10.8 C
New York
Saturday, December 14, 2024

આલુ મટર મસાલા, ચણાના પુડલા બનાવવાની રીત, પૂના મિસળ

આલુ મટર મસાલા બનાવવા જરૂરી સામગ્રી: ૧/૨ અડધો કિલો વટાણા, ૨ નંગ બટાટા સમારેલા, ૨ નંગ ડુંગળી સમારેલી, ૨ નંગ ટામેટા સમારેલી, ૧ ટી સ્પુન આદું – લસણની પેસ્ટ, ૨ નંગ લીલા મરચા સમારેલા, ૧ ૧/૨ ટી સ્પુન લાલ મરચું પાવડર, ૧ ૧/૨ ટી સ્પુન ધાણાજીરું પાવડર, ૧/૨ ટી સ્પુન હળદર, ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો, ૧ ટેબલ સ્પુન ધી, મીઠું સ્વાદ અનુસાર તેલ જરૂર મુજબ કોથમીર ગર્નીશિંગ માટે

આલુ મટર મસાલા બનાવવાની રીત : સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખીને સાંતળો. ડુંગળી એકદમ લાઈટ બાઉન રંગની થાય એટલે તેમાં આદું – લસણની પેસ્ટ નાખીને સાંતળો . લગભગ એકાદ મિનિટ સાંતળયા બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરૂં, થોડી કોથમીર, ટામેટાં અને લીલા મરચાં નાખીને બરાબર મિક્ષ કરો પેસ્ટમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં બટાટા અને વટાણાં નાખીને બરાબર મિક્ષ કરીને પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને ચઢવા દો. વચ્ચે – વચ્ચે હલાવતા રહો . જો જરૂર લાગે તો થોડું પાણી છાંટો . વટાણાં અને બટાટા બંને ચઢી જાય ત્યાં સુધી ઢાંકીને ચઢવા દો . છેલ્લે ગરમ મસાલો અને ધી નાખીને બરાબર મિક્ષ કરીને એકાદ મિનિટ સુધી ચઢવા દો. હવે કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા – ગરમ આલુ મટર મસાલા સર્વ કરો.

ચણાના પુડલા બનાવવા જરૂરી સામગ્રી: ૨૦૦ ગ્રામ ચણાનો લોટ, એક ચમચી લસણની પેસ્ટ, એક ચમચી આદુની પેસ્ટ એક ચમચી અજમો – એક ચમચી લાલ મરચાનો પાવડર, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ૨ ચમચા કોથમીર અથવા મેથી બારીક મસારેલી, તેલ જરૂર મુજબ………

ચણાના પુડલા બનાવવાની રીત વાંચો : સૌ પ્રથમ ચણાના લોટમાં પાણી નાખી મીઠું , અજમો અને હળદર , નાખવા , હવે તેમાં થોડું પાણી નાખતા જઈ અને લોટના ગટ્ટાના રહે તેમ હલાવતા જઈને બહુ ઘટ્ટ પણ નહી અને બહુ પાતળું પણ નહી એવું ખીરું તૈયાર કરવું . પુડલા માટે ખીરુ બનાવો . હવે તેમા મેથી કે કોથમીર ઝીણી સમારીને નાખો તેમજ આદુ – મરચા – લસણની પેસ્ટ નાખીને ખુબ સરસ  હલાવો જેથી બધું એકદમ મિક્સ થઇ જાય. ગેસ પર નોન – સ્ટીક તવાને ગરમ કરી તેમાં એક ચમચી તેલ લગાવી ખીરૂ રેડી પુડલા બનાવો. પુડલાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન શેક્યા બાદ દહીં કે લસણની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો વરસાદની સિઝનમાં ગરમા ગરમા પુડલા ખાવાની ખુબ મજા આવી જાય છે

પૂના મિસળ બનાવવા જરૂરી  સામગ્રી: ૨૫૦ ગ્રામ ફણગાવેલા મગ, ૧૦૦ ગ્રામ ફણગાવેલા મઠ, ૨૦૦ ગ્રામ ડુંગળી, ૧૦૦ ગ્રામ પાકાં ટમેટાં, ૨૦૦ ગ્રામ પૌંઆ, ૫ લીલાં મરચાં, કટકો આદું, ૧ ટેબલસ્પેન ગરમ મસાલો, ૧ ઝૂડી લીલા ધાણા, ૧ લીંબુ ૧ ટેબલ સ્પુન કોપરાનું ખમણ, ૧૦૦ ગ્રામ ચણાની  ઝીણી સેવ, મીઠું , મરચું , હળદર , હિંગ, તેલ, જીરું , મીઠા લીમડાના પાન .

પૂના મિસળ સાથે ખવાતી દહીંની ચટણી બનાવવાની રીત : ૫૦ ગ્રામ ચણાની દાળને ધીમે તાપે શેકી, ઠંડી પડે એટલે મિકસરમાં વાટી ભૂકો કરવો. ૨૫૦ ગ્રામ દહીંને વલોવી, તેમાં મીઠું, ખાંડ, વાટેલા આદુ- મરચાં અને ચણાની દાળ બરાબર ભેળવી ચટણી તૈયાર કરવી.

પૂના મિસળ સાથે ખવાતી લીલી ચટણી બનાવવાની રીત: લીલું લસણ , લીલા મરચાં , લીલા ધાણા , નાળિયેરનું ખમણ , મીઠું અને થોડાક ગોળ નાંખી, વાટી, રસાદાર ચટણી કરવી. પૂના મિસળ બનાવવાની રીત ફણગાવેલા મગ , મઠ અને બટેટાને પ્રેશર કુકરમાં બાફવા ડુંગળી અને ટમેટાંને બારીક સમારવા . પૌંઆને પાણીમાં ધોઈ થાળીમાં  છૂટા કરી રાખવા. – એક તપેલીમાં તેલ મૂકી, તેમાં જીરું, હિંગ અને લીમડાના પાનનો વઘાર કરી, ડુંગળી નાંખવી. બદામી રંગ થાય એટલે  તેમાં બાફેલા મગ , મઠ , બટેટાના કટકા , પૌઆ , મીઠું , મરચું હળદર , ખાંડ , વાટેલાં આદું – મરચાં અને ગરમ મસાલો નાંખી, ઉતારી લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા. એક ડીશમાં મિસળ મૂકી , તેના ઉપર એક ચમચી લીલી ચટણી નાંખવી તેના ઉપર કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા. તેના ઉપર સેવ ભભરાવવી . ઉપર ટમેટાના કટકા ગોઠવવા અને બે ચમચી દહીંની ચટણી નાંખવી. પછી ખાવા માટે સર્વ કરવું

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles