ઘરે બનાવો અલગ અલગ ગુજરાતી મીઠાઈ માટેની રેસીપી | recipe in Gujarati | sweet recipe

ઘરે બજાર જેવું પનીર બનાવવા માટેની રીત | sweet recipe | recipe in Gujarati

પનીર બનાવવા જરૂરી સામગ્રી: ૨ લીટર ફૂલ ફેટ દૂધ (કૂલ ક્રીમ દૂધ)• ૧/૪ કપ લીંબુ નો રસ , સાદું મલમલનું કપડું

Sweet recipe

ઘરે પનીર બનાવવાની રીત :

એક તપેલીમાં મધ્યમ આંચ પર ૨ લીટર દૂધ ઉકળવા મૂકો.જ્યારે દૂધમાં ઊભરો આવી જાય ત્યારે આંચને ધીમી કરો. તેમાં ધીમે-ધીમે લીંબુનો રસ (એક સમયે ૧ ટીસ્પૂન જેટલો) નાખોં અને ધીરે ધીરે ચમચાથી દૂધને હલાવતા રહો.ત્યારબાદ દૂધ | ફાટવા લાગશે અને તેમાથી પાણી અને છૈના (પનીર) અલગ થવા લાગશે.વાંચતા રહો જ્યારે બધુ દૂધ ફાટી જાય (જ્યારે પાણી અને છૈના અલગ થઈ જાય) ત્યારે ગેસને બંધ કરી દો.

એક મોટા વાસણમાં મોટી ગળણી મૂકો. તેની ઉપર સાફ મલમલનું કપડું રાખો અને તેની પર ફાટેલું દૂધ નાખો. પનીર ઉપર રહી જશે અને બધુ પાણી નીકળી જશે. તમે આ પાણીનો ઉપયોગ પરોઠાનો લોટ બાંધવા માટે અથવા શાક બનાવતી વખતે કરી શકો છો.પનીર માંથી લીંબુની ખટાશ કાઢવા માટે તેની ઉપર ઠંડા પાણીના ૨-૩ ગ્લાસ નાખો.

કપડાંને બધી કિનારીઓથી ઉપરની બાજુ ઉઠાવો અને પોટલી જેવુ બનાવીને વધારાનું પાણી કાઢવા માટે નિચોવો. પોટલીને બંધ કરી દો અને તેને પલટેલી (ઊંધી કરેલી) થાળી અથવા કોઈપણ સમતલ સપાટી પર મૂકો (તેને એક મોટી થાળીમાં રાખો જેથી બધુ પાણી તેમાં જમા થાય). તેની ઉપર ભારે વસ્તુ જેમ કે ખાંડણી-દસ્તો (અથવા ભારે ડબ્બો) મૂકો. તેને ૪૦-૪૫ મિનિટ માટે વજનની નીચે રાખો.ત્યારબાદ ભારે વસ્તુને હટાવો.

ત્યારબાદ બંધ મલમલનું કપડું ખોલો. તમને દેખાશે કે પનીરનો એક મોટો ગોળ આકારનો સ્લેબ તૈયાર થઈ ગયો છે.તેને તમારી પસંદના આકારમાં કાપો અને શાક બનાવવા માટે તેનો ઉપયોગ કરો. તમે તેને એક ડબ્બામાં અથવા તો ઝિપ લોક બેગમાં પેક કરીને ૩-૪ દિવસ માટે રેફ્રીજરેટર અથવા એક મહિના માટે ફ્રીજરમાં રાખી શકો છો.

પાકા કેળાની બરફી બનાવાની રીત | sweet recipe | recipe in Gujarati

Sweet recipe

જરૂરી સામગ્રી• 6 પાકા કેળા5 ચમચી ઘી• 10 નંગ સમારેલા કાજુ1 કપ ખાંડ1/4 ચમચી ઈલાયચી પાવડર• 3-4 ટીપાં લાલ ફૂડ કલર

કેળાની બરફી બનાવવા માટે, પહેલા 6 પાકેલા કેળા લો.હવે બધા કેળાની છાલ કાઢી, તેના ટુકડા કરી, બ્લેન્ડરમાં નાખીને પ્યુરી બનાવી લો.હવે ગેસ પર એક પેન મૂકો અને તેમાં 2 ચમચી ઘી નાખીને ઓગળવા દો.ઘે ઓગળી જાય પછી તેમાં 8-10 સમારેલા કાજુ ઉમેરો અને થોડા ઘી માં શેકી લો.વાંચતા રહોકાજુ આછા સોનેરી થઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો.હવે એ જ પેનમાં કેળાની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો અને કાચી સુગંધ આવે ત્યાં સુધી પકાવો.• થોડીવાર પછી, ફરીથી 1 ચમચી ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.મિક્સ કર્યા પછી, થોડું સુકાઈ જાય પછી, ફરીથી 1 ચમચી ઘી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને પકાવો.

કેળાની બરફી બનાવવાની રીત :

કેળાના મિશ્રણને રાંધતી વખતે, કેકનું ટીન લો અને તેને તેલ/ઘી વડે ગ્રીસ કરો.હવે ટીનમાં બટર પેપર નાખીને ઘી વડે ગ્રીસ કરો.જ્યારે મિશ્રણ અલગ થવા લાગે ત્યારે તેમાં 250 ગ્રામ ખાંડ ઉમેરો અને ખાંડ બરાબર ઓગળે ત્યાંસુધી ધીમી આંચ પર સારી રીતે મિક્સ કરો.• ખાંડ પૂરી ઓગળી જાય પછી તેમાં 1 ચમચી ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.હવે તેમાં 1/4 ચમચી એલચી પાવડર, 2-3 ટીપા રેડ ફૂડ કલર નાખીને બરાબર મિક્ષ કરી લો.

