તમારા ઘરને ચમકાવવા માટે અપનાવો આ ૧૬+ ઘરગથ્થુ ટિપ્સ

તમારું ઘર નાનુ હોય કે પછી મોટુ તેની સફાઈ રાખવી ખૂબ જરૂરી બનતી હોય છે. દરેક મહિલાને ઘર સારું લાગે તે પસંદ હોય છે તમારા ઘરમાં રહેલા ફર્નીચર અને વાસણોને વારંવાર સ્ફ કરવા પડતા હોય છે નહિતર તેમાં રાખેલ વસ્તુ બગડવાના ચાન્સ વધી જાય છે તમે ઘર સાફ કરવા મોંઘા મોંઘા ક્લીનર વાપરતા હોય છે આ મોંઘા મોંઘા ક્લીનર વાપરવા કરતા ઘરમાં રહેલ આ વસ્તુથી ઘર સાફ કરશો તો ઓછા ખર્ચે તમારું ઘર ચમકી ઉઠશે

ટૂટેલા કાચના ગ્લાસના ટુકડા સાફ કરવા માટે બ્રેડ ઉપયોગ –

વ્હાઈટ બ્રેડ કોઈ પણ વસ્તુ પર ચોંટી જાય છે. તમારા ઘરમાં કાચ તૂટે તો તેના ટુકડા ઉપાડવા માટે બ્રેડનો ઉપયોગ કરવો જોઈએ એટલે હાથમાં કાચ લાગવાની બીક નહિ લાગે.

આ પણ વાંચો: કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

સિંક સાફ કરવા માટે બેકિંગ પાવડરનો ઉપયોગ-
તમારા સિંકને સાફ રાખવા માટે આ બે વસ્તુઓનો ઉપયોગ કરો. રસોડાની સિંક સાફ કરવા માટે બેકિંગ સોડા અને વિનેગરને ભેગા કરીને સિંકમાં નાખી કોઈપણ પ્રકારનો કચરો ભરાયો હોય તે સાફ થઈ જાય. જયારે પણ તમારા સિન્કમાં પાણી ભરાઈ ત્યારે આ પ્રયોગ કરવો

ફ્રિજમાં આવતી દુર્ગંધ દુર કરવા માટે ગ્રીન ટીનો ઉપયોગ કરવામાં આવે છે –
ફ્રિજમાંથી આવતી કોઈ પણ પ્રકારની દુગંધને દૂર કરવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તમારા ફ્રિજને સાફ કરવા માટે પણ તમે ગ્રીન ટીનો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં ગ્રીન ટીના પત્તાને ભરીને ફ્રિજમાં મૂકવાથી કોઈ પણ પ્રકારની ગંધ જતી રહેશે.

વાસણો સાફ કરવા માટે કોફીનો ઉપયોગ કરવામાં આવે છે –
કોફીનો કરકરો ભૂકો તમે તમારા વાસણો તેમજ પેનને સાફ કરવા માટે ઉપયોગ કરી શકો છો. તેનાથી વાસણો પર સ્ક્રેચ પડવાની ચિંતા રહેશે નહીં. કોફીથી તમે તમારા વાસણો સરળતાથી સાફ કરી શકો છો.

ચાંદીના વાસણો માટે કેળાનો ઉપ્યોગ કરવો-
તમારા ચાંદીના વાસણો પરથી કોઈ પણ પ્રકારની ધૂળ દૂર કરવા માટે તમે કેળાના પલ્પનો ઉપયોગ કરી શકો છો. કેળું એક એવા પ્રકારની વસ્તુ છે જેનો ઉપયોગ તમે તમારા ઘરેને સાફ કરવા માટે કરી શકો છો.

સ્ટીલના વાસણો ચકચકાટ કરવા માટે કાકડીનો ઉપયોગ –
તમારા સ્ટીલના વાસણોથી લઈને સ્ટેનલેસ સ્ટીલના પોટને ચમકાવા માટે કાકડીનો ઉપયોગ કરો. તમારા ઘરને કુદરતી રીતે ચમકાવા માટે કાકડી એક બેસ્ટ વસ્તુ છે.

રસોડામાં જંતુઓ દુર કરવા માટે તમાલપત્રનો ઉપયોગ-
તમારા ઘરમાં જંતુઓનો બહુ જ ઉપદ્રવ હોય તો તમે તેને તમાલપત્રથી દૂર કરી શકો છો. તમાલપત્રમાં ખૂબ જ સ્ટ્રોંગ સ્મેલ જંતુઓને તમારા રસોડાની વસ્તુઓથી દૂર રાખશે.

સિંક સાફ કરવા માટે માટે લીંબૂ
એક લીંબૂને બે ભાગમાં કટ કરો. એક કટકા પર મીઠું લગાવીને તેનો ઉપયોગ પૉર્સિલિન વાસણો પર, પેન, પોટ કે સિંક પર કરશો તે ચમકવા લાગશે. તમારા ઘરને ચોખ્ખું રાખવા માટે લીંબૂ સૌથી બેસ્ટ વસ્તુ છે.

બારીમાં લાગેલ ભેજ દુર કરવા માટે ડુંગળી
જો તમારી બારીઓમાં ભેજ આવ્યો હોય કે ચોંટી જતી હોય તો, આ પ્રોબ્લમ્સમાં તમારી માટે ડુંગળી બીજા બધા મોંઘા ઉપાયો કરતા સૌથી બેસ્ટ છે. ડુંગળીને વચ્ચેથી કાપીને તેના બે ભાગ કરો. ત્યાર બાદ એક કટકાને બારી પર ઘસીને તેની ધૂળ અને મેલ દૂર કરો.

