10.8 C
New York
Saturday, December 14, 2024

શિયાળામાં પગમાં વાઢિયાને મટાડવા ઘરે બેઠા કરો આ કામ વાઢીયા સરળતાથી દુર થઈ જશે

પગના વાઢિયાને કરો અલવિદા

શિયાળામાં પગમાં વાઢિયા પડવા એ કોમન અને મોટી સમસ્યા છે. જો વાઢિયાનો સમયસર ઉપાય ના કરવામાં આવે તો તે ખૂબ પીડાદાયક બની રહે છે અને તેને કારણે પગ પણ ખરાબ દેખાય છે. વાઢિયાને દૂર કરવા માટેની થોડીક સરળ અને અસરકારક હોમ રેમેડીઝ જોઇએ.

  • ઓટ્સને (ઓટમીલ) ક્રશ કરી તેનો પાઉડર બનાવવો. તેમાં ચપટી હળદર અને કોકનટ ઓઈલ અથવા ઓલીવ ઓઈલ મીક્સ કરી થીક પેક બનાવવો..
  • હંફાળા પાણીમાં ચપટી મીઠું અને એક ચમચી લીંબુનો રસ નાખી તેમાં દસ થી પંદર મિનીટ પગ બોળી રાખવા. પછી પ્યૂમરીક સ્ટોનથી એડી પરની ડેડ સ્કીન કાઢવી. ત્યાર પછી ઓટ્સ પેક લગાવી ૧૫ મિનીટ રહેવા દેવું. પછી પગ ધોઈને વેસેલીન લગાવી કોટન મોજાં પહેરી લેવા..
  • આખો દિવસ જે મોજાં પહેર્યા હોય તે રાત્રે સૂતી વખતે બદલી નાંખવા..
  • પગ પરનાં વાઢિયા, ક્યુટીકલ્સ કે નખની ઉપર ડેડસ્કીન ક્રીમ લગાવ્યા વગર કયારેય રીમૂવ ન કરવાં કારણ કે ત્યાં સ્કીન બહુ ડ્રાય હોવાથી ચીરો પડી શકે છે..
  • જેમને વાઢિયાની સમસ્યા હોય એમણે વધારે પડતા ગરમ પાણીથી સ્નાન ન કરવું..
  • પગ પર કોઈ પણ ટ્રીટમેન્ટ રેગ્યુલર કરવી ખૂબ જ જરૂરી છે, નહીં તો જોઈતું રીઝલ્ટ મળતું નથી..
  • પ્રોપર પેડીક્યોર કરવા મહિનામાં એક વખત પાર્લરમાં જવું જરૂરી છે કારણ કે પેડીક્યોર એક્સપર્ટ જોડે કરાવવાથી તેમાં વપરાતા સાધનોથી ઈજા થતી નથી અને વધારે રીલેક્સ ફીલ થાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles