છે અને તે છે ચા. પરંતુ ચાની બાબતમાં એક ભૂલ આપણામાંથી મોટાભાગના લગભગ રોજ કરે છે. આ ભૂલ છે- એક વખત વધારે ચા બનાવી દેવાની અને પછી તેને ગરમ કરીને પીધે રાખવાની. પણ , શું તમને ખબર છે આવું કરવાથી શરીરને ઘણું જ નુકસાન થાય છે ? ઠંડી થઈ ગયેલી ચાને ગરમ કરી શા માટે ફરી ન પીવી જોઈએ ? તેના પાછળનું કારણ ચોક્કસ જાણવું જોઈએ ચાને બનાવ્યા પછી મૂકી રાખી હોય અને તેને રહે ફરી ગરમ કરીને પીવાથી સોથી મોટું નુકસાન એ છે કે , તેનાથી ચાનો સ્વાદ અને સુગંધ ગાયબ થઈ જાય છે . એટલું જ નહી . ચાને ફરીથી ગરમ કરવાથી તેમાં રહેલા પોષક તત્વો પણ રહેતા નથી નાશ પામે છે

આવી ચા પીવાથી ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો, પાચનમાં સમસ્યા વગેરે જેવી સમસ્યા થઈ શકે છે. એટલા માટે ઠંડી થઈ ગયેલી ચાને ફરીથી ગરમ કરીને ન પીવી જોઈએ. જો તમે ચાને લાંબા સમય સુધી એટલે કે લગભગ ૪ કલાક સુધી છોડી દો છો, તો આ દરમિયાન ચામાં ઘણા બેકટેરિયા અને જીવાણું પ્રવેશ કરી જાય છે. એવામાં જો તમે ચાને ફરી ગરમ કરો છો તો તેનાથી સ્વાદ તો બદલાઈ જ જાય છે , તે ઉપરાંત ચાની અંદર રહેલા બધા ફાયદાકારક પોષકતત્વો પણ બહાર નીકળી જાય છે, મોટાભાગના ભારતીયો દૂધવાળી ચા પીવે છે. તેમાં જલદી માઈક્રોબ્સ પેદા થવાનો ખતરો રહે છે. તે ઉપરાંત જો તમે હર્બલ ટી ગરમ કરીને પીવો છો તો તેમાં રહેલા બધા ગુણ પણ બહાર નીકળી જાય છે. એટલે ચાને વધારે સમય સુધી રાખી ન મૂકો અને ફરી ગરમ કરી ન પીવો. પરંતુ જો તમે એક ચાને લાંબા સમય સુધી રાખ્યા પછી તેને ગરમ કરીને પીવો છો તો તેનાથી ટેનિન બહાર નીકળી જાય છે , જેના કારણે ચાનો સ્વાદ કડવો થઈ જાય છે . એવામાં ચા તમારા મોના સ્વાદને પણ બગાડી દેશે

ચા ગરમ કરવા સાથે સંલગ્ન જરૂરી વાતો જો ચા બન્યાને ૧૫ મિનિટનો જ સમય થયો હોય તો તમે તેને ગરમ કરીને પી શકો છો . ચાને મૂકી રાખ્યાને ૪ કલાક કરતા વધુ સમય થઈ ગયો છે, તો તેને ફરીથી ગરમ કરવાની ભૂલ ક્યારેય ન કરશો . ચા બનાવતી વખતે એટલી જ ચા બનાવો જેટલી જરૂર છે, જેથી મૂકી રાખવી ન પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here