ફક્ત પાંચ જ મીનીટમાં નિંદર આવી જશે દબાવો કાંડાનો આ ભાગ પછી જુઓ ચમત્કાર

0

 

એક્યુપ્રેસર પોઈન્ટની મદદથી ઘણા બધા રોગનું નિદાન થઇ શકે છે આમ એક્યુપ્રેસર પોઈન્ટથી દવા વગર રોગનું નિદાન થાય છે આજે આપડે નિંદ્ર ન આવતી હોય કે મોડી આવતી હોય એવા લોકો માટે ખાસ એક્યુપ્રેસર પોઈન્ટ ની ચર્ચા કરીશું

સ્પિરિટ ગેટ : આ રીતે પ્રેશર આપો

  • આ પોઇન્ટ હાથની નાની આંગળીની લાઇનમાં કાંડાની વિરુદ્ધ બાજુ હોય છે.
  • નાના બોલની કલ્પના કરતા તે જગ્યા પર હળવા હાથે ઉપરથી નીચે સુધી અથવા ગોળાકાર દબાણ નાખો.
  • બે થી ત્રણ મિનિટ સુધી આ કરો. થોડી સેકંડ માટે આ પોઇન્ટ દબાવીને રાખો.
  • હવે બીજા હાથમાં પણ આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.

બબ્લિંગ સ્પ્રિંગ: આ રીતે પ્રેશર આપો

  • આ પોઇન્ટ પગનાં તળિયામાં હોય છે. પગના અંગુઠાને અંદર તરફ વાળવાથી તળિયામાં બનતા ખાડાના આકાર પાસે આ પોઇન્ટ આવેલો હોય છે.
  • તમારી પીઠના આધારે સૂઈ જાઓ. ઘૂંટણ વાળી દો.
  • અંગૂઠો અને આંગળીઓ વાળો.
  • હવે ખાડાવાળી જગ્યાએ થોડી મિનિટો માટે ગોળાકાર અથવા ઉપર-નીચેની બાજુ દબાણ લાવો.

વિંડપૂલ : આ રીતે પ્રેશર આપો

  • વિંડપૂલ પોઇન્ટ્સ ગળાની પાછળ તેના સ્નાયુનઓને ખોપરી સાથે જોડતા સ્ટ્રક્ચર પર આવેલાં હોય છે.
  • હાથની આંગળીઓને વાળીને અંગૂઠાને બહાર કાઢી કપ શેપ બનાવી લો.
  • હવે અંગૂઠા દ્વારા ચિહ્નિત કરેલા પોઇન્ટ્સ પર ગોળાકાર અથવા ઉપરથી-નીચેની તરફ 4થી 5 સેકંડ માટે દબાવો. તેનાથી સારી ઊંઘ મળશે.

થ્રી યીન ઇન્ટરસેક્શન : આ રીતે પ્રેશર આપો

  • થ્રી યીન ઇન્ટરસેક્શન પોઇન્ટ પગમાં અંદરની બાજુ એન્કલની થોડી ઉપર આવેલો હોય છે.
  • એન્કલથી ચાર આંગળી ઉપર એક મોટું વર્તુળ બનાવો.
  • હવે તેના પર થોડું પ્રેશર નાખો. 4 થી 5 સેકંડ માટે તેને ઉપરથી નીચે સુધી ગોળાકાર રૂપે દબાવો.
  • સગર્ભા સ્ત્રીઓએ આ પોઇન્ટ ન દબાવવો.

ઇનર ફ્રંટિયર ગેટ : આ રીતે પ્રેશર આપો

  • આ પોઇન્ટ કાંડાની નજીક અંદરની બાજુ બંને મુખ્ય રેખાઓની વચ્ચે હોય છે.
  • હાથને સીધા કરો, જેમાં હથેળી ઉપરની બાજુએ હોવી જોઇએ.
  • કાંડા નીચે ત્રણ આંગળીઓની આસપાસ બે નસ વચ્ચેનો પોઇન્ટ સેટ કરો.
  • હવે આ પોઇન્ટ પર ગોળાકાર અથવા ઉપર અને નીચેની તરફ પ્રેશર આપો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here