હું ૧૮ વરસનો યુવક છું મારા વાળ ઓચિંતા ખરવાનું શરુ થયું છે શું કરવું યોગ્ય સલાહ વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં મારી ત્વચા ખુબ ચીકણી થઇ જાય છે. મહેરબાની કરી મારી સમસ્યાનાં નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો. 

એક યુકનો પ્રશ્ન છે કે હું ૧૮ વરસનો યુવક છું. મારા વાળ ઓચિંતા ખરવા લાગ્યા છે. કપાળના આગળના ભાગ પર તો ટાલ જેવું થવાની શરૂઆત થઇ ગઇ છે. જેથી હું ચિંતિત છું. મારા વાળમાં બિલકુલ ખોડો નથી. મારી આ સમસ્યા વારસાગત પણ નથી. મારા વાળ રૂક્ષ બરછટ છે. હું અઠવાડિયામાં ત્રણ વખત વાળમાં તેલ નાખું છું છતાં વાળ રૂક્ષ, બરછટ તથા લાલાશ પડતાં રહે છે. શેમ્પુ કર્યા પૂર્વે હું વાળમાં દહીં લગાડું છું તે જાણશો. મારી સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.

ઉત્તર: તમારા વાળમાં ખોડો નથી. વાળ ખરવાની સમસ્યા વારસાગત પણ નથી. તો પછી તમારી સમસ્યા બહારની નહીં પરંતુ શરીરની અંદરની છે. તમે તબીબની સલાહ લો એ જ ડહાપણ ભરેલું છે. વિટામીનની ગોળીઓથી સમસ્યાનું નિવારણ આવશે. અઠવાડિયામાં ત્રણ વખત તેલ નાખવાનું ચાલુ રાખશો. આ ઉપરાંત શેમ્પુ કર્યા પૂર્વે જાડા ટુવાલને હુંફાળા પાણીમાં બોળી નિચોવી વાળને બાંધી દેવો.

એક મહિલાનો પ્રશ્ન હું ૨૧ વરસની યુવતી છું. છેલ્લાં સાત વરસથી ચશ્મા પહેરતી હતી હવે મેં કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું શરૂ કર્યું છે. થોડા સમયથી મારી આંખની આસપાસ કાળા કુંડાળા થઇ ગયા છે. તેને દૂર કરવાનો ઉપાય જણાવશો.

ઉત્તર: બદામનું તેલ તથા કોપરેલને ભેળવી આંખની આસપાસ હળવે હાથે મસાજ કરવો. સાંજના મસાજ કરી એક કલાક રહેવા દેવું. ત્યારબાદ રૂના પૂમડાને દૂધમાં પલાળી આંખની આસપાસ લગાડીને ચહેરો ધોઇ નાખવો. ૨૦-૨૫ દિવસમાં જ ફરક જણાશે. ૧૦-૧૨ ગ્લાસ પાણી પીવાથી શરીરમાંના ઝેરી તત્ત્વો બહાર આવી જશે.

હું ૨૦ વરસની યુવતી છું. મારા ચહેરા પર ડાઘા થઇ ગયા છે જે દિવસે દિવસે વધતા જાય છે. મારા શહેરની બ્યુટિશિયનની મેં સલાહ લીધી તેણે મને સનસ્ક્રીન લૉશન લગાડવાની સલાહ આપી છે ઉપરાંત અઠવાડિયામાં એક વખત ‘પિલિંગ’ કરાવવાનું સૂચન કર્યું છે. મેં કદી આવું કરાવ્યું નથી તેથી કરાવવાનો ડર લાગે છે. મહેરબાની કરી યોગ્ય સલાહ આપશો.

ઉત્તર: સનસ્ક્રીન લગાડવાની સલાહ યોગ્ય છે. ‘પિલિંગ’ માટે તમે તેને ઊંડાણમાં પૂછી જૂઓ. એ તમને બરાબર સમજાવશે. કેટલી બેઠક કરવી પડશે તે પણ પૂછી લેશો. આ દરમિયાન ચંદનની પેસ્ટમાં લીંબુનો રસ, ખમણેલું કાચુ બટાકુ, બે ચમચી બદામનું તેલ ભેળવી પેક બનાવી ચહેરા તથા ગરદન પર લગાડો. સુકાઇ જાય બાદ બરાબર ધોઇ નાખો. પેક નિયમિત લગાડવાથી ડાઘા ઝાંખા થતા જશે.

મારી વય ૨૨ વરસની છે. મારી ત્વચાનો વાન ગોરો છે. ઘરમાંથી નીકળતા પૂર્વે ચહેરા પર સસ્ક્રીન લોશન લગાડવાનું ભૂલતી નથી કારણ સૂર્યના આકરા કિરણોથી મારી ત્વચા પર વિપરીત અસર પડે છે. શિયાળામાં આ સમસ્યા સતાવતી નથી પરંતુ ઉનાળામાં મારી ત્વચા ચીકણી થઇ જાય છે. મહેરબાની કરી મારી સમસ્યાનાં નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.

ઉત્તર: સનસ્ક્રીન લોશનમાં તેલ સમાયેલું હોય છે. સનસ્ક્રીનમાં સમાયેલ તેલ જ સૂર્યના કિરણોની વિપરીત અસર થતું અટકાવે છે. તમારા ચહેરાને વારંવાર ધોવાની આદત રાખો. આ ઉપરાંત અહીં જણાવેલ ફેસપેક લગાડશો. બે ચમચી ચંદન પાવડર, બે ચમચી મુલતાની માટી તથા એક ચમચી કપૂર પાવડરમાં પ્રમાણસર દૂધ ભેળવી રેફ્રિજરેટરમાં રાખી દેવું. તડકામાંથી ઘરમાં આવ્યા બાદ આ પેકને ચહેરા પર લગાડવો. સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવાથી ત્વચા મુલાયમ, કોમળ, ચમકીલી થશે. નિયમિત કરવાથી અવશ્ય ફાયદો થશે.

Leave a Comment