તુરીયા ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચો અને મિત્રો સાથે શેર કરો

તુરિયામાં ઈંસુલિનની જેમ પેપ્ટાઈડ્સ જોવા મળે છે તેથી ડાયાબીટિસ નિયંત્રણ માટે એક સારા ઉપાયના રૂપમાં જોવામાં આવે છે.  

તૂરિયાને નાના નાના ટુકડામાં કાપીને છાંયડામાં સુકવી લો. સૂકાયેલા ટુકડાને નારિયળના તેલમાં મિક્સ કરીને 5 દિવસ સુધી મુકી રાખો. પછી તેને ગરમ કરી લો. તેલ ગાળીને રોજ વાળ પર લગાવો અને માલિશ પણ કરશો તો વાળ કાળા થઈ જાય છે. 

તુરિયાના પાન અને બીજને પાણીમાં વાટીને ત્વચા પર લગાવ્યા પછી દાદ-ખાજ અને ખુજલી જેવા રોગોમાં આરામ મળે છે. આમ તો આ કોઢના રોગમાં પણ લાભકારી હોય છે.

શરીરમાં વધતી ગરમી સામે લડવા અને હિમોગ્લોબિનની માત્રાને કાયમ રાખવા માટે ભગવાને આપેલુ સૌથી મોટુ વરદાન છે. આનુ વાનસ્પતિક નામ લુફ્ફા એક્યૂટેંગુલા છે. તુરિયાને આદિવાસી અનેક રીતે રોગપચાર માટે ઉપયોગમાં લે છે. મધ્યભારતના આદિવાસી આને શાકના રૂપમાં પ્રેમથી ખાય છે અને હર્બલ માહિતગાર આને અનેક નુસ્ખોમાં ઉપયોગ પણ કરે છે. ચાલો આજે જાણીએ આવા જ કેટલાક રોચક હર્બલ નુસ્ખાને..

500 ગ્રામ તુરિયાને ઝીણા સમારીને 2 લીટર પાણીમાં ઉકાળો. ત્યારબાદ પાણીને ગાળી લો. હવે જે પાણી બચ્યુ હોય તેમા રીંગણા બનાવી લો. રીંગણ બફાય ગયા પછી તેને ઘીમાં સેકીને ગોળ સાથે ખાવાથી બવાસીરમાં થતો દુ:ખાવો ને મસ્સા મટી જાય છે. 

કમળો થતા તુરિયાનો રસ જો રોગીના નાકમાં બે થી ત્રણ ટીપા નાખવામાં આવે તો નાકમાંથી પીળો રંગનો દ્રવ બહાર નીકળે છે. આદિવાસી માને છે કે આનાથી ખૂબ જલ્દી કમળાનો રોગ ખતમ થઈ જાય છે. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles