April 2, 2020

આદુંનું અથાણું રેસિપીઃશિયાળામાં ઘરે જ બનાવો સ્વાસ્થ્ય માટે બેસ્ટ આદુંનું અથાણું

recipe  આદું શરીરની તંદુરસ્તી માટે ખૂબ લાભદાયક હોય છે. આદુંનો ઉપયોગ ચા કે દાળ-શાકમાં તો તમે કરતા જ હશો તો હવે ટ્રાય કરો આદુંનું અથાણું. શિયાળા દરમિયાન આદું ખાવાથી ઘણી બીમારી દૂર થાય છે. શરીર પણ સ્વસ્થ રહે છે. આ અથાણું અઠવાડિયા-દસ દિવસ સુધી ખાઇ શકાય છે. 

 સામગ્રી

  • આદું – 250 ગ્રામ
  •  લીંબુનો રસ – 2 વાટકી
  • હળદર – 2 ચમચી
  • હિંગ – 2 ચપટી
  • અજમો – 2 ચમચી
  •  મીઠું – સ્વાદ મુજબમરચું – જરૂર પૂરતું

બનાવવાની રીત :  આદુંને છોલીને સારી રીતે ધોઇ લો અને લૂછીને કોરું કરો. તેની લગભગ એક-દોઢ ઇંચ નાનાં ટુકડા સમારો. એક તપેલીમાં અથાણાં માટેની સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને થોડી વાર રહેવા દો. તે પછી તેને જારમાં ભરી લો. આદુંનું અથાણું તૈયાર છે. આ અથાણું અઠવાડિયા-દસ દિવસ સુધી ખાઇ શકાય છે.