ઉનાળામાં હાથ-પગને કાળા પડતા અટકાવવા આ રીતે કાળજી રાખો

ગરમ હવા લાગવાથી તમારા  હાથપગની સ્કીને કાળી પડવાની સાથેસાથે હાથપગની  કોમળતાને ચોરી લે છે. તેના પરિણામે હાથપગની સ્કીન ધીમેધીમે નિસ્તેજ થઈ જાય છે. ધગધગતા તાપમાં તમારા  હાથ અને શરીરના અન્ય ખુલ્લા ભાગને ગરમીથી તપતા બચાવવા માટે તેની પર હંમેશાં એસપીએફ ૩૦+ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. સાંજના સમયે પણ હળવા મોઇશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ.

આમ ઉનાળામાં કેટલાક લોકોને એલજી ઉત્પન થાય છે જેમ કે ઉનાળાની ઋતુમાં પગમાં સોરાયસિસ, પગમાંથી દુર્ગંધ આવવી, ફંગલ ઇંફેક્શન,  બ્લિસ્ટર્સ,વગેરે મુશ્કેલીઓ થવા લાગે છે. આ મુશ્કેલીઓથી  બચવા માટે પગને નિયમિત રીતે ગરમ પાણીથી ધોવાની આદત રાખો સૂર્યપ્રકાશમાં બહાર નીકળતા પહેલાં શરીરના અન્ય અંગની સાથેસાથે પગમાં પર પણ ભરપૂર માત્રામાં સરસ્ક્રીનનો ઉપયોગ કરો. ફૂટ પાઉડરનો પણ ઉપયોગ કરી શકો છો. ગરમીના દિવસોમાં વધારાની ભીનાશને શોષવાની સૌથી ઉત્તમ રીત ફૂટ પાઉડર  જ છે. હળવી સુગંધ ધરાવતા પાઉડર તમને પૂરો દિવસ તરોતાજા રાખશે. અઠવાડિયામાં એક વાર ફૂટ મસાજ અવશ્ય કરો. નખમાં ધૂળ, ગંદકી વગેરે જમા થતા અટકાવવા માટે તેને સમયાંતરે કાપતા રહો.

ઉનાળાની ઋતુમાં કોણીની પણ પૂરેપૂરી કાળજી લેવી જોઈએ. મોટાભાગની મહિલાઓ કોણીઓ પ્રત્યે બેદરકાર રહેતી હોય છે જેના કારણે તડકામાં હાથ પગ કાળા પડી જાય છે . આ જ કારણસર શરીરના અન્ય ભાગની સરખામણીઓમાં તે શ્યામ રહી જાય છે. મૃત માંસપેશીથી મુક્તિ મેળવવા માટે કોણીને સાફ કરવા માટે કોણી  પર લીંબુ ઘસો  પછી પાણીથી સાફ કરીને સરસિયું તેલ  અથવા નાળિયેરનું તેલ લગાવો.

ગરમીની ઋતુમાં સૂર્યના નુકસાનકારક કિરણોથી હાથ પગને ને બચાવવા માટે તેની પર થોડાંથોડાં સમયે મોઈશ્ચરાઈઝર લગાવો  જ્યારે પણ તડકામાં બહાર નીકળો ત્યારે હાથના મોજાં અચૂક પહેરો. અને સાથે સાથે પગના મોજા પણ પહેરવા જોઈએ

સામાન્ય રીતે બજારમાં મળતા મિન્ટ આધારિત મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ રાત્રિના સમયે જ કરવો જોઈએ તેના ઉપયોગથી સ્કીનને ઠંડક મળશે અને તેનાથી તડકામાં તમારા સ્કીન પર  બળતરા ઓછી થશે. વળી, સ્કીનમાં દિવસભર તાજગી પણ જળવાઈ રહેશે.

ઘૂંટણની આજુબાજુની જગ્યાને પ્યૂમિક સ્ટોન દ્વારા સાફ કરો  જેનથી  મૃત સ્કીન અને ધૂળથી છુટકારો મળી શકે છે . દરરોજ તડકામાં બહાર નીકળવાના કારણે ઘૂંટણ પણ કાળા પડી જાય છે. તેથી સ્નાન કરતા પહેલાં લીંબુને કાપીને તેને ઘૂંટણ પર ઘસવાથી ખુબ સારો ફાયદો થાય છે . લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે કુદરતી રીતે કાળાશને દૂર કરે છે. તેમજ તમે થોડું ગરમ પાણી કરી તેમાં લીંબુ અને શેમ્પુ નાખી આ પાણીમાં 10-15 મિનીટ હાથ પગ બોળી રાખવાથી પણ હાથપગની કાળાશ દુર થાય છે અને સુંદરતા આવે છે, જયારે તમે તડકાના બહાર નીકળો છો ત્યારે દુપટ્ટો બાંધીને નીકળો, તેમજ તમારા ચહેરાની સુંદરતા માટે તમે ફેસ વોસ કરવામાં ચણાનો લોટ, ગુલાબજળનો ઉપયોગ કરવો જોઈએ

આમ ધગઘગતા તડકાથી બચવા માટે આ આપેલ નુશખા અજમાવશો તો જરૂર ઉનાળામ કાળા થતા બચી શકશો અને તમારી સુંદરતા પણ વધશે

 

Leave a Comment