આ ફળનુ નામ શું છે અને કોણે કોણે ખાધા છે

0

તાડફળી, તાડ ગોટી, ગલેલી ઉપયોગ : ગરીબોનુ કલ્પવૃક્ષ કહી શકાય. દરેક ભાગનો રોજબરોજના જીવનમાં ઉપયોગ… નીરો (ટોડી) પીણુ , ગોળ અને ખાંડ બનાવવા, ઉપરાંત વિનેગર, Palmwine, દવા, લાકડુ તથા ફળનો સીધો વપરાશ……

પાંડદાનો ઉપયોગ ઝુપડાનુ છાપરુ, હાથપંખો, હેટ, Baskets, Brushes, સાવરણી ( ઝાડુ ) વગેરે બનાવવા. તાડમાંથી મળતા પીણા – નીરાની માહિતી નીચે મુજબ છે.

નીરોમાં રહેલ Natural Yeast અને ભરપૂર સુગરને કારણે તેને પ્રીઝર્વેટીવ વગર 5-6 કલાકથી વધુ સાચવી શકાતો નથી. આથાની ક્રિયાને ( Fermentation ) લીધે તેમા આલ્કોહોલ બને છે અને વધુ સમય રહે તો એસિટિક એસીડ ( વિનેગાર-સરકો) બને છે. જે પીવો હાનિકારક છે.

કુદરતે ઉનાળાના ધોમધખતા તાપમા શરીરને ઠંડક અને તરસ છીપાવવા માટે પ્રકૃતિ ખોળે અનેક ફળો ની ભેટ આપી છે .આવુજ એક ઉનાળામાં જોવા મળતું દુર્લભ ફળ એટલે (તાડફલી) ગલેલી….. .દરીયાકાંઠા વિસ્તારમાં મહંદઅંશે જોવા મળતા 80થી 100 ફુટ ઉંચા તાડના વૃક્ષ પર તાડફલીના ફળો ઝૂમખામાં 20થી25ની સંખ્યામાં જોવા મળે છે. પ્રાચીન કાળથી તાડનુ વૃક્ષ માનવ સમાજ માટે કલ્પવૃક્ષ ગણાતુ હતુ.કારણ કે પ્રાચીન કાળમાં ઘર બનાવવા માટે તાડના થડની થાંભલી ઉપર તાડના પાન (તરસાડ) નો છાવણ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.તાડના પાન સાથે જોડાયેલી ડાળી(ફેંટા) દિવાલની આડાશમાં કામમાં વાપરવામાં આવતા હતાં.તાડની પાંદડી(તાડપત્રી) ધાર્મિકલેખો માટે ઉપયોગ કરવામાં આવતો હતો, તાડના ફળ પાકી ગયા બાદ તેને જમીનમાં વાવેતર કર્યા પછી 4 મહીના પછી તેમાંથી તાડકંદ(દંતારા) નીકળે છે.જેને ખાવાની મજા કંઈ અનોખી હોય છે,પરંતુ દુ:ખની વાત એ છે કે આજે આધુનિકરણની દોટમાં માનવી તાડવૃક્ષના વૃક્ષની ઉપયોગીતા ભુલી ગયો છે. અને હવે તાડના વૃક્ષોનુ નિકંદન કાઢી રહયો છે.

નર્મદાના અંતરિયાળ વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં તાડના ઝાડ આવેલા છે. ઉનાળામાં આ ઝાડ પર તાડફળી નામનું ફળ આવે છે. 95 ટકા પાણીનો ભાગ ધરાવતું આ ફળ ઉનાળામાં શીતળતા બક્ષે છે. આદિવાસીને આ ફળ પૂરક રોજગારી પણ પૂરી પાડે છે.

લીલા નારિયેળ જેવું દેખાતું આ ફળ નારિયેળ નહિ પણ ગરીબોના અમૃત સમુ તાળફળીનું ફળ છે. તાડના ઝાડ પર થતું આ ફળ માત્ર ઉનાળામાં જ જોવા મળે છે. વહેલી સવારે આદિવાસીભાઈઓ હાઇ-વે પર આ ફળનું વેચાણ કરે છે. આ ફળના વેચાણથી તેઓ પૂરક રોજગારી મેળવે છે. ઉનાળમાં ઠંડક આપતું આ ફળ ગરીબો માટે અમૃત સમાન છે.

તાડફળી સ્વાદમાં મીઠું છે. સાથે સાથે 90 ટકા પાણીનો ભાગ હોવાથી તરસ પણ છીપાવે છે. તાપ સામે રક્ષણ આપતા આ ફળની મજા માણવા દૂર દૂરથી લોકો આવે છે.

આયુર્વેદમાં પણ તાડફળીનું ખૂબ જ મહત્વ છે. શરીરને ગરમી સામે રક્ષણ આપનાર આ ફળ મૂત્રદોષમાં ખૂબ જ ઉપયોગી છે. તાડફળી કીડનીને સાફ રાખે છે. અને ગરમીને બહાર કાઢે છે…..કુદરતના અખૂટ ભંડાર એવા તાડના વૃક્ષનો ઉછેર ધીમો થાય છે. લગભગ 10 વર્ષ બાદ આ ઝાડમાં વૃદ્ધિ થાય છે. ત્યારબાદ તે ફળ આપે છે. આ વૃક્ષ ભલે છાયડો ન આપે પરંતુ શીતળતા તો બક્ષે જ છે.

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here