ફૂદીનાના ઔષધિય ગુણ ખુબ છે ફુદીનો ઉનાળાની સિઝનમાં ખાવો ખુબ ફાયદાકારક માનવામાં આવે છે પેટમાં ગરબડ થવી , વારંવાર ઉલટી જેવું થવું, પેટમાં ગેસનો ભરાવો થવો ફુદીનાનાં તાજા પાનનો રસ એક ચમચો માત્રા જેટલો લઇ અડધો કપ પાણી સાથે ભેળવી પીવું. આમ નિયમિત લેવાથી પેટમાં ગરબડ થવી , વારંવાર ઉલટી જેવું થવું, પેટમાં ગેસનો ભરાવો આ બધી સમસ્યાની કાયમી ઉકેલ મળી જાય છે
કફ અને હેડકી આવતી હોય તો ફુદીનાનો ઉપયોગ ફુદીનાના પાનને અંજીર સાથે ચાવી ચાવી ને ખાવાથી હેડકી મતે છે અને કફમાં રાહત થાય છે.
તમારા મુખ દુર્ગંધ આવતી હોય અને દાંતમાં કૃમિ થઈ ગયા હોય તો ફૂદીનાના તાજા પાનનો રસ પાણીમાં ઘોળી સવાર-સાંજ કોગળા કરવાથી તમારા મોમાં દુર્ગંધ નહિ આવે.
લાગેલા ઘા પર પણ ફુદીનાના પાન ફાયદાકારક છે ફૂદીનાના તાજા પાનને તોડી લાગેલા ઘા પર બાંધી દેવાથી ઘા રૂઝાય જાય છે.
કાનમાં દુખાવો થતો હોય તો આ ફુદીનાનો પ્રયોગ કરો જે કાનમાં દુખાવો થતો હોય તે કાનમાં ફૂદીનાના તાજા પાનનો રસ નાખવો. આમ કરવાથી કાનમાં દુખાવામાં રાહત મળે છે
ઝેરી જંતુ કરડયા પર પણ ફુદીનાના તાજા પણ ફાયદાકારક છે ફૂદીનાના તાજા પાનનો રસ કાઢી દિવસમાં બે-ત્રણ વખત તે સ્થાન પર લગાડવું.
અપચો,અરૂચિ અને તાવ માં ફુદીનાના પાન ફાયદાકારક નીવડે છે આઠ-દસ કાળી દ્રાક્ષ અથવા કિસમિસ અને તેટલી જ માત્રામાં ફૂદીનાનાં પાન લઇ રાતના અડધો ગ્લાસ પાણીમાં પલાળી સવારે આ સઘળી સામગ્રીને મસળી કપડાથી ગાળી પીવું. આમ એક મહિના સુધી આ ઉપચાર કરવાથી ઘણો ફાયદો થશે. ચહેરા પર ઝાંય અને ડાઘ પડી ગયા હોય તો થોડા આલ્કોહોલ લઈ તેમાં ફૂદીનાનો તાજો રસ ભેળવી ચહેરા પર લગાડવું. આમ તમારો ચહેરો ચમકી ઉઠશે
કોલેરામાં રાહત મેળવવા માટે અડધો કપ કાંદાના રસમાં એક ચમચો ફૂદીનાનો રસ ભેળવી દસ દસ મિનિટના અંતરે પીવડાવવું. આમ કરવાથી કોલેરા મતે છે મધમાં લીંબનો રસ અને મલાઈ ભેળવી ચહેરા પર લગાડી થોડીવાર બાદ ધોઈ નાખવાથી રંગ નિખરે છે. વધુ પ્રમાણમાં પાણી લીંબુનો રસનું મિશ્રણ પીવાથી ગળામાં એકઠો થયેલો કફ દૂર થાય છે. મલાઈ, ગાજરનો રસ, સંતરાનો રસ ભેળવી ચહેરા પર લગાડવાથી ત્વચા કાંતિમય બનશે. તુલસીના પાનનો રસ પીવાથી પ્રસવ પીડા ઓછી થાય છે. લીંબુની છાલને પગની રૂક્ષ ત્વચા પર રગડવાથી મૃત ત્વચા બહાર નીકળી આવી ત્વચા મુલાયમ થશે.