કમર જકડાવાથી પરેશાન છો તો અપનાવો આ ઘરેલુ ઉપચાર

0

કમર જકડાવી

(1) પક્ષાઘાત, લકવો, સાયટીકા-રાંઝણ, સંધિવા, સ્નાયુઓનો દુ:ખાવો – આ બધા વાયુ પ્રધાન રોગોમાં લસણપાક, લસણની ચટણી, લસણના ક્ષીરપાકનો ઉપયોગ કરવો. અથવા એક કળીના લસણની એક કળી લસોટી તલના તેલ સાથે જમતી વખતે બપોરે અને રાત્રે બેથી ત્રણ અઠવાડિયાં આવી અત્યંત ફાયદાકારક અને દર્દનાશક ઉપચાર છે.

(2) તલનું તેલ, કોપરેલ કે અન્ય તેલ જરાક ગરમ કરી દુ:ખતી જકડાયેલી કમર ઉપર માલિશ કરવું. તે પછી સહેવાય તેવા ગરમ પાણીથી કમર ઝારવી. આ રીતે બેત્રણ વાર કરવાથી દુ:ખતી જકડાયેલી કમર મટશે.

કમરનો દુ:ખાવો – (1) 60 ગ્રામ અજમો 60 ગ્રામ જૂના ગોળમાં મેળવી, પીસી, તેમાંથી 5-5 ગ્રામ જેટલો સવાર-સાંજ લેવાથી કમરનો દુ:ખાવો મટે છે.

(2) ખજુરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં 5 ગ્રામ મેથી નાખી પીવાથી કમરનો દુ:ખાવો મટે છે.

(3) પીપળાનાં મૂળિયાનો પાઉડર પાણી સાથે એક એક ચમચી સવાર, બપોર, સાંજ લેવાથી કમરદર્દ મટે છે. એનાથી કમર મજબૂત બને છે અને કમરનું બળ વધે છે.

કસરતો (1) જમીન પર બેસી હાથ આગળ ખેંચી પગના અંગુઠાને પકડવાનો પ્રયત્ન કરો. (2) ચત્તા સૂઇ જઇ પગ વચ્ચેથી ઊંચા રાખો. (3) ઊંધા સૂઇ જઇ પગાના પંજા ત્રાંસા રાખી, જમીન પર નાક અડાડવું. (4) ચત્તા સૂઇ કમરેથી ઉપર વળી વચ્ચેથી ઊભા કરેલા પગના ધૂંટણને અડવા પ્રયાસ કરો.

(5) ઊંધા સૂઇ હાથના બળે પડી રહો. (6) ચત્તા સૂઇ પગ વચ્ચેથી ઊભા રાખો. ત્યારબાદ એક પછી એક બંને પગ વારા ફરતી છાતી સુધી લઇ જવા પ્રયત્ન કરો. (7) ઊંધા સૂઇ વારાફરતી બંને પગ ઊંચા નીચા કરો. (8) ખુરસી પર ટટ્ટાર બેસો. કમરેથી વળી ધૂંટણ સુધી માથું લઇ જાઓ.

પ્રાણાયામઃ કમરનો દુખાવો દુર કરવા બાહ્ય પ્રણાયામ ખુબ જ અકસીર છે. એની સાદી રીત મુજબ મોં વાટે બને તેટલો વધારેમાં વધારે શ્વાસ બહાર કાઢવો. (જેટલો વધુ શ્વાસ બહાર કાઢી શકાય તેટલો વધુ ફાયદો થશે.) આ પછી શ્વાસ બહાર રોકી રાખવો. (બાહ્ય કુંભક) શ્વાસ જેટલો વધુ સમય બહાર રોકી શકાય તેટલો જલદી લાભ થાય છે. આ પ્રાણાયામમાં બાહ્ય કુંભક ખુબ અગત્યનો હોવાથી કદાચ એને બાહ્ય પ્રાણાયામ કહેવામાં આવે છે. જ્યારે ન જ રહેવાય ત્યારે નાક વાટે શ્વાસ લેવો (પુરક).

આ પ્રણાયામ અર્ધા કલાક સુધી સતત કરતાં ગમે તેવા ભયંકર કમરના દુખાવામાં પણ લગભગ ૮૦% ફાયદો તરત જ થવાની શક્યતા છે. આ મારો પોતાનો અનુભુત પ્રયોગ છે.  શરુઆતમાં બીજે દીવસે ખભાના તેમ જ છાતી નજીકના સ્નાયુઓ દુખવાની શક્યતા છે. જો કે એનાથી ટેવાતાં દુખાવો થશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here