કોઇપણ વસ્તુમાં લાગેલા કાટને દુર કરવા માટે બટાટા
કાટથી છૂટકારો મેળવવા માટે તમારો ઉકેલ બટાકા છે. કાટથી છુટકારો મેળવવા માટે કાટ પર બટાકાની એક સમારેલો ટુકડો ઘસવો.

કપડા પર શાહીના ડાઘ પડ્યા હોય તો ડાઘ દુર કરવા માટે

બાથ ટબ માટે ગ્રેપફ્રૂટ-
તમારા ઘરના ટબ અને સિંકની ધૂળ સાફ કરવા માટે ગ્રેપફ્રૂટની એક સ્લાઈસનો ઉપયોગ કરો. જો તેમાં કોઈપણ પ્રકારના વાસણનો ઉપયોગ થયો હોય તો ગ્રેપફ્રૂટ પર મીઠું લગાવીને સાફ કરો.

લાકડાંના ફર્નિચર સાફ માટે ચા-
ચામાં જે ટેનિન નામનું દ્રવ્ય હોય છે તે લાકડાંને ચમકીલું બનાવે છે. આથી ચા તમારા ઘરને સાફ કરવા માટે બેસ્ટ ઓપશનમાંનું એક છે. આથી વાર્નિશની જગ્યાએ તમે તમારા લાકડાના ફર્નિચરને ચમકાવા માટે ચાનો ઉપયોગ કરી શકો છો.

તાંબાના વાસણો માટે ટામેટું-
ટામેટાંને બે ભાગમાં કટકા કરો. તેમાંથી એક કટકાને તાંબાના વાસણો પર ઘસો. ટામેટાંના રસને વાસણો પર સૂકાવા દો. ત્યાર બાદ તેને સાદા પાણીથી ધોઈ નાખો. ટામેટાંમાં રહેલી કુદરતી એસિડિટી તમારા તાંબાના વાસણોને ચમકાવી દેશે.

કપમાંથી જીદ્દી ડાઘ દુર કરવા માટે વિનેગર
મોંઘા કપો પર લાગેલા જીદ્દી ડાગાને કાઢવા માટે વ્હાઈટ વિનેગરનો ઉપયોગ કરો. કોફીના મગથી લઈને સિરામિક કપ અને પોટને પણ તમે વિનેગરનો ઉપયોગ કરીને ચમકાવી શકો છો.

કાચના વાસણમાં ડાઘ પડ્યા હોય વાંચવા અહી ક્લિક કરો

ટોઈલેટમાંથી પીળા ડાઘ દુર કરવા માટે માટે વોડકાનો ઉપયોગ કરવો-
વોડકાનો ઉપયોગ તમે તમારા ટોઈલેટ સીટને સાફ કરવા માટે કરી શકો છો. તેનાથી તમે તમારા બાથરૂમની સરફેસ પણ સાફ કરી શકો છો. બીજી બાધા મોંઘા પ્રકારના કિલન્ઝર કરતા વોડકા વધારે અંશે અસરકારક છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,869FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

buety tips

મોંઘા શેમ્પુ ખરીદવા કરતા ઘરે બનાવો હર્બલ શેમ્પુ

આજ કાલ દરેક મહિલા હોય કે પુરુષ અવારનવાર નવા નવા શેમ્પુ વાપરતા હોય છે આ શેમ્પુ સારું પેલું શેમ્પુ સારું તેમ છતાં છતાં...

હું ૧૮ વરસનો યુવક છું મારા વાળ ઓચિંતા ખરવાનું શરુ થયું છે શું કરવું યોગ્ય સલાહ વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં મારી ત્વચા ખુબ ચીકણી થઇ જાય છે. મહેરબાની કરી મારી સમસ્યાનાં નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.  એક યુકનો પ્રશ્ન છે કે હું ૧૮ વરસનો...

thanda pina

મેંગો લસ્સી ઘરે બનાવવાની રેસીપી નોંધી લો

ગરમી ની ઋતુ માં કેરી ખાવાની બહુ જ મજા આવે પણ ગરમી પણ બહુ લાગે. એટલે આપણે ગરમી પણ દૂર કરી શકીએ...

ઉનાળાની સિઝનમાં બનાવો કેસર પીસ્તા આઈસ્ક્રીમ અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ

ઉનાળાની સિઝનમાં બનાવો કેસર પીસ્તા આઈસ્ક્રીમ બનાવવા માટે જરૂરી સામગ્રી: ૫૦૦ મી.લી દૂધ ૧ કપ દૂધની મલાઈ ૧૦૦ ગ્રામ કેસર પિસ્તા આઇસક્રીમ પાઉડર ૧...

masala

આ મસાલાની માત્ર ૧ ચમચી શાકમાં નાખી દો, બધા આંગળીઓ ચાટતા રહી જશે

દરેક મહિલાને દરોજ નવા નવા શાક બનાવવાની ખુબ માથાકૂટ રહેતી હોય છે જો તમે ઘરે બનાવેલ શાકમાં આ ઘરે બનાવેલ મસાલો ઉમેરી દેશો તો...

મસાલામાં થતી ભેળસેળ ઓળખવા માટેની સાચી ટીપ્સ | ઘરે બેઠા ઓળખો અસલી છે કે નકલી

ખોરાકનું નામ: ઘઉં, બાજરા તથા બીજા અનાજ | આખુ વર્ષ અનાજ કે કઠોળ ઝડપથી બગડે નહિ એ માટે સ્ટોરેજ કરવાની રીત ભેળસેળ કારાતુ તત્વ: અરગોટ...