ગમે એવા પેટના કૃમિઓ, પથરી, ભગંદર, પેટનો ગેસ , સોજા જેવા અનેક રોગો માટે રામબાણ ઇલાજ

વાવડીંગ : વાવડીંગ તીખાં , તીક્ષ્ણ , ગરમ , રૂક્ષ , અગ્નિને પ્રદીપ્ત કરનાર અને હલકાં છે . આથી તે શૂળ , આફારો , પેટના વિભિન્ન રોગો , કફ , કૃમિ , વાયુ તથા કબજિયાત મટાડે છે . વાવડીંગ વાયુને નીચેની તરફ સરકાવે છે . એ મૂત્રનું પ્રમાણ વધારનાર , ઉત્તમ કૃમિનાશક , બળપ્રદ વાયુનાશક , મગજ અને નાડીઓને બળ આપનાર , લોહીની શુદ્ધિ કરનાર અને રસાયન છે . એનાથી ભૂખ સારી લાગે છે , આહાર પચે છે , મળ સાફ ઉતરે છે , વજન વધે છે , ચામડીનો રંગ સુધરે છે .

ગોળ અને ચપટા કૃમિના નાશ માટે વિરેચનથી માળશુદ્ધિ કરી , પુખ્ત વયનાને ૧૦ ગ્રામ અને બાળકોને ૩-૪ ગ્રામ વાવડીંગનું ચૂર્ણ પાણી સાથે સવાર – સાંજ દસેક દિવસ સુધી આપવું . ઉપર ફરીથી હરડેનો રેચ આપવો . કૃમિનાશક દ્રવ્યોમાં વાવડીંગ શ્રેષ્ઠ છે . વિહંગારિષ્ટ : વાવાડીંગ અને બીજી ઔષધિઓના મિશ્રણથી બનાવવામાં આવતું આ દ્રવ ઔષધ ચારથી છ . ચમચી સવાર – સાંજ લેવામાં આવે તો પેટના કૃમિઓ , પથરી , ભગંદર , મૂત્રકૃચ્છ , પેટનો ગેસ , સોજા , અતિસાર અને ગંડમાળ જેવા રોગો મટે છે . બ્લેડરમાં વધારનાર

Leave a Comment