કાચા પપૈયામાંથી વધારે હેલ્ધી અને ઘણી સસ્તી તૂટ્ટી ફ્રુટી બનાવો

તૂટ્ટી ફ્રુટી  રેસિપી: કાચા પપૈયામાંથી વધારે હેલ્ધી અને ઘણી સસ્તી તૂટ્ટી ફ્રુટી બનાવો

રેસિપી : તૂટ્ટી ફ્રુટી દરેકને ભાવતી હોય છે. તૂટ્ટી ફ્રુટીનો ઉપયોગ મુખવાનની સાથે-સાથે બીજી પણ ઘણી વાનગીઓમાં થાય છે,જેમ કે,આઇસક્રિમ, (ice cream)સ્મૂધી,કૂકિઝ વગેરે. મોટાભાગે તૂટ્ટી ફ્રુટી આપણે માર્કેટમાંથી તૈયાર લાવતા હોઇએ છીએ. ટેસ્ટમાં સરખી જ, પરંતુ કાચા પપૈયામાંથી વધારે હેલ્ધી અને ઘણી સસ્તી તૂટ્ટી ફ્રુટીઘરેપણબહુસરળતાથી બનાવી શકાય છે.તૂટ્ટી ફ્રુટી સામગ્રી એક મીડિયમ કાચું પપૈયુંબે વાટકીખાંડ.ત્રણવાટકીપાણી.ફૂડકલરબેટીપાવેનીલાએસેન્સ રીત
સૌ પ્રથમ પપૈયાની છાલ કાઢી નાની નાની કટકી કરવી. પછી એક વાસણમાં ખાંડ અને પાણી લઇ ગેસ પર મૂકી હલાવતા રહેવું. પાણીમાં ખાંડ ઓગળે એટલે તેમાં પપૈયાની કટકી ઉમેરી દેવી. 3-4 મિનિટ ઢાંકીને રાખવી, પછી ગેસ બંધ કરી 5-6 મિનિટ એમજ ઢાંકીને રહેવા દેવું. પછી તેમાં વેનીલા એસેન્સ ઉમેરી હલાવી જેટલા કલરની કરવી હોય એટલી બાઉલમાં લેવી. પછી અલગ અલગ બાઉલમાં અલગ અલગ કલર ઉમેરી દઈ, હલાવી 24 કલાક એમ જ રહેવા દેવું. બીજા દિવસે ઘઉં માટેની જે ચારણી હોય કે દૂધ ઢાંકવા માટે અથવા રોટલી રાખવા માટે કાણાવાળી ડીશ હોય તેના પર તૂટ્ટી ફ્રુટી રાખતું જવાનું. જેના પર તૂટ્ટી ફ્રુટી સુકવી હોય તેની નીચે પ્લેટ રાખવાની અને તેમાં પાણી (water)રાખવાનું જેથી કીડી ન ચડે. તેને હવામાં સુકાવવા દેવી, જ્યાં સુધી બધી ચાસણી સુકાઇ જાય અથવા ચીપ ચીપ ન જાય ત્યાં સુધી રહેવા દો. પછી એરટાઈટ ડબ્બામાં ભરી તેનો સ્વાદ માણો.

Leave a Comment