Recipe : એકના એક પ્રકારનો નાસ્તો ખાઇને કંટાળી ગયા હશો અને કંઇક નવી વાનગી બનાવા ઇચ્છો છો. તો ફક્ત 50 મિનિટ કરતાં પણ ઓછા .સમયમાં તૈયાર કરી શકો છો આ વાનગી. તો આજે જ ઘરે ટ્રાય કરો .બ્રેડ ઉત્તપમ… સામગ્રી
બ્રેડની ચાર સ્લાઇસેસ .1/2 કપ સોજી બે ચમચી મેંદો
1/2 કપ દહીં એક ટમેટું (સમારેલુ) એક શિમલા મરચા (સમારેલુ) બે ડુંગળી (સમારેલુ). 1/2 કોથમીર એક મોટી ચમચી આદુ (છીણેલુ) બે લીલા મરચાં .સ્વાદ માટે મીઠું
તેલની જરૂરિયાત મુજબ. પાણીની જરૂરિયાત મુજબ.બનાવવાની રીત(A )સૌપ્રથમ, બ્રેડની કિનારી કાપી અને તેને અલગ કરી લો. હવે સોજી, મેંદા, પાણી અને દહીં સાથે બ્રેડનો સફેદ ભાગ મિક્સ કરી વાટી લો અને એક ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો. પેસ્ટમાં ટમેટા, શિમલા મરચા, ડુંગળી, આદુ, લીલા મરચા અને મીઠું ઉમેરો. મધ્યમ તાપ પર એક તવી
મૂકી તેના પર થોડું તેલ લગાવો પછિ, તવી ગરમ થઈ જાય પછી, તેમાં ઉત્તપમની પેસ્ટ નાખો. એક બાજુ શેકાઈ જાય તો પલટીને બીજી સાઈડથી પણ બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો. તૈયાર છે બ્રેડ ઉત્તપમ કોપરાની ચટણી, ગ્રીન ચટણી અથવા ટમેટાના સૉસ સાથે સર્વ કરો પોસ્ટ વાચીને પોસ્ટ મા જે લાઈક બટન છે લાઈક કરો