આયુર્વેદની દ્રષ્ટીએ દહીના ઉત્તમ ફાયદા

0

આયુર્વેદમાં દૂધને સર્વોત્તમ ખોરાક કહ્યો છે  કારણ કે દૂધના સેવનથી જરૂરી બધા જ તત્વો શરીરને મળી રહે છે. પરંતુ કેટલીક વ્યક્તિઓને દૂધ પાચન શક્તિ મુજબ અનુકૂળ નથી આવતું. આ પ્રકારના લોકોએ દહીંને ખોરાકમાં રોજીંદા ઉપયોગમાં લેવું જોઈએ. દહીં ખાવાથી પણ દૂધ ખાવા જેવા જ ફાયદા થાય છે  જેથી તેમની પાચન શક્તિ સારી રહે અને શરીરની તંદુરસ્તી સારી રાખવામાં મદદ કરે છે. આર્યુવેદિક દૃષ્ટિએ દહીંને પાચન શક્તિ સુધારનાર, શીતળ અને ખોરાક માટે રૂચીકર કહ્યું છે. દહીં મળ બાંધનાર છે . તેનું સેવન આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. દહીંમાં કેલ્શીયમ, પ્રોટીન, વિટામીન – એ, વિટામીન – બી, અને બી -૧૨ પૂરતા પ્રમાણમાં  આવેલા છે. તેમાં વિટામીન – ડી પણ આવેલું હોય છે તે ઉપરાંત એલીનીયમ, ઝીંક અને મેગ્નેશીયમ તત્વો પણ આવેલા હોય છે .  તેમાં વિટામીન બી –૬ અને બી –૧૨ આવેલા હોવાથી તે આપણાં ચેતાતંત્રને મજબૂત કરવામાં મદદ કરે  છે . શરીરની માનસીક તંદુરસ્તી વધારે છે. લોહીમાંના સુગરને કંટ્રોલ કરે છે. માનસીક તણાવ ઓછો કરી ઉંઘ સારી લાવે છે.  દૂધ કરતાં તેમાં કેલ્શીયમનું પ્રમાણ વધારે હોય છે તેથી તે હાડકા અને નખને મજબૂત કરે છે, દહીં હૃદયમાટે સારૂં છે, કોલેસ્ટેરોલને નિયંત્રણમાં રાખે છે વજન ઘટાડે છે, મોમાં થતા ચાંદાને રૂઝ લાવે છે , આંતરડાની ગરમી ઘટાડે છે , પાચનતંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે , પાચનશક્તિ સુધારે છે , એસીડીટી મટાડે છે , ઝાડા થયા હોય ત્યારે દહીંમાં જીરૂ અને સંચળ સાથે લેવામાં આવે છે , દહીંને મળ બાંધનાર કહ્યું છે . પુરૂષમાં પુરૂષ હોરમોનનું પ્રમાણ વધારે છે , ચામડી માટે દહીંનું સેવન ખૂબ જ ફાયદાકારક છે , તેના સેવનથી ત્વચા ચમકીલી બને છે , મોંઢા ઉ ૫૨ થતાં ખીલમાં , ખાટું દહીં ચહેરા ઉપર લગાવવાથી ખીલ મટે છે . ચણાનો લોટ અને દહીં મીક્ષ કરી ચહેરા ઉપર લગાવવાથી ત્વચા ચમકીલી બને છે , તે ઉપરાંત દહીં અને મધ મીક્ષ કરી ચહેરા ઉપર લગાવવાથી ત્વચા લીસી અને સ્મુધ બને છે .

વાળની તંદુરસ્તી માટે દહીં ખૂબ જ ઉપયોગી છે , માથામાં ખોડો થતો હોય તો દહીં સાથે મરીનો ભુકો મીક્ષ કરી લગાવવાથી ખોડો મટે છે . મહેંદી સાથે દહીં લગાવવાથી વાળ સીલ્કી બને છે. વાળ ખરતા અટકે છે. વાળને મજબૂત બનાવે છે. તેમાં પ્રોબાયોટીક આવેલા છે . તેથી દહીંના સેવનથી આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે . તેમાં રહેલા એલીનીયમ અને ઝીંક આપણી ઈમ્યુન સીસ્ટમને ઉત્તેજીત કરે છે , રોગ સામે સામનો કરવા માટે રક્ષણ પુરૂ પાડે છે . દહીંમાં આવેલ વીટામીન – એ ત્વચાની તંદુરસ્તી વધારે છે . જે લોકોને દહીંની એલર્જી હોય દહીં ખાવાથી જેને શરદી – ખાંસી થતી હોય તેઓએ દહીંનું સેવન ન કરવું , શ્વાસની તકલીફવાળાઓએ પણ દહીંનું સેવન ન કરવું . આમ દહીં ખાવાના અનેક ફાયદાઓ છે ફક્ત તમે જાણતા નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here