સંસ્કૃતમાં ઉદુમ્બર ના નામે ઓળખાતું ઉંબરાનું વૃક્ષ બંગાળીમાં હુમુર, હિન્દીમાં ગૂલર, ફારસીમાં અંજીરે આદમ તરીકે ઓળખાય છે.વડ કુળ નું આ વૃક્ષ કીટકો, પ્રાણીઓ અને પક્ષીઓ માટે કલ્પવૃક્ષ સમાન છે. ઉંબરા ના વૃક્ષ પર ગોળ-ગોળ અંજીરના આકારના ફળ આવે છે. તેના લીંબુ જેવડા ફળ પાકે ત્યારે લાલાશ રંગ પકડે છે. આ ઝાડ પર ફૂલો આવતા નથી. આ ઝાડ ના પાંદડા લાભેડા જેવા હોય છે. ઉંબરો મોટાભાગે કાંટાળા અને પાનખર જંગલોમાં નદીકાંઠે થાય છે.
ઔષધિય ગુણ
- ઉંબરની છાલ અત્યંત શીતળ, કસેલી, ગર્ભહિતકારી, દુગ્ધ વર્ધક તથા વર્ણવિનાશક હોય છે.
- ઉંબરો શીતળ, ગર્ભસંધાનકારક, વરણરોપક, રૂક્ષ, કસેલો, મધુર તેમજ વર્ણ ને ઉજ્જવળ કરનાર છે.
- ઉંબરા ના તરૂણ ફળ કસેલા, રૂચીકર, દીપન, રૂધીર દોષકારી તથા દોષજનક હોય છે.
- મધ્યમ કોમળ ફળ- સ્વાદુ, શીતળ, કસેલા, પિત, તૃષા તેમજ વમન તથા પ્રદર રોગ વિનાશક હોય છે.
- પાકા ફળ- કૃમિકારક, જડ, અત્યંત શીતળ, કસેલા, તૃષા,શ્રમ, અને મૂર્છા નાશક હોય છે.
આ જાડ સાત વાવો અને ઉગે એટલે સાત પેઠી સુધી ધર્મ થાય ભાઈ આને બધાં લોકો ખાય સકે કીડી મંકોડા પક્ષી 🐦 જાનવર માણસ કોય એવુ નય હોય કે આ ફળ ના ખાય સકે જીવ જંતુ દરેક વસ્તુ ખાય સકે ભાઈ આ જાડ ચોકસ વાવો ભાઈ આને ઘરે ના વવાય વાવો તો કટાણી જાસો એટલે ભાઈ વાડીયે વાવો જરુર વાવજો ભાઈ
ઉમરાના ઝાડના ટે ટા (ફળ) ને છાયડામાં સૂકવી ને તેનું ચૂર્ણ બનાવી લેવું, તેમાં સાકર ભેળવીને ખાવા થી પેશાબમાં રસી આવતું હોય તે મટે છે,
- શિયાળાની ઠંડીમાં બનાવી શકાય તેવા શાક | મકર સંક્રાંતિ સ્પેશિયલ શાક બનાવવા માટેની રીત
- કિચન કિંગ બનવા માટે દરેક મહિલાઓ માટેની સ્માર્ટ કિચન ટિપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ
- બજાર જેવા મસાલા ઘરે બનાવવાની રીત | પાવભાજીનો મસાલો બનાવવાનો રીત | masalo banavvani rit
- હોટલ જેવું ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત | dry manchurian banavvani rit
- સાંજે ગરમા ગરમ ખાય શકાય તેવું ખીચું બનાવવાની રીત | khichu banavvani rit