ચટપટી વાનગી બનાવવાની રીત

મકાઈના ભજીયા બનાવવા જરૂરી  સામગ્રી : બાફેલી મકાઈના દાણા- એક કપ,  ચણાનો લોટ- અડધો કપ , ઢોકળા નો લોટ અથવા રવો -અડધો કપ , ઝીણી સમારેલી ડુંગળી- એક કપ,  લીલા મરચા સુધારેલા – અડધો કપ , હીંગ- ચપટી , ધાણાજીરુ- ૧ ચમચી , લીંબુ- એક , ખાંડ એક ચમચી,  મીઠું – સ્વાદનુસાર મકાઈના ભજીયા બનાવવાની  રીત: સૌ પ્રથમ  મકાઈને બાફી લો . અને તેના દાણા કાઢી લો . હવે એક બાઉલમાં ચણાનો લોટ લો તેમાં રવો  અથવા ઢોકળાનો લોટ મિક્સ કરો. તેમાં ઘણાજીરુ, મીઠુ, લીલુ મરચું, હિંગ નાંખી મિક્સ કરો હવે તેમાં અડધો ગ્લાસ પાણી નાખી મિક્સ કરો આ મસાલાની  અંદર 1 બાફેલી મકાઈના દાણા અને 1 સમારેલી ડુંગળી નાખો, છેલ્લે લીંબુ અને ખાંડ નાખી ખીરાને દસ એક મિનિટ રહેવા દો . હવે તળવા માટે તેલ મૂકી તેને તળી લો. ગરમા ગરમ ક્રિસ્પી મકાઈના ભજીયાને ફુદીનાની ચટની સાથે ગરમા ગરમ પીરસો શિયાળાની ગુલાબી ઠંડીમ ભજીયા ખાવાની ખુબ મજા આવશે

કેળાંના  વડાં  બનાવવા જરૂરી સામગ્રી:  કાચાં કેળા – 2 નંગ, ચણાનો લોટ – 1 કપ, ચોખાનો લોટ – 2 સમચા, મરચું – પા ચમચી, હળદર – પા ચમચી, બેકિંગ સોડા – ચપટી, હિંગ ચપટી, મીઠું – સ્વાદ મુજબ, પાણી જરૂર પૂરતું , તેલ – તળવા માટે  કેળાના વડા બનાવવા જરીર રીતઃ સૌ પ્રથમ  કેળાંને ધોઈને છોલી નાખો. ત્યારબાદ  તેના બે કે ત્રણ એકસરખા ટુકડા કરી લો. દરેક ટુકડામાંથી ચીરીઓ કરો . આ ચીરીઓને પાણીમાં પલાળી રાખો જેથી તે કાળી ન પડી જાય . દરેક ચીરી સાડા ચાર ઇંચની લંબાઈ અને પા ઇંચ જાડી હોવી જોઈએ. ચણાના લોટમાં ચોખાનો લોટ ( એચ્છિક ), બેકિંગ સોડા, મીઠું, મરચું, હિંગ અને હળદર નાખો. જરૂર પૂરતું પાણી રેડી ખીરું તૈયાર કરો. હવે કાચાં કેળાંની સ્લાઇસને ખીરામાં બોળી ગરમ તેલમાં તળી લો . તેને પેપર નેપ્કિન પર કાઢો જેથી વધારાનું તેલ શોષાઈ જાય . આ કેળાંના  વડાંને ચટણી અને કેચઅપ સાથે ખાવાની ખુબ મજા આવશે .

ચણા – પાલકનાં વડાં બનાવવા  સામગ્રી:  પાલકની ભાજી  – 100 ગ્રામ,  ચણાની દાળ – 100 ગ્રામ,  આદુ નું છીણ ચમચી,  સમારેલાં મારચા  – 1 ચમચી,  જીરુ – અડધી ચમચી, ઘણા પાઉડર -1 ચમચી, મરચું પા ચમચી,  કસૂરી મેથી  – 1 ચમચો, મીઠું સ્વાદ મુજબ, તેલ – તળવા માટે ચણા પલકના વડા બનાવવાની રીતઃ દાળને ધોઈ પાણીમાં છ કલાક માટે પલાળી દો . પાલકને સાફ કરી પાણી નિતારવા માટે ચાળણીમાં રાખો  અને તેને બારીક સમારી લો. હવે ચણાની દાળ પલાળી હતી તેને અધકચરી ક્રશ કરી લો. તેમાં પાણી નાખવું નહી. ક્રશ કરેલી દાળને બાઉલમાં કાઢી તેમાં ધાણા પાઉડર જીરું , કસૂરી મેથી, લીલાં મરચાં, આદુંની પેસ્ટ, મરચું અને મીઠું મિક્સ કર . તેમાં સમારેલી પાલક પણ મિક્સ કરો. હવે કડાઈમાં તેલ ગરમ કરો અને બરાબર ગરમ થાય એટલે તેમાં વડાં તૈયાર કરીને તળો. વડા  બ્રાઉન રંગનાં થાય એટલે પ્લેટમાં ટિશ્યુ પેપર પાથરી તેમાં કાઢો જેથી વધારાનું તેલ શોષાઈ જાય, ટોમેટો સોસ અને લીલી ચટણી  સાથે ખાવ .

કલમી વડાં બનાવવા જરૂરી સામગ્રી:  ચણાની દાળ- અડધો કપ, આદું – મરચાંની પેસ્ટ – 1 ચમચી, સમારેલી ડુંગળ – અડધો કપ, મરચું – 1 ચમચી, શેકેલા જીરાનો ભૂકો અડધો ચમચો , વરિયાળી – 1 ચમચી મીઠું સ્વાદ મુજબ, તેલ – તળવા માટે  કલમી વડા બનાવવાની રીતઃ ચણાની દાળને ત્રણ કલાક પલાળી રાખો. પછી તેમાં પા કપ પાણી રેડી મિક્સરમાં ક્રશ કરી અધકચરી  પેસ્ટ બનાવો . આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લો અને બાકીની બધી સામગ્રી તેમાં સારી રીતે મિક્સ કરો . હવે આ મિશ્રણના દસ એકસરખા ભાગ કરી અને તેના ગોળા વાળી હથેળીથી દબાવી ચપટા કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં આ વડાને મધ્યમ આંચ સાથે  બ્રાઉન રંગના તળો. કોથમીરની ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

આ હતી બધી ચટપટી વડા બનાવવાની રેસીપી આવીજ અવનવી રેસિપ[ઈ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને લાઇક કરો અને શેર કરો અને જો તમે કોઈ નવીન વાનગી મેળવવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો

Leave a Comment