ઉપયોગમાં આવે તેવી 7+ ઘરગથ્થું ટીપ્સ

0

(1) દહીં વડા બનાવતી વખતે દહીં વડાની દાળમાં બેકિંગ સોડા ઉમેરવાથી દહીવડા એકદમ મુલાયમ અને ફ્લેલા બનશે .દહીં વડા બધા હોશે હોશે ખાશે

(2) જો ક્યારેય રસોઇમાં મીઠું વધારે પડી જાય તો ગભરાવું નહિ . તેમાં દુધની બે ચમચી ઉમેરો મીઠાનો વધારે પડતો સ્વાદ જતો રહેશે . તમે તે કાચું બટેકુ નાખીને પણ કરી શકો છો . આમ મીઠુ વધારે હોય ત્યારે જરૂર કરજો આ પ્રયોગ (3) ભીંડાને સમારતી વખતે તેમજ તેનું શાક બનાવતી વખતે જોયું હશે કે તે અેકબીજા સાથે ચોંટી જતો હોય છે . તેનાથી બચવા તેમાં થોડા ટીપા લીંબુના રસના ઉમેરી દો . તેનાથી ભીંડો ચટશે પણ નહિ તેમજ સ્વાદિષ્ટ બનશે અને શાક ઝડપથી બનશે .

(4) ડુંગળીને સાંતળવામાં વધારે સમય લાગતો હોય તે માટે ડુંગળીને ઝડપથી સાંતળવા માટે એક ચમચી બેકિંગ સોડા અથવા ખાંડ ઉમેરો તો તે ઝડપથી સંતળાય જશે . આમ ડુંગળી ઝડપથી ચડી જાય છે

(5) રસોઈ બનાવતી વખતે જો તમે દાઝી જાવ તો તે સ્થાન પર બરફ ઘસવો , બટેટા પીસીને લગાવવા તેમજ ઘી અથવા નાળીયેર તેલ લગાવવું . (6) ડુંગળી કાપતી વખતે આંખમાં આંસુ આવી જતા હોય છે . તેનાથી બચવા પહેલા ડુંગળીને ઠંડા પાણીમાં પલાળો ત્યાર બાદ સમાંરવાથી આવી સમસ્યા નથી થતી .

શતાવરીના છોડને સો કરતાં પણ વધારે મુળ હોય છે આથી એને શતાવરી કહે છે . શતાવરીના છોડ ત્રણથી ચાર ફટ ઉંચા , પાન શરુ જેવાં બારીક અને ડાળીના મુળ પાસેથી છેડા સુધી બંને બાજુએ સરખાં હોય છે . તેનાં મુળને ફીક્કાશ પડતી લાલ – પીળા રંગની છાલ હોય છે એ છાલ કાઢતાં અંદર ધોળા રંગનો ગાભો અને વચ્ચે દોરા જેવું દેખાય છે . આ મુળને જ શતાવરી કહે છે .

(7) સૌ પ્રથમ શતાવરીના મૂળને તેના છોડથી જુદા કરી સારી રીતે ધોઇ લઇશું . ત્યારબાદ તે મૂળને નાના – નાના ટુકડાઓમાં કાપી લઈશું જેથી તે જલ્દીથી સુકાઈ જાય . હવે આ શતાવરીના ટુકડાઓને સંપૂર્ણ રીતે તડકામાં સૂકવી દઇશું . હવે સુકાઇ ગયા પછી તે મૂળને મિક્સર જારમાં નાખી પાવડર બનાવી લઇશું . પાવડર બની ગયા પછી તેને ચાળવાની ગરણી વડે ગળી લઈશું જેથી વધારાનો છાલવાળો કચરો બહાર નીકળી જાય . હવે આ સ્વાથ્યવર્ધક શતાવરી ચૂર્ણ જે વિવિધ ઉપયોગ માટે તૈયાર છે જેને તમે એક હવાચુસ્ત બરણીમાં ભરીને લાંબા સમય માટે સાચવી શકો છો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here