April 2, 2020

મોટાભાગે હાર્ટ એટેક કોને આવે છે, એટેક આવે તો શું કરવું અને હાર્ટ એટેકથી બચવાના ઉપાય મિત્રો સાથે જરૂર શેર કરજો કોઈકની દુઆ મળશે

પુરુષોમાં હાર્ટ એટેક આવે ત્યારે છાતીમાં ડાબી બાજુ દુખે છે દબાણ થતું હોય તેમ લાગે. આવો દુખાવો ધીરે ધીરે હાથમાં, બરડામાં, જડબામાં, ગળાના ભાગ અને પેટમાં ફેલાય જતો હોય છે

હૃદય રોગ(હાર્ટ એટેક ) એટલે શું ?
હૃદય એટલે છાતીની મધ્યમાં રહેલો સ્નાયુનો બનેલો એક પ્રકારનો પંપ. હૃદયનું કામ મિનિટના ૭૫ થી ૮૦ ધબકારા (સંકોચાવાની અને વિકાસની ક્રિયા)ની ક્રિયા દ્વારા આખા શરીરના નાનામોટા દરેક અંગોમાં સતત લોહી પહોંચાડવાનું છે. આ કાર્ય હૃદયમાંથી નીકળતી લોહી પહોંચાડનારી સૌથી મોટી નળી જેને એઓર્ટા કહેવાય તેની મારફતે થાય છે. આપણે સૌ તેને હૃદય કહીએ છીએ

હૃદયની પાસે પોતાને પહોંચાડવા માટેનો લોહીનો વિપુલ જથ્થો હોવા છતાં તે સ્વાર્થી એટલે કે પોતાના સ્નાયુને પણ શરીરના બીજા અંગોની માફક લોહી મળે ‘ઓઓર્ટા’માંથી દરેક ધબકારે (હાર્ટ બીટ)ને પોતાને કોરોનરી આર્ટરી મારફતે લોહી પહોંચાડે છે ત્યારપછી બીજી અનેક નાની મોટી શાખાઓ મારફતે આખા શરીરના બધા જ અંગોને સતત લોહી પહોંચાડવાનું કામ છે છે.

હાર્ટ એટેક આવે ત્યારે શરીરમાં શું થાય ?
પુરુષોને હાર્ટ એટેક આવે ત્યારે છાતીમાં ડાબી બાજુ દુખે છે અને ભીંસ આવતી હોય તેમ લાગે. આવો દુખાવો ધીરે ધીરે હાથમાં, બરડામાં, જડબામાં, ગળાના ભાગ અને પેટમાં ફેલાય. છાતીમાં બળતરા (હાર્ટ બર્ન) થાય, ઊબકા આવે. ઉલટી થાય. અપચો થયો હોય તેમ લાગે. શ્વાસ બરોબર ના લેવાય, આંખે અંધારા આવે જેને કારણે દર્દી ગભરાઇ જઇ ને બૂમો પાડે કે રડવા માડે. દર્દીને ખૂબ નબળાઇ લાગે, શ્વાસ લેવામાં તકલીફ પડે, ગભરામણ શરુ થાય છે .

હાર્ટ એટેકના પ્રકારો 

૧. કોરોનરી આર્ટરી ડીસીઝ (સી.એ.ડી.)

જ્યારે હૃદયને લોહી પહોંચાડનારી મુખ્ય કોરોનરી આર્ટરી અને તેની શાખાઓમાં લોહીમાં ફરતો કોલેસ્ટ્રોલ નામનો ચીકણો પદાર્થ ધીરે ધીરે ચોંટવા માંડે ત્યારે કોરોનરી આર્ટરી સાંકડી થતી જાય અને હૃદયના સ્નાયુને લોહી પૂરતા પ્રમાણમાં ના મળે જેને કારણે હૃદયમાં દુખાવો થાય આને કોરોનરી આર્ટરી ડીસીઝ અથવા હાર્ટ એટેક કહેવાય. આને લીધે દર્દી થોડું ચાલે અથવા થોડો શ્રમ કરે ત્યારે છાતીમાં ઝીણો દુખાવો થાય. આ પ્રકારના દુખાવાને એન્જાઇના કહેવાય. સામાન્ય રીતે હાર્ટ એટેક આવ્યો તે આ પ્રકાર (સી.એ.ડી.)ના સંદર્ભમાં કહેવાય છે.

