ઉપયોગમાં આવે તેવી ૩૦+ રસોઈ ટીપ્સ

પુડલા કરકરા બનાવવા માટે મગની દાળના મિશ્રણમાં એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરી પૂડલા બનાવવાથી તે વઘુ કરકરા બનશે. અને ટેસ્ટી પણ બનશે.   ભીંડાને ક્રિસ્પી બનાવવા બે ચમચા છાશ અથવા થોડું દહીં નાંખીને તેજ આંચ પર રાંધવા.  દેશી ઘીને લાંબો સમય તાજુ રાખવા તેમાં ગોળ અને સિંધવ લુણનો ૧-૧ ટુકડો નાંખવો. .

શાક અથવા દાળમાં નમક વઘુ પડી ગયું હોય તો કાચા બટેટાની સ્લાઈસ નાંખીને થોડીવાર ઉકાળવું. ખારાશ ઘટી જશે.. વડા બનાવતી વખતે ખીરું પાતળું બની ગયું હોય અને તળવામાં તકલીફ થતી હોય તો તેલમાં એક ચમચો ઘી મિક્સ કરવું.  બટાકાની સૂકી ભાજી કે રસાવાળું શાક બનાવી રહ્યાં છો તો તેમાં મોટી ઇલાયચી નાંખી દો. નવો જ સ્વાદ બનશે.  શાકનો વઘાર કરતી વખતે તેલમાં પહેલા હળદર નાંખો, તેલના છાંટા ઓછા ઉડશે.  કોઇપણ રસાવાળું શાક ઘટ્ટ કરવું હોય તો ઘીમાં શેકેલી ડબલરોટીનો ભૂક્કો તેમાં મિક્સ કરી દો. આનાથી શાક ઘટ્ટ તો થશે જ સાથે સ્વાદિષ્ટ પણ બનશે.

કોબીના પાનને બાફી સમારી તેમાં ચણાનો લોટ, હળદર, મીઠું, મરચું ભેળવી તળવા અને ગ્રેવી બનાવી તેમાં આ ભજિયા નાખવા. કોબીના કોફ્તા તૈયાર થશે. કોબીના પાનનો ઉપયોગ વેજીટેબલ રોલ્સ બનાવવા કરી શકાય. ઉપમામાં ઝીણી સમારેલી કોબી નાખવાથી ઉપમા સ્વાદિષ્ટ લાગે છે. સ્વાદિષ્ટ સલાડ માટે કોબીને ઝીણી સમારી તેમાં વલોવેલું દહીં, મીઠું, મરચું, શેકેલું વાટેલું જીરું સ્વાદાનુસાર નાખવું. ઝીણી સમારેલી કોબીનાં પરઠા તેમ જ મુઠિયા બનાવી શકાય.

શાકનો વઘાર કરતી વખતે તેલમાં પહેલા હળદર નાંખો, તેલના છાંટા ઓછા ઉડશે. .કોઇપણ રસાવાળું શાક ઘટ્ટ કરવું હોય તો ઘીમાં શેકેલી ડબલરોટીનો ભૂક્કો તેમાં મિક્સ કરી દો. આનાથી શાક ઘટ્ટ તો થશે જ સાથે સ્વાદિષ્ટ પણ બનશે. અંકુરિત અનાજને ફ્રીજમાં મુકતા પહેલા તેમા એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી દો, આવુ કરવાથી તેમા વાસ નહી આવે.

પરાઠા બનાવતા પહેલા લોટમાં એક બાફેલુ બટાકુ અને એક ચમચી અજમો નાખી દો. પરાંઠા માખણથી શેકો. પરાઠાં કુરકુરા અને સ્વાદિષ્ટ લાગશે. ભજિયા, પકોડા કે આલુવડા સર્વ કરતી વખતે ઉપરથી ચાટ મસાલો ભભરાવી દો. સાથે બે લીલા તળેલા મરચાં મુકી દો. તમારી આ ડીશ સૌને વધુ આનંદ આપશે

રોટલીનો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ભેળવવાથી લોટ કુણો બંધાશે અને રોટલી પાતળી વણાશે તેમજ સુકાશે નહીં.  ઈડલી ઢોસાનો ઘોળ પાતળો થઈ ગયો હોય તો તેમાં જોઈતા પ્રમાણમાં રવો ભેળવવાથી મિશ્રણ ઘટ્ટ થઈ જશે.  

મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા રાખી મૂકવાથી મીઠામાં ભેજ નહી લાગે.  પાંદડાયુક્ત ભાજીમાં રાંધતી વખતે તેમાં ચપટી ખાવાના સોડા અને મીઠું નાખવાથી ભાજી જલ્દી ચઢી જશે અને ભાજી લીલીછમ રહેશે. કાબુલી ચણા બાફતી વખતે એક ચમચી સાકર ઉમેરવાથી ચણા જલ્દી બફાઈ જશે. અડદની દાળનાં દહીંવડા બનાવતી વખતે તેની પેસ્ટમાં થોડોક મેંદો ઉમેરવાથી દહીંવડા સફેદ અને મુલાયમ થશે.  ગુવારના શાકમાં અજમાનો વઘાર કરવાથી પેટમાં ગેસ પણ નહી થાય અને શાક વધુ સ્વાદિષ્ટ લાગશે.

ફરસી પૂરી બનાવતી વખતે મેંદાના લોટમાં મીઠા અને જીરા અને મરીનાં ભૂકાને ઉકાળેલા થોડાંક પાણીમાં ભેળવી તેજ પાણીથી લોટ બાંધવાથી મરી અને જીરૂ ચોંટેલા રહેશે.  દાળ – ચોખા રાંધતી વખતે તેમાં ઉભરો આવે તો તેમાં થોડું ઘી અથવા તેલ નાખવાથી ઊભરો બેસી જશે.  તાજા બ્રેડને ભીની છરીથી કાપવાથી બ્રેડ આસાનીથી કપાઈ જશે.

 રીંગણામાં ચાર કાપા કરી તેને તળવાથી રીંગણામાં મસાલો તરત ભરાશે અને ભરેલા રીંગણાનું શાક જલદી તૈયાર થઈ જશે.  ભરેલા પરવળ બનાવવા પરવળમાં કાપા કરી તેને પાણીમાં કાચા પાકા બાફી તેમાં મસાલો જલ્દી ભરાશે અને પર્વળ તૂટશે નહીં.  ઘી બળી જાય તો તેમાં કાચું બટાટું નાખી હલાવવાથી ઘી સાફ થશે. વાસી ભાતને તાજા બનાવવા વાસી ભાતને કેસરોલમાં પહેલા નીચે પાથરવા અને તેની ઉપર તાજા ભાત મૂકવાથી વાસી ભાત તાજા બની જશે. અથાણાંને કાચની બરણીમાં ભરવાથી બગડતાં નથી. સરગવાની શીંગને પ્લાસ્ટિક બેગમાં મૂકી ફ્રિજમાં મૂકવાથી લાંબા સમય સુધી તાજી રહે છે.

Leave a Comment