એક જ અઠવાડિયામાં 10 કિલો વજન ઘરે બેઠા ઘટાડો, ઘરે જ બનાવો આ ચૂર્ણ ને રોજ ખાવ ફક્ત 1 ચમચી !!

વજન ઘટાડવાના અનેક ઉપાય અને કરસતો કરીને જો થાકી જતાં હોય છતાં તેનું પરીણામ ન મળતું હોય તો આજ પછી તમે ચિંતામુક્ત થઈ જશો. કારણ કે અહીં દર્શાવેલા ઉપાયમાં તમારે વજન ઘટાડવા માટે કલાકોની મહેનત નથી કરવાની. તમે માત્ર સાત દિવસ ખાવા-પીવાની વાતમાં ખાસ તકેદારી રાખીને દિવસનું 1 કિલો જેટલું વજન ઘટાડી શકો છો. આ 7 દિવસમાં પાણી પીવામાં ખાસ ધ્યાન રાખવું, શક્ય હોય તેટલું વધારે પાણી પીવાથી તમારું વજન ઝડપથી ઘટવા લાગશે. તો ચાલો ફટાફટ જાણી લો કે ઝડપથી વજન ઘટાડવા માટે 7 દિવસમાં તમારે શું કરવાનું છે.

વજન ઘટાડવા માટે નીચે દર્શાવેલા પ્લાનને મહિનાઓ સુધી ફોલો કરવાની જરૂર નથી પડતી. મહિનામાં એક અઠવાડિયું આ રીતે પસાર કરવાથી ઝડપથી તમારું વજન ઘટવા લાગશે.–

1. પહેલો દિવસ ફક્ત ફળ ખાઈને પસાર કરવો. આ દિવસે તમે જોઈએ એટલાં ફળ ખાઈ શકો છો. જે ફળમાં ખાવાથી કેલેરી કે ફેટ વધે તેવા ફળ ન ખાવા. આવા ફળમાં કેળા,કેરી,દ્રાક્ષ જેવાં ફળનો સમાવેશ થાય છે આ સિવાય સંતરા, નારંગી, સફરજન, દાડમ, જામફળ, સ્ટ્રોબેરી અને તરબૂચ ખાઈ શકો છો. જો કે આ દિવસે બહાર મળતાં તૈયાર જ્યૂસ ન પીવા.

2. બીજા દિવસે કાચાં શાકભાજી બીટ, ગાજર, ટમેટાં, કાકડી, કોબી અથવા બાફેલા શાકભાજી. વધારામાં બટાકા, શક્કરીયાં, પરવળ, ચોળી, ફણસી, દુધી, કાકડી અને બધા જ પ્રકારની ભાજી ખાઈ શકો છો. તેમાં એક બાફેલું બટાકું ખાઈ દિવસની શરૂઆત કરો. આ ઉપરાંત તમે ઉપરોક્ત સામગ્રીમાંથી સૂપ બનાવીને પણ પી શકો છો.

3. પહેલાં અને બીજા દિવસની સામગ્રીને ફરીથી આ ત્રીજા દિવસે ખોરાકમાં લેવી છે. ત્રીજા દિવસે બાફેલા બટાકા સિવાય બધી જ સામગ્રીનો ઉપયોગ કરી શકો છો. આ દિવસે વધારેમાં વધારે પાણી પીવુ ખૂબ જ જરૂરી છે.

4. ચોથા દિવસે સવારથી સાંજ સુધીમાં 6 કેળા ખાવા. આ દિવસે દૂધ પણ ઉપયોગમાં લઈ શકો છો. ખાસ ધ્યાન રાખવું કે દિવસમાં 4 ગ્લાસથી વધારે દૂધ ન પીવું. ચોથા દિવસે આ બંન્ને વસ્તુ સિવાય ટામેટાનું સૂપ અથવા કાચા ટામેટાનો ખાવાનો આગ્રહ રાખવો.

5. પાંચમાં દિવસે સવારની શરૂઆત એક વાટકી બાફેલા અથવા પલાળેલા કઠોળથી કરવી. આ દિવસે જમવામાં સલાડ અને સૂપ લેવું.

6. આ દિવસે કઠોળ તેમજ બાફેલા શાકનો ઉપયોગ કરવો. આ દિવસે લીલા શાકભાજીનો ઉપયોગ વધારે કરવો.

7. સાતમા દિવસની શરૂઆત કોઈપણ ફળના જ્યૂસથી કરવી અને જમવામાં 1 વાટકી બ્રાઉન રાઈસ અને 2 રોટલી લેવી. રાત્રિના ભોજનમાં સૂપ અને હળવો ખોરાક લેવો.

Leave a Comment