2. કાર્ડિયાકમાયોપથી

હૃદયના સ્નાયુ જન્મથી નબળા હોય અથવા કોઇ રોગને કારણે નબળા પડયા હોય ત્યારે શરીરના બધા જ અંગોને લોહી પહોંચાડવાની હૃદયની શક્તિ ઓછી થઇ જાય. આ રોગ વારસાગત હોઇ શકે.

3. કાર્ડિયાક એરિધિમિયા :

ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સને કારણે હૃદયના ધબકારા થાય છે. કોઇ વખત આ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ અનિયમિત થઇ જાય તો હૃદયના ધબકારા ખૂબ વધી જાય અથવા એકદમ ઘટી જાય છે એનો અર્થ હૃદયનું પમ્પિંગ બરોબર થતું નથી અને તેની અસર આખા શરીરના અંગો ઉપર થાય છે. સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારા એક મિનિટના ૭૫ થી ૮૦ જેટલા હોવા જોઇએ. આ ધબકારા અનિયમિત થઇ ગયા હોય એટલે કોઇવાર ખૂબ વધીને ૧૫૦ ઉપર જતાં રહે અને કોઇવાર એકદમ ઓછા ૫૦ જેટલા થઇ જાય. ત્યારે આ પરિસ્થિતિને કાર્ડિયાક એરિધિમિયા કહેવાય.

૪. હાર્ટ ફેઇલ્યોર

કોઇ વાર વારસાગત કારણોને લીધે હૃદયનું કદ (સાઇઝ) મોટું થાય છે જેથી તેમાં વધારે લોહી સમાય છે. આ વખતે હૃદયની સંકોચન ક્રિયા બરોબર હોવા છતાં કોરોનરી આર્ટરી ક્લોટને કારણે સાંકડી થઇ ગઇ હોવાથી હૃદયના સ્નાયુને વધારે જોર પડવાથી ખૂબ નબળા પડી જાય છે આને હાર્ટ ફેઇલ્યોર કહેવાય છે. આવી સ્થિતિ હાર્ટ એટેકની બીમારી વધી જાય છે

હાર્ટ એટેક આવવાની શક્યતા કોને કોને છે ?
૧. વારસાગત કારણો (જીનેટીક કારણ): તમારા પિતા, માતા, દાદા, દાદી, ફોઇ, કાકા, ભાઇ, બહેન કોઇને પણ હાર્ટ એટેક આવ્યો હોય તો વારસાગત જીન્સને કારણે તમને આવવાની શક્યતા છે.

૨. ડાયાબિટીસ: વારસાગત કારણો સિવાય મોટી ઉમ્મરે થનારો ડાયાબિટીસ જેને ટાઇપ-૨ ડાયાબિટીસ કહેવાય તે ગળપણ વાળી ખોરાકની ચીજો વધારે પ્રમાણમાં ખાવાના શોખને કારણે પણ થાય છે. જેને ટાઇપ-૨ ડાયાબિટીસ હોય તેને હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે છે.

૩. લોહીનું ઊંચું દબાણ (બ્લડપ્રેશર): વારસાગત કારણો સિવાય બ્લડપ્રેશર (લોહીનું દબાણ) વધવાનું મુખ્ય કારણ રોજિંદા જીવનમાં ખુબ જ તનાવ હોય ત્યારે થાય છે. નોર્મલ બ્લડપ્રેશર ૧૨૦/૮૦ ગણાય. જો બ્લડપ્રેશરનો આંકડો વધીને ૨૦૦/૧૨૦ જેટલો થાય તો હાર્ટએટેક આવવાની શક્યતા ખૂબ વધી જાય છે.

