10.8 C
New York
Saturday, December 14, 2024

શારીરિક અને માનસિક થાકના કારણો, લક્ષણો અને સારવાર અચુક વાચજો અને શેર કરજો

પૂરતી ઊંઘ આવે તે માટે દવા આપ્યા વગર સારવાર કરવી જોઈએ. જો ઊંઘ નહીં આવવાનું કારણ ‘સ્લીપ એપ્નીયા’ હોય તો તેની સારવાર કરવી જોઈએ.શારીરિક અને માનસિક થાક એ બંને જૂદી વસ્તુ છે, અટક્યા વગર ખૂબ શ્રમ કર્યો હોય ત્યારે શારીરિક થાક લાગે. એજ રીતે અટક્યાં વગર કોઈ કામ જેવું કે ઓફિસનું કામ જેમાં મગજનો ઉપયોગ સતત કર્યો હોય ત્યારે માનસિક થાક લાગે. બંને વખતે કશું જ કરવાનું ગમે નહીં. ફક્ત આરામ કરવાની (ઊંઘી જવાની) ઈચ્છા થાય. આ બંને પ્રકારના થાકની સારવાર કરવાથી આરામ થાય. ડોક્ટરો એ કોઈ પણ પ્રકારનો થાક જે છ મહિનાથી વધારે ચાલે તેને ‘ક્રોનીક ફટિગ સિન્ડ્રોમ’ એવું નામ આપ્યું છે.થાક લાગવાના શારીરિક અને માનસિક કારણો : ૧. ઓબેસીટી (જાડાપણું) ૨. સ્લીપ એપનીઆ ૩. માનસિક તનાવ (સ્ટ્રેસ) માટે દવાઓ લેતા હોય. ૪. ઊંઘ ના આવતી હોય. ૫. વધારે પડતો શ્રમ કે કસરત કરી હોય ૬.કશું કામ ના હોય તેને લીધે આવતો કંટાળો અને થાક ૭. ટી.વી. જોવામાં કે બહાર ફરવામાં જાણી જોઈને ઉજાગરો કર્યો હોય ૮. વધારે પડતી ચા કે કોફી પીધી હોય જેને કારણે કેફિન શરીરમાં વધારે જાય. ૧૦. સિગારેટ અને દારૂ પીવાની ટેવ ૧૧. ડાયાબિટીસ ૧૨. એડિસન્સ ડીસીઝ ૧૩. એનોરેક્સિઆ નર્વોઝા (ભૂખ ના લાગવી) ૧૪. આર્થાઈટીસ (સાંધાની તકલીફો) ૧૫. રૂમેટિક આથ્રૉઈટીસ ૧૫. બધા જ પ્રકારના ઓટોઈમ્યુન ડીસીઝ ૧૬. ટયૂબરક્યુલોસિસ (ટી.બી.) ૧૭. એઈડ્સ ૧૮. ખોરાકનો અભાવ ૧૯. કિડનીના રોગો ૨૦. લિવરના કારણો ૨૧. હૃદય રોગ ૨૨. થાઈરૉઈડ ગ્રંથિના રોગ ૨૩. હાઈ બ્લડ પ્રેશર ૨૪. ડિપ્રેશન ૨૫. ફેફસાના રોગો. ૨૬. ગર્ભાવસ્થા તેમજ બાળકનો જન્મ થયો હોય ૨૭. દવાઓની આડઅસરને કારણે પણ થાક લાગે જેમ કે એ. એન્ટીડીપ્રેશન્ટ બી. એન્ટીહાઈપરટેન્સિવ સી, સ્ટેટિન્સ ડી. સ્ટરોઈડ્સ ઈ. એન્ટિ હિસ્ટામિનિક્સ એફ. સિડેટિવ્સ જી. એન્ટિએન્ક્ષાઈટી ૨૮. શરીરમાં અમુક પ્રકારના વિટામીન્સ અને મિનરલ્સની ખામી હોય ત્યારે પણ થાક લાગે. ૨૯. શરીરમાં કોઈ ચેપ લાગ્યો હોય ત્યારે ૩૦ કોઈ કારણસર શરીરમાં સતત દુખાવો રહેતો હોય ૩૧. અંગત સગાનું મૃત્યુ થયું હોય ૩૨. ધંધામાં નુકશાન ગયું હોય ૩૩. ધંધો બરોબર ચાલતો ના હોય ૩૪. ઘર બદલવાનું હોય અથવા બીજી જગ્યાએ રહેવા જવાનું હોય. વૈજ્ઞાાનિકોએ થાકને બીજી રીતે પણ ઓળખાવ્યો છે શારીરિક થાક : જેમાં વ્યક્તિ સહેલાઈથી દાદર ચઢી શકતો હોય તે ને એ જ કામ કરવામાં થાકી જાય.