કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક…

કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક

 રોજ રોજ એક ને એક શાક બટાકાનું ખાઈ ખાઈને કંટાળી ગયા છો ?  તો બનાવો આજે એ જ બટાકાની સાથે રીંગણ લઈને આખા ભરેલા રીંગણ બટાકાનું સ્વાદિષ્ટ શાક. કૂકરમાં બનતું આ શાક બનાવવામાં જેટલું સરળ છે. તેટલું સ્વાદિષ્ટ પણ છે. તો બનાવો હવે એ જ બટાકાની નવીન વેરાયટી ને નવીન ટેસ્ટનું શાક.   ભરેલા શાકના મસાલામાં મારા શાકનો મસાલો અલગ જ છે.  તો ચાલો સખીઓ, બનાવો આજે તમે પણ સ્વાદિષ્ટ ભરેલાં રીંગણ- બટેટા નું શાક.

સામગ્રી:-

  • 5-7 નાના રીંગણ ,
  • 3-4 નાના બટેટા,
  • 1/2 કપ સિંગદાણાનો  ભૂકો ,
  • 2 ચમચી ચણાનો લોટ
  • ઝીણી સમારેલી કોથમીર,
  • 2 લીલા મરચાં,
  • 1 ચમચી ખાંડ ,
  • 1, ચમચી લીંબુની રસ,
  • 2 ચમચી ધાણાજીરુ,
  • 1/2 ચમચી હળદર,
  • 1 ચમચી લાલ મરચું ,
  • અને તેલ જરૂર મુજબ ,
  • ચપટી હિંગ,

મીઠું સ્વાદઅનુસાર.

રીત :

એક વાસણમાં મરચાં, કોથમીર ને આદુની પેસ્ટ, ધાણાજીરું, સીંગદાણાનો ભૂકો, ખાંડ, તેલ , મીઠું, મરચું, હળદર, ધાણાજીરું ને ચણાનો લોટ મિક્સ કરીને સ્ટફિંગની તૈયાર કરો.

સૌ પ્રથમ રીંગણાં , બટેટા અને મરચાંને ધોઈને સાફ કરી લો. રીંગણ અને બટેટા ન બંને બાજુ થી વિરુધ્ધ દિશા માં અડધા કટ કરો.

એટલે આપણે તેમાં બંને બાજુ સ્ટફિંગ કરી શકીએ અને શાક વધુ સ્વાદિષ્ટ લાગે . (ફોટો માં બતાવ્યા મુજબ).ત્યારબાદ ઉપર બનાવેલો સ્ટફિંગનો મસાલો રીંગણ, બટેટામાં ભરી લો.

હવે પ્રેશરકુકરમાં તેલ મુકો તેમાં રાઈ અને જીરાનો વઘાર હિંગ ઉમેરી, ભરેલાં રીંગલ બટાકાને કૂકરમાં મૂકી 1-2 મિનિટ માટે સાંતળો

કુકરની સાઈડ માંથી 1 કપ પાણી ઉમેરો . અને ત્યારબાદ વધેલો સ્ટફિંગ નો મસાલો રીંગણ ઉપર ઉમેરી દો. અને કુકર નું ઢાંકણ બંધ કરી ને 1 સીટી વાગે ત્યાં સુધી થવા દો.ગેસ બંધ કરી દો.

કુકર ઠંડુ પડે એટ્લે શાકને બાઉલમાં કાઢી ગાર્નિશ કરી ને રોટલા ,રોટલી કે ભાખરી જોડે સર્વ કરો.

નોંધ:-  આ શાક શાક કડાઈ માં બનાવો તો પણ ચાલે. બટેટા હોવાથી કુકર મા જલ્દી અને સારું થાય છે

સ્ટફિંગ નો મસાલો એકદમ ચઢીયાતો જ રાખવો કેમકે બીજું કાંઈ ઉપરથી ઉમેરવાનું નથી . રસો વધુ કે ઓછો ઈચ્છા મુજબ રાખી શકો.

રસોઈની રાણી : તૃપ્તિ ત્રિવેદી (અમદાવાદ )

Leave a Comment