પ્રોટીન, ફાઇબર, વિટામિન અને હીમોગ્લોબીનથી ભરપૂર વાલોળના ફાયદા

વાલોળનું શાક તમારા ઘરે બનતુ જ હશે, ક્યારેક રિંગણ સાથે કે ઉંઘિયામાં તમે વાલોળનો સ્વાદ લીધો જ હશે. દરેકના ઘરમાં આ શાક અલગ-અલગ રીતે બનતુ હોય છે. જોકે આ શાક તમારા પરિવારમાંથી ઘણા લોકોને ભાવતુ નહી પરંતુ આ શાકના ફાયદા જાણશો તો ચોક્કસથી ભાવવા લાગશે.

પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાલોળ વજન ઘટાડવાથી માંડીને પાર્કિંસન્સની જેવા રોગોથી છૂટકારો અપાવવામાં અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત હૃદયનું સ્વાસ્થ્ય સુધારવા અને કોલેસ્ટ્રોલ લેવલ નિયત્રિંત કરવામાં અસરકારક માનવામાં આવે છે. આ ઉપરાંત પણ વાલોળના ઘણા ફાયદા છે.

ફાઇબર ભરપૂર માત્રામાં હોવાથી વલોળ પાચનતંત્ર સુધારે છે અને કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે. ઉપરાંત વાલોળમાં વિટામિન B, ફોલેટ અને કેલ્શિયમ અને સેલેનિયમનું પણ પ્રમાણ રહેલુ છે. આર્યનથી ભરપૂર હોવાને લીધે એનિમિનયામાં પણ મદદરૂપ સાબિત થાય છે. વાલોળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે વાલોળના નિયમિત સેવનથી રોગપ્રિતકારક શક્તિ વધે છે. વાલોળમાં એવા પોષકતત્વો રહેલા છે જે એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધારે છે. એન્ટીઓક્સિડન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અગત્યના છે. એક કપ વાલોળમાં 187 કેલેરીની સાથે 13 ગ્રામ પ્રોટીન અને 9 ગ્રામ ફાઇબર હોય છે, એટલે વાલોળ ખાવાથી પેટ ભરેલુ લાગે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. મિનરલ્સ – કેલ્શિયમ – 440 મિલિગ્રામ/100ગ્રામ, આયર્ન -13.44 મિલિગ્રામ/100ગ્રામ ,મેગ્નેશિયમ – 179 મિલિગ્રામ/100ગ્રામ, મેન્ગેનીઝ – 3.721 મિલિગ્રામ/100ગ્રામ, ફોસ્ફેરસ – 451 મિલિગ્રામ/100ગ્રામ, પોટેશિયમ – 977 મિલિગ્રામ/100ગ્રામ, સોડીયમ – 38 મિલિગ્રામ/100ગ્રામ, ઝીંક – 4.48 મિલિગ્રામ/100ગ્રામ

ઉપચારો યોગ્ય આરોગ્ય ચિકિત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુસર આપવામાં આવે છે.

Leave a Comment