માનસિક થાક : જેમાં પોતાનું ઓફિસનું કામ કરતા વખતે પૂરતું ધ્યાન આપી ના શકે તે વખતે તેને બગાસા આવે અને ઊંઘી જવાનું મન થાય.થાકના લક્ષણો :૧. સ્નાયુનો દુખાવો ૨. કામ કરવાનો કંટાળો અને દુર્લક્ષ ૩. દિવસે ઊંઘ આવે ૪.ઊબકા આવે ઓડકાર આવે. કબજિયાત થાય ઝાડા થઈ જાય. ૫. માથું દુખે ૬. વારેવારે ગુસ્સે થઈ જાય. ૬. કોઈ વસ્તુ માટે વાત ના કરી શકે. ૭. આંખે ઓછું દેખાય.ઉપરના બધા જ લક્ષણો થોડો પણ શ્રમ કરે તો વધારે થાય અને અસર બીજે દિવસે દેખાય.થાકનું નિદાન કેવી રીતે થાય?થાકનું કારણ શારિરિક છે કે માનસિક છે તે માટે ફેમીલી ડોક્ટરની સલાહ લેવી જોઈએ જે દર્દીને સવાલ પૂછી અને ચોક્કસ કારણ કહી શકે. ૧. ઘણો શારિરીક શ્રમ કે વધારે પડતી કસરતને કારણે થાક લાગે છે? ૨. થાક લાગે ત્યારે ખૂબ નબળાઈ લાગે છે? ૩. ઓફિસનું કે ઘરનું કામ કરતા હોય ત્યારે બગાસા આવે છે અને સૂઈ જવાનું મન થાય છે. ૪. ફેમિલીનું કારણ હોય કે બીજા કોઈ કારણસર સતત માનસીક તનાવ રહે છે? વગેરે આ સિવાય ૫. લોહીની તપાસ કરાવી. એ. લોહી ઓછું છે તેની (એનીમિયાની) બી. લિવર ફંક્શન ટેસ્ટ. સી. ડાયાબિટીસ માટે તપાસ ડી. કિડની ફંક્શન ટેસ્ટ ઈ. યુરીન ટેસ્ટ એફ. થાઈરૉઈડની તપાસ કરવીને થાકનું નિદાન થઈ શકે અને આરામ કરે તો તેમાં આરામ થાય છે કે લક્ષણો વધે છે તે નક્કી કરાય.૨. ઊંઘ કેટલી અને કેવી આવે છે તે પણ જાણી શકાય. ૩. કઈ દવાઓ લે છે તેનાથી કેટલો ફાયદો થાય છે તે પણ જાણવા મળે.નિદાન કરવા કઈ તપાસ કરવામાં આવે :લોહીની અને પેશાબની તપાસ એક્ષ રે તપાસ. બ્લડ પ્રેશરની તપાસ.થાકની સારવાર કેવી રીતે થાય :થાક લાગવા માટે કોઈ એક પ્રકારની સારવાર નથી. થાક લાગવાનું જે કારણ હોય તે પ્રમાણે સારવાર કરવામાં આવે છે. આ માટે૧. પૂરતી ઊંઘ આવે તે માટે દવા આપ્યા વગર સારવાર કરવી જોઈએ. જો ઊંઘ નહીં આવવાનું કારણ ‘સ્લીપ એપ્નીયા’ હોય તો તેની સારવાર કરવી જોઈએ. ૨. નિયમિત ઉંમરનો ખ્યાલ રાખી પ્રમાણસર કસરત કરવી જોઈએ. ૩. શરીરમાં ‘કેફિન’ બને એટલું જાય તેવો પ્રયત્ન કરવો જોઈએ એટલે કે ચા અને કોફી ત્રણ કપથી વધારે પીવા ના જોઈએ. દારૂ પીવાનું અને કોઈ પણ કેફી દ્રવ્યો લેવાનું તદ્દન બંધ કરવું જોઈએ. ૪. પાણી ખૂબ (અઢીથી ત્રણ લિટર જેટલું) પીવું જોઈએ. ૫. ખોરાક યોગ્ય પ્રમાણમાં લઈને બોડીમાસ ઈંડેક્સ (બીએમઆઈ) ૨૫ કે તેની અંદર રાખવો જોઈએ. ૬. ફરજિયાત ના હોય તેવા કારણો વગર શારીરિક અને માનસિક કામ ઓછા રાખવા જોઈએ. ૭. રિલેક્ષ થવા માટે યોગા અને મેડિટેશન કરવા જોઈએ. ૮. જરૂર પડે તો ટોકિંગ થેરેપિ (સી.