રવિવારનું સ્પેશીયલ મેનુ નોંધી લો

0

દરેક મહિલાઓને રોજ એક જ પ્રશ્ન હોય છે આ જ રસોઈમાં શું બનાવવું જો કઈ મેનુ ફિક્સ હોય તો રસોઈ બનાવવામાં ખુબ સરળતા રહે છે.  તો આજે અમે તમારી સાથે મેનુ લઈને આવિયા છીએ

રવિવારે સવારે બનાવાનો નાસ્તો: સવારે નાસ્તામાં બનાવો ઝટપટ રવાની ઈડલી બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • ૧ કપ રવો
  • ૧ ટીસ્પૂન અડદ ની દાળ
  • ૧ ટેબલ સ્પૂન તેલ
  •  ડુંગળી
  • ૧ ટેબલ સ્પૂન રેડ કેપ્સિકમ
  • ૨ ટેબલ સ્પૂન દહીં
  • ૧ કપ પાણી
  • મીઠું આવશ્યકતા અનુસાર
  • ટુકડા ૩-૪ કાજુના
  • ૨ ટેબલ સ્પૂન વટાણા
  • ૨ ટેબલ સ્પૂન છીણેલું ગાજર
  •  ટામેટું
  •  લીલા મરચાં
  • ૫-૬ પત્તા મીઠી લીમડી
  •  સૂકું લાલ મરચું
  • ૧ ટેબલ સ્પૂન બારીક કટ કરેલ લીલા ધાણા
  • ૧ ટીસ્પૂન રાઈ
  • ચપટી હિંગ

રવાની ઈડલી બનાવવા માટેની રીત:  સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ક્રેક કરો. ત્યારબાદ તેમાં અડદની દાળ, લીમડી,સૂકું લાલ મરચું,હિંગ નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં ડુંગળી, લીલા મરચાં નાખી બેથી ત્રણ મિનિટ સુધી સાંતળો. હવે તેમાં બારીક કટ કરેલા ટામેટા એડ કરો. એક મિનિટ માટે તેને પણ સોતે કરી લો. હવે તેમાં રવો એડ કરો ધીમા તાપે ચારથી પાંચ મિનિટ સુધી સરસ ફ્લેવર આવે ત્યાં સુધી શેકો. હવે તેમાં લીલા વટાણા, ગાજરનું છીણ, રેડ કેપ્સિકમ,મીઠું એડ કરો. એક મિનિટ માટે તેને પણ રવા સાથે મિક્સ કરી લો. હવે તેમાં એક કપ ગરમ પાણી નાખો અને મિક્સ કરો.હવે તેમાં દહીં નાખી મિક્સ કરો. બિલકુલ ધીમા તાપે પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. ત્યારબાદ તેમાં લીલા ધાણા અને કાજુ એડ કરો મિક્સ કરો. ગરમા ગરમ ઉપમા સર્વ કરો.

રવિવારે બપોરે બનાવવાનું ભોજન: ફણગાવેલ દેશી ચણા અને લીલી હળદરનું શાક:

  •  લીલી ડુંગળી ઝીણી સમારેલી
  •  ડુંગળી ઝીણી સમારેલી
  • લીલાં ધાણા ગાર્નિશ માટે
  • ૧ ટામેટું
  • ૧/૨ ગરમ મસાલો
  • ૫૦ ગ્રામ લીલી હળદર ઝીણી સમારેલી
  • ૧ ચમચો તેલ
  • ૫૦ ગ્રામ લીલી હળદર
  • ૨૫૦ ગ્રામ ફણગાવેલા ચણ
  • ૧ કપ પાણી
  • ૧ ચમચી મરચું
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચી મીઠુ
  • ૧/૨ ધાણા જીરું પાઉડર
  • ૧ ચમચી પાઉંભાજી મસાલો
  • ૨ ચમચી લસણની પેસ્ટ

ફણગાવેલ દેશી ચણા અને લીલી હળદરનું શાક બનાવવાની રીત: સૌથી પહેલાં તો આપણે ડુંગળી ટામેટા લીલી ડુંગળી ઝીણું સમારી લો ‌ પછી ફણગાવેલા ચણા ને બે વખત ચોખ્ખા પાણીથી ધોઈ લો અને પછી એક કડાઈમાં ૧ ચમચો તેલ ગરમ કરો અને એમાં બે ચમચી લસણની પેસ્ટ નાખી સાંતળો પછી એમાં લીલી ડુંગળી ઝીણી સમારેલી ડુંગળી લીલી હળદરન ઝીણી સમારેલઅને ટામેટા નાખી બરાબર મિક્સ કરી લો અને પછી હવે એમાં મરચું હળદર ધાણાજીરું મીઠું સ્વાદ અનુસાર બધું જ નાખી બરાબર મિક્સ કરી લો અને તેને ૫ મીનીટ સુધી થવા દો અને પછી એમાં ફણગાવેલા ચણા નાખી મિક્સ કરી લો અને તેને ૫ થી ૭ મીનીટ સુધી પકાવો. હવે તેમાં પાઉંભાજી મસાલો નાખો અને 1/2 ચમચી ગરમ મસાલો નાખી મિશ્રણ કરી લો તૈયાર છે સ્વાદિષ્ટ ફણગાવેલા દેશી ચણા અને લીલી હળદર નુ શાક. લીલા ધાણાથી  ગાર્નિશ કરી અને  સર્વ કરો આ શાક ને આપણે રોટલી સાથે સર્વ કરી શકાય બહું જ સ્વાદીષ્ટ લાગે છે

રવિવારે સાંજે બનાવવાનું ભોજન: બ્રેડ પકોડા બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ જરૂર પ્રમાણે
  • ૧ કપ ચણા નો લોટ
  • ૧/૨ ચમચી અજમો
  • ૧/૨ ચમચી હિંગ
  • ચપટી સોડા
  • ૨ ચમચી લીંબુ નો રસ
  • પાણી જરૂર મુજબ

બ્રેડ પકોડા બનાવવા માટેની રીત: એક બાઉલમાં બટાકા ને મેશ કરી લો ત્યારબાદ એક કડાઈમાં થોડું તેલ લઇ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે આદુ,લસણ, મરચા ની પેસ્ટ નાખી સાંતળો ત્યારબાદ તેમાં હળદર નાખી સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર હલાવી લો તૈયાર છે મસાલો એક બાઉલમાં ચણા નો લોટ લઈ તેમાં મીઠું, હળદર, હિંગ, અજમો નાખી હલાવી લો હવે તેમાં સોડા નાખી હલાવી લો એક બ્રેડ ની સ્લાઈસ ઉપર બનાવેલ બટાકા નું પૂરણ ભરી તેના ઉપર બીજી બ્રેડ ની સ્લાઈસ મૂકી ને તેને કટ કરી લો એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ચણા ના લોટના ખીર માં પૂરણ ભરેલી બ્રેડ બોળી તેલ માં નાખો અને સરસ તળી લો તો તૈયાર છે બ્રેડ પકોડા તે લીલી, લસણ ની તથા ગળી ચટણી સાથે સરસ લાગે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here