મિશ્રણ ચમકવા લાગે પછી ઘી છોડવા લાગે, ત્યારે તેમાં શેકેલા કાજુ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.હવે આંચ બંધ કરો અને ગ્રીસ કરેલા ટીનમાં બરફી કાઢી લો અને તેને ચમચી વડે સારી રીતે ફેલાવો.હવે તેને થોડીવાર માટે સેટ થવા દો.હવે તમારી કેળાની બરફી એક પ્લેટમાં કાઢીને તેના ટુકડા કરી લો.હવે તમારી કેળાની બરફી ખાવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

કોપરા પાક બનાવવાની રીત | sweet recipe | recipe in Gujarati

સામગ્ર દૂધ – 1 કપ/250 મિલીખાંડ – 200 ગ્રામકેસર દૂધએલચી પાવડર – 1 ચમચીસૂકું નાળિયેર – 200 ગ્રામદૂધની મલાઈ – ૩ ચમચીપીળો ફૂડ કલર – 2 ચપટી

કોપરા પાક બનાવવાની રીત

કોપરા પાક બનાવવા માટે, એક કઢાઈ લો અને તેમાં 200 મિલી દૂધ નાખો.• હવે 200 ગ્રામ ખાંડ, કેસર દૂધ (દૂધમાં પલાળેલા કેસરના દોરા) ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.- કઢાઈને ગેસ પર રાખો, સતત હલાવતા રહીને દૂધને ઉકાળો.• ખાંડ ઓગળી જાય પછી તેમાં 1 ચમચી ઈલાયચી પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો.- 200 ગ્રામ સુકા નાળિયેર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

બરાબર મિક્ષ થયા બાદ તેમાં ૩ ચમચી દૂધની મલાઈ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.- બે ચપટી પીળો ફૂડ કલર ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને રાંધો.• જ્યારે બરફીનું મિશ્રણ કઢાઈમાંથી અલગ થવા લાગે, ત્યારે ગેસ બંધ કરી દો અને બરફીનું મિશ્રણ ગ્રીસ કરેલી ટ્રેમાં કાઢી લો.• બરફીને ટ્રેમાં ફેલાવો અને તેને ૩ મિનિટ સુધી સેટ થવા દો.• ૩ મિનિટ પછી બરફી ચેક કરો, તેને સિલ્વર વર્કથી સજાવો અને થોડીવાર માટે બાજુ પર રાખો.• બરફીને તપાસો અને તેના નાના ટુકડા કરો.• તમારો પરફેક્ટ કોપરાપાક તૈયાર છે.

દૂધીનો હલવો બનાવવા માટેની | sweet recipe | recipe in Gujarati | dudhi no halvo

સામગ્રી1 કિલો દૂધી• 1/4 કપ ઘી• 8 નંગ સમારેલી બદામ• 12 નંગ કાજુ1 ચમચી કિસમિસ• 650 મિલી ફુલ ફેટ દૂધ• 1/2 કપ ખાંડ• 1/2 ચમચી એલચી પાવડર• 1/2 કપ મિલ્ક પાવડર• 1 ચપટી લીલો ફૂડ કલર

દૂધીનો હલવો બનાવવા માટે :

સૌપ્રથમ 1 કિલો દૂધી લો.હવે દૂધીની છાલ ને ધોઈ ને છોલી લો.• હવે તેને કાપી લો અને દૂધીનો વચ્ચેનો ભાગ કાઢી લો. હવે દૂધીને છીણી લો.હવે ગેસ પર એક પેન મૂકો, તેમાં 1/4 કપ ઘી ઉમેરીને બરાબર મિક્સ કરો.હવે તેમાં આઠ ઝીણી સમારેલી બદામ, 10-12 કાજુ ઉમેરીને બરાબર શેકી લો.હવે એક પ્લેટમાં કાજુ અને બદામ કાઢી લો. હવે પેનમાં 1 ચમચી કિસમિસ નાખીને સારી રીતે શેકી લો.હવે કિસમિસને એક પ્લેટમાં કાઢી લો.હવે ગેસની આંચ ઓછી કરો અને છીણેલી દૂધીને પેનમાં નાંખો અને તેને સારી રીતે ઘીમાં શેકો.દૂધીને થોડીવાર શેક્યા પછી તેમાં 650 મિલી દૂધ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

હવે ઢાંકણ બંધ કરો અને 10 મિનિટ પકાવો.• 10 મિનિટ પછી, ઢાંકણને હટાવી, તેમાં 1/2 કપ ખાંડ, 1/2 ચમચી એલચી પાવડર, 1/2 કપ મિલ્ક પાવડર નાખી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર પકાવો.હવે તેમાં એક ચપટી ગ્રીન ફૂડ કલર ઉમેરીને સારી રીતે મિક્સ કરી, ઢાંકણ બંધ કરી 5 મિનિટ પકાવો.5 મિનિટ પછી, ઢાંકણ દૂર કરો અને શેકેલા ડ્રાયફ્રુટ્સ, 1 ચમચી ઘી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને 2 મિનિટ માટે પકાવો.હવે ગેસ બંધ કરો અને તમે તેને સર્વ કરી શકો છો. હવે તમારો દૂધીનો હલવો સંપૂર્ણપણે તૈયાર છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top