બી.ટી.) સારવાર લેવી જોઈએ ક્રોનિક ફટિગ સિન્ડ્રોમ : કોઈ પણ જાતનો થાક સતત લાગે ત્યારે તેને ‘ક્રોનીક’ કહેવાય પણ ડોક્ટરો અને સંશોધનકારોએ શારીરિક કે માનસિક કારણોને લીધે થનારા કોઈ પણ પ્રકારના થાક જે છ મહિનાથી વધારે ચાલે ને ‘ક્રોનીક ફટિગ સિન્ડ્રોમ’ (સી.એફ.એસ.) અથવા સિસ્ટેમિક એક્ઝર્શન ઇંટોલરન્સ ડીસીઝ (એસ.ઈ.આઈ.ડી.) અને ”માયેલ્જીક એન્કેલોપથી” (એમ.એ.) અથવા ટુંકાણમાં એમએ/સીએફએસ નામ આપેલ છે.ક્રોનિક ફટિગ સિન્ડ્રોમના લક્ષણો : ૧. ઊંઘ બહુ મુશ્કેલીથી આવે ૨. આખા શરીરના સ્નાયુ અને સાંધામાં કોઈપણ દેખીતા કારણ (સોજો અથવા ઈજા) વગર દુખાવો થાય જેને ‘મલ્ટી સાઈટ પેઈન’ કહેવાય. ૩. માથું સતત દુખે ૪. ગળુ બેસી જાય ૫. આજુબાજુમાં શું થાય છે તેની કોઈ વાર સમજ ના પડે (કોગ્નિટિવ ડીસ્ફક્ષન) ૬. અશક્તિ લાગે ૭. લિમ્ફ નોડમાં દુખાવો થાય ૮. ચક્કર આવે ૯. ઊલટી અને ઊબકા જેવું લાગે ૧૦. હાર્ટ એટેક ના આવ્યો હોય છતાં હૃદયના ધબકારા વધી જાય ૧૦. તાવ આવ્યો હોય તેવી અશક્તિ અને સુસ્તી લાગે.૧૧. થાક બહુ લાગે ૧૨. માથું બહુ દુ:ખે ૧૩. થોડો પણ શારીરિક કે માનસિક શ્રમ કર્યો હોય ત્યારે આ બધા જ લક્ષણો વધારે પ્રમાણમાં થાય. ક્રોનિક ફટિગ સિન્ડ્રોમ માટે જાણવા જેવી ખાસ માહિતી : ૧. ક્રોનિક ફટિગ સિન્ડ્રોમ (સી.એફ.એસ.) થવાના કારણો વૈજ્ઞાાનિકોને ખબર નથી તેને માટે ઘણી થીયરી છે.૨. કોઈ ખાસ તપાસ પણ નથી જેથી આ રોગનું ચોક્કસ નિદાન થઈ શકે.૩. આ રોગની સારવાર તેના નીચે પ્રમાણે જણાવેલા ખાસ લક્ષણોની સારવાર કરીને જ થઈ શકે.એ. ખૂબ થાક લાગવો. બી. યાદશક્તિ ઓછી થઈ જાય. સી. એકાગ્ર ચિત્ત રાખી ના શકે. ડી. ગળું બેસી જાય (સોર થ્રોટ) ઈ. ડોકમાં અને બગલમાં રહેલી ‘લીમ્ફ નોડ’ સુઝી જાય. એફ. સ્નાયુ અને સાંધામાં સતત દુખાવો થાય. જી. માથું ખૂબ દુખે. એચ. ઊંઘ થોડી ઘણી આવે પણ તેને કારણે ‘ફ્રેશ’ થવાને બદલે થાકેલા લાગે. આઈ. થોડો પણ શારીરિક કે માનસિક શ્રમ કર્યો હોય તો તેની અસર ૨૪ કલાક સુધી રહે.ક્રોનિક ફટિગ સિન્ડ્રોમ થવાની શક્યતા કોને છે? : ૧. ૪૦ થી ૫૦ વર્ષની ઉંમરે ૨. સ્ત્રીઓને થવાની શક્યતા વધારે હોય. ૩. માનસિક તનાવ (ડિપ્રેશન) ૪. વાઈરલ ઈન્ફેક્ષન થયા પછી થઈ શકે. ૫. હોર્મોનલ ઈમ્બેલેન્સ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles