થોડો સમય કાઢીને તમારા વહાલા બાળકો માટે બનાવો ઘઉના લોટના મેથીના શકકરપારા

અત્યારે બાળકોની હેલ્થ ને લઈને કોઈપણ માં બાપને બહારનો નાસ્તો અને તળેલા નાસ્તાના તૈયાર પેકેટ આપતા જીવ નથી ચાલતો . ટીવીમાં વારંવાર નાસ્તો બનાવવા માટે વપરાતા ગંદા તેલનો ઉપયોગ અને ગંદગી માં બનાવેલ નાસ્તા બનતા જોઈને તો એમ જ થાય કે ઘરે જ નાસ્તો બનાવી બાળકોને લંચ બોક્સમાં આપવો. તો બનાવો મેથીના શકકરપારા તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે એવા સ્વાદિષ્ટ બનશે.

  • સામગ્રી
  • 3 કપ ઘઉં નો લોટ
  • 2 કપ સમારેલ લીલી મેથી
  • 2 સ્પૂન લાલ મરચું
  • 2 સ્પૂન આદું, મરચાં અને લસણ ની પેસ્ટ
  • 1 સ્પૂન તલ
  • નમક ટેસ્ટ મુજબ
  • હળદર કલર પૂરતી
  • તેલ તળવા માટે
  • મીઠું સ્વાદાનુસાર

રીત:એક કાથરોટમાં ઘઉનો લોટ લો અને એમાં તેલનું મોણ નાખો ને લોટને તેલમાં મિક્સ કરો. પછી એમાં સમારીને ધોઈ સમારેલ મેથી એડ કરો.પછી એમાં આદું, લસણ અને મરચાની પેસ્ટ, નમક, હળદર, લાલ મરચું, તલ નાખો ને સરખું હાથેથી મસળી મિક્સ કરો.પછી લોટ પાણીની મદદથી બાંધો.હવે તેના લૂઆ બનાવો અને તેનેભાખરી જેમ વણો.

પછી ચાકુની મદદથી તેને શક્કરપારા આકારમાં શેપ આપી કાપા મૂકો.પછી એક કઢાઈમાં તેલ નાખો ને ગરમ કરો.એકદમ ધીમી આંચે આ શક્કરપારા આછા ગુલાબી થાય ત્યાં સુધી તળો, વચ્ચે વચ્ચે ફેરવતા જવું.તળાઈ જાય એટલે ..એક વાસણમાં કાઢો ને ઠંડા થાય એટલે તેને એક ડબ્બામાં ભરી સ્ટોર કરો. પછી રોજ તમારા બાળકોને નાસ્તાના ડબ્બામાં ભરી આપો. છે ને એકદમ હેલ્ધી નાસ્તો તૈયાર.

Leave a Comment