ઉપયોગમાં આવે તેવી 11 ઘરગથ્થુ ટીપ્સ

0

(1) તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે કોપરેલના તેલનો આ પ્રયોગ જરૂર કરવો જોઈએ કોપરેલમાં હળદર ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકીલી બનશે. જો તમારી ત્વચા એકદમ શુષ્ક રહેતી હોય તો આ પ્રયોગ અજમાવવો(2) તમારા ઘરમાં કાંદા નથી પરંતુ તમે કૈક વઘારમાં કાંદા નાખવા માંગો છો તો આ ઉપાય તમારી પાસે કાંદાની કમી દુર કરશે’ આદુના રસમાં ચપટી હીંગ નાખીને ઉપયોગ કરવાથી કાંદા જેવી જ સોડમ આપશે. કાંદા ન હોય તો આ નુસખો ઉપયોગી બને છે.(3) નોનસ્ટીક વાસણને ચમકાવવા માટે લીંબુના રસને ખાટા દહીંમાં ભેળવી તેનાથી નોનસ્ટિક વાસણ સાફ કરવાથી વાસણ ચમકીલા થશે.(4) મેંદુવડા બનાવવા અડદની દાળને લીસી વાટવી જોઈએ . દાળ વાટતી વખતે તેમાં થોડું થોડું પાણી નાખતા જવું જેથી દાળ લીસી બનશે. પાણી વધી જવાથી વડા સરખા થશે નહીં. દાળ બરાબર વટાશે તો જ મેંદુવડા સારા થશે. આમ મેદું વડાની દાળનું ખીરું લીસુ બનાવવી જોઈએ(5) શરીર પર ગરમ પાણી પડવાથી દાઝી જવાય તો તરત જ આ ઉપાય કરો દાઝ્યા પર વનસ્પતિ ઘી લગાડી દેવાથી ફોડલાં નહીં પડે.તેમજ બળતરા શાંત પડી જશે. (6) ઢોસાને કરકરા અને તવા પર ચોંટે નહિ એ રીતે બનાવવા માટે ઢોસાના ખીરામાં અડધું લીંબુ નિચોવી બરાબર હલાવી ઢોસા ઉતારવાથી ઢોસા કરકરા ઉતરશે તેમજ તવો બળશે નહીં.(7) પંજાબી સમોસા બનાવતી વખતે સમોસા સ્પંવાદિષ્જાટ બનાવવા માટે પંજાબી સમોસા બનાવતી વખતે બાફેલા બટાટાને બદલે બટાકા ઝીણા સમારી તેલમાં વઘારીને નાખવાથી સમોસા સ્વાદિષ્ટ થશે. (8) માસિક દરમિયાન પીડાથી છુટકારો મેળવવા માટે વરિયાળીનું ચુરણ અને સાકર સપ્રમાણ લઈ બરાબર ભેળવી દેવી ૮ થી ૧૦ ગ્રામ જેટલી માત્રા સવાર સાંજ ગરમ દૂધ સાથે દોઢ મહિનો ફાકવાથી માસિક સાફ આવશે તથા પીડાથી છુટકારો મળશે.(9) વાળને મુલાયમ અને ચમકીલા બનાવવા માટે ગાયનું  ઘી માથામાં  ચોળી એક કલાક  બાદ વાળ ધોવાથી મુલાયમ, ચમકદાર અને કાળા થાય છે.(10) રાતે નિંદર ન આવતી હોય કે મોડી આવતી હોય તો અનિદ્રાનો ઉપાય રાતના  બે ચમચા મધ અને એક  પ્યાલામાં  પાણીમાં  ભેળવી હલાવીને  પીવાથી  શાંત અને ગાઢ નિંદ્રા આવે છે.(11) ટામેટાનો સૂપ બનાવતી વખતે તેમાં ફૂદીનાનાં થોડા પાન નાખવાથી સૂપની સોડમ તથા સ્વાદ બંને સારા લાગશે.(12) પગમાં પગની આંગળીમાં નીચેના ભાગમાં સાંધા પર ચીરા પડી ગયા હોય તો તેના પર બોરીક પાવડર લગાડવાથી રાહત થશે.(13 ) લસણના ફોતરા ઝડપથી નીકળી જાય એ માટે લસણ સરળતાથી ફોલવા માટે કળીઓ પર તેલ લગાડી થોડી વાર રહેવા દઇ ફોલવાથી જલદી ફોતરા ઉતરી જશે.(14) ખમણને પોચા બનાવવા માટે ખમણ ઢોકળાં બનાવતી વખતે દોઢ કપ દાળના આથામાં બે સાદા ફ્રુટ સોલ્ટના પાઉચ નાખી બરાબર ફીણી ખમણ ઉતારવાથી ખમણ પોચાં થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here