વેલેન્ટાઇન ડે સ્પેશીયલ રેસીપી નોંધી લો

શું તમે પણ વેલેન્ટાઇન ડે સ્પેશીયલ બનાવવા માંગો છો તો આ રહી આજના દિવસની રેસીપી

ગાર્લિક બ્રેડ બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • ચાર સ્લાઇસ બ્રેડ (મોટી)
  • ચાર કળી લસણ-વાટેલું મીઠું
  • મરી સ્વાદ પ્રમાણે
  • બે ગ્રામ બટર
ગાર્લિક બ્રેડ  બનાવવાની રીત: બટરમાં વાટેલું લસણ તથા મીઠું અને મરી મિક્સ કરી લેવા. (બટર વધારે ખાતા હો તો બ્રેડની સ્લાઇસ પર જરૃરી બટર લગાડીને) આ પેસ્ટ સપ્રમાણ લગાડવી ટોસ્ટેડ સેન્ડવીચની જેમ બ્રેડની સ્લાઇસ ભેગી કરી શેકી લેવી. બ્રેડની સ્લાઇસ ઉપર પેસ્ટ લગાડી ગ્રીલ પણ કરી શકાય. આવી પેસ્ટ લગાડેલી સ્લાઇસ (નાના) ઓવનમાં પણ ટોસ્ટ (શેકી) કરી વાપરી શકાય.
વેલેન્ટાઇન ડે સ્પેશીયલ સલાડ:
  1. ૨ નંગ બીટ
  2. ૧ મોટું ગાજર
  3. ૧/૨ ભાગ કોબીજ
  4. ૧૫ થી ૨૦ નંગ દ્રાક્ષ

વેલેન્ટાઇન ડે સ્પેશીયલ સલાડ બનાવવાની રીત: સૌ પ્રથમ કોબીજને ઝીણી કટીંગ કરવું. એક ગાજર અને ૧ બીટ ને ઝીણી ખમણી લેવી. બીટ માંથી બે કપલ નો સેઈ પ આપવો. પછી પ્લેટ મા બતાવ્યા પ્રમાણે સૌ પ્રથમ કોબીજ પાથરવું. પછી માથે કપલ સેઈ પ ગોઠવો. દ્રાક્ષ ગોઠવવી. ત્યારબાદ ગાજર ને બીટ નું ખમણ ગોઠવવું. મરચા ના બી માંથી આંખ બનાવવી. તો તૈયાર છે વેલેન્ટાઇન સ્પેશિયલ સલાડ.

વેલેન્ટાઇન ડે સ્પેશીયલ પાન બનાવવા માટે જરૂરી સામગ્રી: 

  1. ૧૦ પાન કોઈપણ બનારસી કે કલકત્તી લઈ શકો છો
  2. ૧/૪ ચમચી ઈલાયચી પાવડર
  3. ૧/૩ કપ ગુલકંદ
  4. ૧ ચમચી મગજ
  5. ૧ ચમચી વરિયાળી
  6. ૧/૩ કલરવાળી તૂટી ફુટી
  7. ૧/૪ કપ મુખવાસ કોઈપણ
  8. ૧ કપ ખિસેલી ડાર્ક ચોકલેટ
  9. કલર વાળા સ્પ્રિંકલ

વેલેન્ટાઇન ડે સ્પેશીયલ પાન બનાવવાની રીત:  સૌપ્રથમ એક બાઉલમાં ચોકલેટ લઈને તેણે ૩૦ સેકંડ માટે મેલ્ટ કરી દો. હવે પાન લઈને પાન ના નાના ટુકડા કરી દો પછી બધી પાનની સામગ્રી અને પાન સાથે મિક્સ કરી દો. હવે બધી સામગ્રીને ચોકલેટ મેલ્ટ કરેલી છે એમાં મિક્સ કરીને ફ્રીજ માં ફક્ત બે મિનિટ માટે મૂકો. હવે એક પાનનો તેની ઉપર હાર્ટ વાળુ કટર મૂકો અને તેની અંદર ચોકલેટ મિક્સ કરેલો મસાલો ભરો. પછી તેની ઉપર તમને જે ગમે તે કલરના સ્પરિંકલ મૂકો અને સારી રીતે દબાવો પછી તેને પાંચ મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દો.  પાંચ મિનિટ પછી તેને બહાર કાઢી એકદમ ધીમે ધીમે કટર માંથી નીકાળો.અને જમ્યા પછી તમે પરોસો. ખાવામાં એટલા ટેસ્ટી લાગશે કે તમારા હસબન્ડ તમારા બાળકો વેલેન્ટાઇન ડેને સક્સેસ કરી દેશે તેમની ખુશી બતાવીને.

Leave a Comment