૪. વધારે પડતું વજન: હવે વજનનું માપ બોડી માસ ઇંડેક્ષ (બી.એમ.આઇ.) પ્રમાણે ગણાય છે. બી.એમ.આઇ. ૧૯ થી ૨૪ સુધી નોર્મલ ગણાય. ૨૫ થી વધીને ૨૦ સુધી જાય તો વારસાગત કારણો નહીં હોય ત્યારે પણ બ્લડપ્રેશર અને/અથવા ડાયાબિટીસ થાય. એક સાથે ત્રણે વસ્તુ ૧. વધારે વજન ૨. ડાયાબિટીસ અને ૩. બ્લડપ્રેશર હોય તેને વૈજ્ઞાાનિકો મેટાબોલિક સિન્ડ્રોમ કહે છે, તે વખતે ખાસ ધ્યાન રાખવું પડે કારણ મેટોબોલિક સિન્ડ્રોમ હોય તેને ચોક્કસ હાર્ટ એટેક આવે.

૫. કસરત કે શ્રમનો અભાવ હોવો : જિંદગીમાં કદાપિ કસરત ના કરી હોય કે કોઇ શ્રમનું કામ કર્યું ના હોય અને જેને મશ્કરીમાં ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે જેવી જીવન ચર્યા હોય તેને હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે છે. હાર્ટ એટેકથી બચવા પુરેપુરો વિશ્રામ અને કસરત જરૂરી છે

૬. બ્લડ કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ હોવું : રોજના ખોરાકમાં ચરબીવાળા પદાર્થો તેલ, ઘી, માખણ, મીઠાઇઓ, આઇસ્ક્રીમ, ચોકલેટ વગેરે વધારે પડતા ખાવાને કારણે લોહીમાં બ્લડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ૨૦૦ મિલી./ડેસીલી.થી વધારે થઇ જાય ત્યારે હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે હોય છે.

૭. દારૂ અને સિગારેટ પીવાની ટેવ પણ જવાબદાર છે : કોઇ પણ રોગને માટે આ બંને વ્યસન હાનિકારક હોય છે તેમ હાર્ટ એટેક માટે આ બંને વ્યસન જવાબદાર ગણાય છે.

૮. માનસિક તનાવ: વસ્તી વધારો અને તેને કારણે થતી દરેક કામધંધામાં હરીફાઇ, કૌટુંબિક સમસ્યાઓ, ગમતો ના હોય તેવો ભૂતકાળ વારે વારે યાદ રાખવાની અને ભવિષ્યકાળ જે તમારા હાથમાં નથી હોતી તે અંગે વિચારો કર્યા કરવાની ટેવ, પોતાની વર્તમાન પરિસ્થિતિને અન્ય જે જીવનમાં બને છે તેને પરમકૃપાળુ પરમેશ્વરની ઇચ્છાને કારણે થયું છે તે સ્વીકારી લેવાની અનિચ્છાને કારણે થતો માનસિક તનાવ હાર્ટ એટેક લાવવા માટે સૌથી વધારે જવાબદાર હોય છે…..

૯. પૂરતી ઊંઘ અને આરામનો અભાવના કારણે : દરેક પુખ્ત વયની વ્યક્તિએ ૨૪ કલાકમાં ૬થી ૮ કલાક ઊંઘ લેવી જોઇએ. પથારીમાં પડી રહીને એકલા અથવા પત્ની/પતિ સાથે માનસિક તનાવ વધે તેવી વાતો કરવાથી પૂરતી ઊંઘ ન આવે એવું બને જે હાર્ટ એટેક લાવવા માટે કારણ ગણાય છે.