બ્લડ પ્રેશરને ઘટાડવાની સાથે જ કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરશે એક ગ્લાસ જ્યુસ

0

હાઇ બ્લડ પ્રેશરથી પરેશાન છો તો ગભરાઈ જવાની જરૂર નથી  દરરોજ પિઓ એક ગ્લાસ ટામેટાંનો જ્યુસ …. તમારી સમસ્યા દૂર થશે  હાઇ બ્લડ પ્રેશરને સાઇલેન્ટ કિલર પણ માનવામાં આવે છે. મોટાભાગે આ શરૂઆતી ચેતાવણીના લક્ષણ આપ્યા પહેલા અનિયંત્રિત અને જોખમી સ્તર સુધી પહોંચી જાય છે ત્યારે લોકોને તેના વિશે માહિતી મળે છે. આ પ્રકારની સિચ્યુએશનથી બચવા માટે યોગ્ય સમય પર ડોકટરની સલાહ લેવી જરૂરી હોય છે.

જો તમે હાઇ બ્લડ પ્રેશરના પેશેન્ટ છો અને તેને મેનેજ કરવા માટે ઘરેલૂ ઉપચારોની મદદ લેવા ઇચ્છો છો તો દરરોજ એક ગ્લાસ ટામેટાંનો રસ પિઓ તેનાથી ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. એક શોધ અનુસાર ટામેટાનો રસ બ્લડ પ્રેશરને ઘટાડવાની સાથે – સાથે કોલેસ્ટ્રોલ લેવલને પણ નિયંત્રિત કરી શકે છે અને હાર્ટ ડિસીઝને ઘટાડવામાં મદદ કરે છે.

જયુસ બનાવવાની સરળ  રીત ઃ આ જ્યુસ બનાવવા માટે તમે ૩ થી ૪ ટામેટાને મિક્સીમાં બ્લેન્ડ કરો અને થોડુક પાણી મિક્સ કરીને ગાળી લો. આ જ્યુસને મીઠા વગર પીવું વધારે ફાયદાકારક હોય છે. કેટલાક લોકો બજારમાં મળતાં પેકેટ જ્યુસનો ઉપયોગ કરે છે પરંતુ તેમાં પ્રિઝરવેટિવ હોવાને કારણે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. એટલા માટે ઘરે જ જ્યુસ બનાવીને તેનું સેવન કરો. કેવી રીતે હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે ? : ટામેટાંના રસમાં + બાયોએક્ટિવ તત્ત્વ જેવા કે કેરોટીનોયડ , વિટામિન એ, કેલ્શિયમ અને એમિનોબ્યૂટ્રિક એસિડ હોય છે જે લગભગ દરેક લાલ ફળોમાં મળી આવે છે . જે હાર્ટ ડિસીઝને ઠીક કરવા માટે પ્રમુખ ભૂમિકા નિભાવે છે. તેમાં લાઇકોપીન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે એક એન્ટીઑક્સીડેન્ટ તત્ત્વ છે. તેના અન્ય લાભ : જો તમે ટામેટાંનો રસ દરરોજ પીઓ છો તો આ હેલ્થને કેટલાય ફાયદા પહોંચાડે છે. આ આંખ અને સ્કિન માટે પણ ઘણો સારો છે. તેમાં રહેલા અલગ અલગ પ્રકારના વિટામિન્સ સોજાને ઘટાડવા અને તમારી કોશિકાઓને મુક્ત કણોથી થતાં નુકશાનથી બચાવે છે. ટામેટાંનાં જ્યૂસમાં વિટામિન સી , વિટામિન બી અને પોટેશિયમ જેવા કેટલાય મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વ હોય છે જે એક હેલ્ધી શરીર માટે ખૂબ જ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here